
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ નંબર-7 ઘાટલોડિયાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમિતકુમાર પંચાલે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર અમિતકુમાર પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકતાઓ ગોતા કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમને પેટા ચૂંટણી માટે ફોર્મ ફર્યું હતુ.
ફોર્મ ભર્યા બાદ અમિતકુમાર પંચાલે કહ્યું હતુ કે આગામી સમયમાં પ્રજાના જે મુદ્દા છે તે અમે ઉઠાવીશું. નાગરિકોના સામાન્ય કામ થતાં નથી, કોર્પોરેશનમાં કોઈ પણ કામ થતાં નથી. નાગરિકોને રુપિયા આપી કામ કરાવવું પડે છે. તેઓ ચૂંટણી જીતશે પ્રજાને પ્રશ્નોને વાંચા આપશે તેમ કહ્યું છે.
આ પણ વાંચોઃ Katch: કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરનાર 7 શખ્સો ઝડપાયા, પોલીસે શું કહ્યું?







