
AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે યોજાયેલી આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુખ્ય વક્તા તરીકે હાજરી આપી. હજારો ખેડૂતો અને AAP કાર્યકર્તાઓની ભીડ વચ્ચે બોલતા કેજરીવાલે ગુજરાતની BJP સરકાર પર કડક ટીકા કરી, જેમાં મંત્રીમંડળ વિસ્તરણથી લઈને બોટાદમાં ખેડૂતો પરના લાઠીચાર્જ સુધીના મુદ્દાઓને લઈને તીખા આક્ષેપો કર્યા.
કડદા પ્રથા અને અત્યાચાર વિરુદ્ધ એકતા
આયોજનનું મુખ્ય વિષય હતું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદા પ્રથાઅને તેના કારણે થતા અત્યાચારો. કેજરીવાલે કહ્યું, “પંજાબમાં પૂર આવ્યો તો અમારી સરકારે એક મહિનામાં જ ખેડૂતોના ખાતામાં 50-50 હજાર રૂપિયા જમા કરી દીધા, પણ અહીં BJP સરકાર માત્ર સર્વે કરીને ખેડૂતોની આશા પર પાણી ફેરવે છે.” તેમણે ખેડૂતોને જેલમાં ભરવાની નીતિની ટીકા કરતા કહ્યું કે, “બોટાદમાં હર્ષ સંઘવીના ઇશારે પોલીસે ખેડૂતોને માર્યા, તો BJPએ તેમને ઇનામમાં નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને માત્ર ‘ડમી CM’ બનાવ્યા, જ્યારે સંઘવી ‘સુપર CM’ બની ગયા છે. આ સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્રભાઈ માત્ર મહોર લગાવે છે.”
BJP અને કોંગ્રેસ વચ્ચે પતિ-પત્ની જેવો સબંધ
અરવિંદ કેજરીવાલે BJP અને કોંગ્રેસ વચ્ચે ‘પતિ-પત્ની જેવા’ સંબંધની તુલના કરી, કહ્યું કે બંને પાર્ટીઓ ‘ગોરખધંધા’ ચલાવે છે. “કોંગ્રેસે 35 વર્ષ પહેલા ખેડૂતો પર ગોળીઓ વરસાવી અને ગાયબ થઈ ગઈ, તમે પણ તે જ થશો,” તેમણે BJPને ચેલેન્જ આપ્યું.અંગ્રેજો કરતાં વધુ ક્રૂર
સરદાર પટેલની યાદ અને ખેડૂતોની લડત
સરદાર પટેલને યાદ કરતા કેજરીવાલે કહ્યું, “સરદાર પટેલ ખેડૂતો માટે અહિંસક સત્યાગ્રહ કર્યા, અંગ્રેજોને માન્યો પડ્યું. પણ BJP સરકાર લાઠીચાર્જ કરીને ખેડૂતોને જેલમાં ભરે છે – આ અંગ્રેજો કરતાં પણ વધુ ક્રૂર છે.”
દિવાળી પર વ્યંગ કસ્યો: “BJP વાળાઓએ દિવાળી મનાવી, જ્યારે ખેડૂત પરિવારો આંસુ સાર્યા
આદિવાસી નેતા ચૈતર વસાવાને જેલમાં ભરવાની ઘટના યાદ કરી, તેમણે વચન આપ્યું: “એક-એક ખેડૂતને જેલમાંથી બહાર કાઢીશું, મોટા વકીલો રોકે તો પણ.”
ભગવંત માન: ‘ગુજરાતમાં BJPનું પતન નજીક
‘પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, “અહંકારથી BJPનું પતન થાય છે, અને ગુજરાતમાં તે તૈયારીમાં છે. રાજકોટથી અહીં આવતા રસ્તામાં ખાડા નહીં, પણ ખાડામાં રસ્તો જોવા મળ્યો – આવી સરકાર ખેડૂતોનું શું ભલું કરશે?” તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા: “ગુજરાતના ખેડૂત જાગી ગયા છે, BJPને જડબૂટી જવાબ આપશો.”
ગોપાલ ઇટાલિયા: ‘2027માં ખેડૂતો સરકાર બદલી નાખશે’
વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, “અમારી જીતથી BJPને ઝાડા થયા, તેથી મંત્રીમંડળ બદલે છે. પણ 2027માં ખેડૂતો તમારી આખી સરકાર બદલી નાખશે.” તેમણે પોલીસના વર્તન પર દુ:ખ વ્યક્ત કર્યું: “અમે ખેડૂતોને જેલમાંથી બચાવવા પોલીસ સાથે વાત કરી, પણ BJPના ઇશારે તેમણે કાન બંધ કર્યા.”
આ મહાપંચાયતમાં ખેડૂતોની વિશાળ ભીડ જોઈને AAP નેતાઓએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ‘ખેડૂત વિરોધી’ BJPને બદલી નાખવાની આગાહી કરી. આ ઘટના ગુજરાતના રાજકીય વાતાવરણમાં નવી ચર્ચા ઉભી કરી દીધી છે, જ્યાં ખેડૂત આંદોલન વધુ તીવ્ર બનવાની સંભાવના છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!










