Surat: નવરાત્રીમાં બળાત્કાર ગુજારનાર આરોપીઓને સજા મળતાં ગૃહમંત્રીએ શું કહ્યું?

  • Gujarat
  • February 17, 2025
  • 0 Comments

Surat Crime: સુરતના માંગરોળમાં ખળભળાટ મચાવનાર સામૂહિક બળાત્કારની ઘટનાામાં બે શખ્સો દોષિત ઠર્યા છે. ગત નવરાત્રીમાં કોસંબા પોલીસ હદમાં આવતાં વિસ્તારમાં સગીરાને મિત્ર પાસેથી આરોપીઓ ખેંચીને લઈ ગયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને પકડ્યા હતા. જેમાં એકનું બીમારીને કારણે મોત થયું હતુ. 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી.

કોર્ટે દોષિતોને આપી સજા

ત્યારે આજે બે દોષિતોને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા કરાઈ છે. આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા સંભળાવી છે. જ્યારે પીડિતાને રુ. 10 લાખની સહાય કરવ હુકમ કર્યો છે. પોક્સો અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ કોર્ટે સજા કરી છે.

ગુનેગારોને સજા મળતાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી

બળાત્કારના ગુનેગારોને સજા મળતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે  જણાવ્યુ કે, ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહી છે. આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના એક નાની દીકરી પર જે રેપની ઘટના બની માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર માનું છું. અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપુ છું.

શુ હતી ઘટના ?

સગીરો પર ગેંગરેપનો સમગ્ર ઘટનાક્રમ નવરાત્રિમાં બન્યો હતો. 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષિય સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન અજાણ્યા 3 શખ્સોએ પહોંચીને સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો. બાદમાં સગીરાને ઢસડી જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

 

આ પણ વાંચોઃ Mahakumbh 2025: કુંભ મેળાના સેક્ટર 8માં લાગી મોટી આગ, વારંવાર આગની ઘટનાઓ

આ પણ વાંચોઃ Ahmedabad: રાજપુરના પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ શીલજમાં લઈ જવાતાં વિવાદ

 

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 3 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 5 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

  • August 15, 2026
  • 6 views
Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

  • August 15, 2026
  • 6 views
Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

  • August 15, 2026
  • 10 views
Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

  • August 15, 2026
  • 8 views
Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ