
Ahmedabad: અમદાવાદના બાપુનગરમાં 2009માં એક સાત વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં 16 વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. બે શકમંદોની ઓળખ કરી તેમના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, અને હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આ કેસનો ભેદ ખોલી શકે છે.
ફેબ્રુઆરી 2009માં બાપુનગર વિસ્તારમાં રહેતા મારવાડી પરિવારની 7 વર્ષની દીકરી સંગીતા બપોરે પાડોશીના ઘરે રમવા ગઈ હતી. ત્યાંથી તે ગુમ થઈ ગઈ. પરિવારે શોધખોળ કરતાં જાણવા મળ્યું કે તે નજીકના ખુલ્લા મેદાન પાસે બરફનો ગોળો લેવા ગઈ હતી. ત્રણ દિવસ બાદ તેનો મૃતદેહ શ્રીજી હાઈસ્કૂલ નજીકની સરકારી શાળાના બાથરૂમમાંથી પિંખાયેલી હાલતમાં મળી આવ્યો. તપાસમાં બળાત્કાર અને હત્યાની પુષ્ટિ થઈ. આ કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી હતી.
16 વર્ષની અથાક તપાસઆ કેસમાં અત્યાર સુધી 150થી વધુ લોકોની પૂછપરછ થઈ, પરંતુ આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નહીં. પરિવારે આ કેસ સીબીઆઈને સોંપવા વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ ન મળ્યું. નિવૃત્ત પોલીસ અધિકારી તરૂણ બારોટની મદદથી ક્રાઈમ બ્રાન્ચે ફરીથી તપાસ શરૂ કરી. સ્થાનિક લોકોની માહિતી, ઘટના બાદ વિસ્તાર છોડી ગયેલા લોકોની વિગતો અને અન્ય માપદંડોના આધારે ચાર શકમંદોની ઓળખ થઈ, જેમાંથી બે શખ્સો પર શંકા વધુ ગાઢ બની.
શંકાના કારણો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાણે જણાવ્યું કે, બે શકમંદોની વર્તણૂક, ઘટના બાદ તેમનું સ્થળાંતર અને તે સમયની તેમની પરિસ્થિતિ શંકાસ્પદ હતી. આ બેમાંથી એક વ્યક્તિએ તપાસ દરમિયાન અસહકાર દર્શાવ્યો અને વારંવાર બહાના બનાવ્યા, જેનાથી શંકા વધી. આ બંનેના મેડિકલ સેમ્પલ જૂન 2025માં એફએસએલને મોકલવામાં આવ્યા છે. એક પ્લેન ક્રેશની ઘટનાને કારણે એફએસએલની ટીમો વ્યસ્ત હોવાથી રિપોર્ટમાં વિલંબ થયો છે, પરંતુ હવે તેની રાહ જોવાઈ રહી છે.
એફએસએલના રિપોર્ટના આધારે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચને આશા છે કે આ રિપોર્ટ આ દુઃખદ ઘટનાનો ભેદ ખોલશે અને પીડિત પરિવારને ન્યાય અપાવશે.આ કેસ 16 વર્ષથી ચર્ચામાં છે, અને હવે આ નવી પ્રગતિ પરિવાર અને સમાજ માટે આશાનું કિરણ લાવી શકે છે.
ઉલ્લેખનયી છે કે 16 વર્ષ પહેલાં થયેલ દુષ્કર્મ-હત્યાની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) દ્વારા કરવી મુશ્કેલ હોઈ શકે છે. કારણ કે ફોરેન્સિક પુરાવા જેમ કે DNA, શારીરિક પ્રવાહી, વાળ, અથવા અન્ય જૈવિક પુરાવા સામાન્ય રીતે થોડા દિવસો કે થોડા અઠવાડિયા સુધી જ ઉપલબ્ધ રહેતાં હવાનું કહેવાઈ છે.
આ પણ વાંચો:
Chhota Udepur: જે પ્રસૂતાને ઝોળીમાં નાખી દવાખાને પહોંચાડી તે ગામની કેવી સ્થિતિ?
Delhi: રાજ્યસભામાં CISF જવાનો તૈનાત કરાતાં હોબાળો, લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ
Wankaner: લુણસરીયામાં હનુમાનજીનો મુગટ ચોરાયો, નવ મહિનામાં ત્રીજીવાર ચોરી, છતાં પોલીસ સદંતર નિષ્ક્રિય