અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

દિલીપ પટેલ
અમદાવાદ, 03 જૂન 2025

 Namaste Trump: ફેબ્રુઆરી 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની નમસ્તે ટ્રમ્પ નામની 3 કલાકની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ હતી. ભારે આગતા સ્વાગતા કરીને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રમ્પને મોદીએ આંતરરાષ્ટ્રીય માન સન્માન આપ્યું છતાં ટ્રમ્પે મોદીની પ્રચારની રાજનીતિને કચરા જેવી ગણીને 2025 સુધી સતત મોદીનું અપમાન કરતા રહ્યાં છે. ભારતને મદદ કરવાના બદલે ટ્રમ્પનું અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.

ટ્રમ્પ માટે મોદીએ 800 કરોડનો ખર્ચ કેમ કર્યો?

2020માં ટ્રમ્પે અમદાવાદમાં કહ્યું, ‘ભારત અમારી સાથે સારું વર્તન નથી કરતું પણ મને નરેન્દ્ર મોદી પસંદ છે’. આમ તેઓ ભારતનું સતત અપમાન કરતા રહ્યા છતાં મોદી તેનો જવાબ શુધ્ધા આપવા તૈયાર નથી.

ગુજરાત સરકારના અધિકારીઓએ 2020માં જાહેર કર્યું હતું કે, અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. પણ તમામ ખર્ચ ગણવામાં આવે તો રૂ. 800 કરોડથી વધારે ખર્ચ ટ્રમ્પને પ્રભાવિત કરવા અને અમેરિકામાં તેમને ગુજરાતના મૂળ નાગરિકો મત આપે તે માટે કર્યો હોવાનું અનુમાન છે. આખી રાજકીય ઈવેન્ટ હતી અને પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો હતો. છતાં તે અંગે સંયુક્ત ખર્ચ મોદી અને ગુજરાતની ભાજપની ત્યાર પછીની 3 સરકારે જૂન 2025 સુધીમાં જાહેર કર્યો નથી.

અંદાજે 12 હજાર પોલીસ અધિકારી સલામતી માટે ગોઠવાયા હતા. 25 IPS અધિકારીઓ, 65 ACP કક્ષાના અધિકારીઓ, 200 પોલીસ ઇન્સ્પેક્ટર, 800 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 10,000 જેટલા પોલીસ કર્મચારી હતા. જેનો પગાર ભથ્થાનો રૂ. 5 કરોડ એક દિવસનો હતો.

સુશોભનમાં વપરાતા ફૂલ પાછળ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

Of Namaste Trump and Amdavad's Circus Maximus

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું અને પાછળથી મોદીના આદેશથી સ્ટેડિયમનું નામ જ મોદી સ્ટેડિયમ રાખી દેવાયું હતું.

પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પહેલી વાર ભારત આવ્યા હતા.

ટ્રમ્પ જે રસ્તેથી નીકળવાના હતા તે ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવા માટે કરોડની દીવાલ ચણી દેવામાં આવી હતી. શિવસેનાએ લખ્યું હતું કે, ટ્રમ્પથી ગરીબી છુપાવવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ખર્ચ મામલે પણ વિવાદ થયો હતો જે 2025માં ટ્રમ્પે વારંવાર મોદી અને ભારતનું અપમાન કરતા રહ્યાં હોવાથી પણ ચર્ચામાં છે.

મોદી રાજના 25 વર્ષમાં બેરોજગારી, આરોગ્યના પ્રશ્નો, ખેડૂતોની પણ સમસ્યા, કુપોષણની સમસ્યાથી ગુજરાત પીડાઈ છે. ગુજરાતમાં  સમાનતા છે એને દૂર કરવી જોઈએ. તેના બદલે ટ્રમ્પનો પ્રચાર અને પ્રસાર કરીને મોદી પોતાનું રાજકીય બજાર બનાવી રહ્યા હતા. જે હવે પાકિસ્તાન પછીની ઘટનામાં ભારે પડી રહ્યું છે.

ગુજરાત અને ભારત સરકારે ટ્રમ્પની મુલાકાત પહેલાં અને પછી કેટલો થયો એની વિગત લોકો સામે 2025 સુધીમાં જાહેર કરી નથી. ગુજરાતના લોકોના, દેશના લોકોના પરસેવાના પૈસા જે, આપણે ટેક્સ મારફતે સરકારમાં જમા કરાવીએ છીએ એને લૂંટવાનો નેતાઓને અધિકાર નથી. પ્રજાના સાચા સેવક હોય તો હિસાબ જાહેર કરો.

ટ્રમ્પને માર્કેટિંગ માટે મોદીએ બોલાવેલા હતા. તે બહાને ટ્રમ્પના પ્રચારક મોદી બન્યા હતા.

Massive hoardings of US President Donald Trump and PM Narendra Modi have been put on display in Ahmedabad.

સામાન્ય માણસનો પગાર હજાર અને લાખ રૂપિયામાં હોય ત્યારે તેને આ ખર્ચ ઘણો લાગે છે. શહેરના રસ્તાઓને ચોખ્ખાચણાક કરી દેવાયા હતા.

‘નમસ્તે ટ્રમ્પ’ બિનસત્તાવાર ઇવેન્ટને વિદેશ નીતિનો એક નવો પ્રકાર ગણવામાં આવતો હતો. જે પાકિસ્તાન સાથે તકરાર બાદ ટ્રમ્પે ભારે અપમાન કરીને મોદીની તે નીતિઓને નિષ્ફળ સાબિત કરી હોવા છતાં મોદી મૌન છે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારબાદ ચીન પણ મોદીની નીતિને નિષ્ફળ બનાવી ચૂક્યું છે. ચીને મોદી રાજમાં ભારતની જમીન પચાવી પાડી છે અને અનેક વખત સૈન્ય હુમલા કર્યા છે અને પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે.

વડાપ્રધાન મોદીનો ટેક્સાસમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ ભારતીયોના ખર્ચે યોજાયો હતો. પણ અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યક્રમ સરકારી ખર્ચ થયો હતો. ટ્રમ્પે ભારે મોટો દગો કર્યો છે.

રોડ-શોમાં બે લાખ લોકો ભેગા કર્યા હોવાનો દાવો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેર કર્યું હતું.

અમદાવાદના લોકો દેશના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા હોવાનું ઠસાવી દેવામાં આવ્યું હતું.

30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થયો હતો. સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. 18 માર્ગો પહોળા કરવામાં આવ્યા હતા.

વિશ્વ માટે યાદગાર ઇવેન્ટ બની રહે તેવું આયોજન કરાયું હતું. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી 22 કિલોમીટર લાંબો રોડ શો અહીં કર્યો હતો.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ લોકો ભેગા કર્યા હતા. તેના વાહન માટે 5 કરોડનું ડીઝલ પેટ્રોલ ખર્ચાયા હોવાની ગણતરી મૂકવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત તેમની સુરક્ષાની ટીમો, પત્રકારો, વેપારી- રાજકીય ડેલીગેશન તેમજ મોટી સંખ્યામાં વિદેશથી લોકો અમદાવાદમાં તે સમયે આવ્યા હતા.સમગ્ર ગુજરાતમાંથી બસોમાં લોકોને ભરીને અમદાવાદના સ્ટેડિયમમાં એક લાખ કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા.

WHOની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન 

Namaste Trump': India welcomes US president at Modi rally | India | The Guardian

અમદાવાદ એરપોર્ટથી સ્ટેડિયમના રૂટ પર પણ મોટી સંખ્યામાં અભિવાદન માટે લોકોને રોડ પર ઉભા રાખવામાં આવ્યા હતા.કોરોનાના સમયમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ WHOની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યો હતો. જેનાથી કોરોના વધ્યો અને પછી તુરંત 400 લોકોના મોત ગુજરાતમાં કોરાનાથી થયા હતા.6 હજાર જેટલા કોરોના પોઝીટીવ કેસો છે. જેમના માટે હોસ્પિટલ, દવા કે પૂરતા સંસાધનોની કોઈ વ્યવસ્થા પણ નથી. લોકડાઉનને કારણે આર્થિક પાયમાલીનો ભોગ સૌ કોઈ બન્યા છે. અર્થતંત્ર પડી ભાંગ્યું છે. પરપ્રાંતના લોકો વતન જવા સંઘર્ષ કરી રહ્યા છે. ખેતીમાં નુકસાની થઇ રહી છે. જેની પાછળ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જવાબદાર છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે થયેલા કોમ્યુનિટી ટ્રાન્સમિશનને લીધે અમદાવાદ અને ગુજરાતમાં વકરેલી કોરોના સંક્રમણની પરિસ્થિતિ હતી.

મોદીએ લોકોનું જીવન જોખમમાં મૂક્યું?

'Unity in Diversity': The theme of Donald Trump-Narendra Modi roadshow

પ્રજાનું જીવન મોદીએ જોખમમાં મૂકી દીધું હતું. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે પ્રજાને મુશ્કેલીમાં મુકનાર ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત સરકારની જે ગુનાઈત નિષ્કાળજી દેખીતી અસર હતી. ટ્રમ્પે 2020માં અમેરિકામાં કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. જળવાયુ પરિવર્તનને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. કોરોનામાં ટ્રમ્પને કાર્યક્રમના કારણે ગુજરાતે જે નુકસાન ભોગવવું પડ્યું હતું તેની ભરપાઈ તો કોઈ રીતે થઈ શકે તેમ નથી પણ ખર્ચનો હિસાબ અમેરિકા પાસેથી વસૂલવો જોઈએ. હવે સમય છે કે મોદીએ ટ્રમ્પને રૂ. 800 કરોડનું બિલ મોકલીને વસૂલ કરવું જોઈએ, જો તે વસૂલ કરવા ન માંગતા હોય તો આ ખર્ચ મોદીએ પોતે વ્યક્તિગત રીતે ગુજરાતની પ્રજાને પરત કરવું જોઈએ, કારણ કે મોદીની વિદેશ નીતિ ટ્રમ્પે ફગાવી દીધી છે અને તેઓ સતત ભારતનું અપમાન કરતા રહ્યાં છે. પાકિસ્તાન સાથેનું યુદ્ધ મેં બંધ કરાયું હોવાનું વારંવાર ટ્રમ્પ કહી રહ્યા છે. જેનો જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા મોદી આપવા તૈયાર નથી.મોદીને અમેરિકાએ 14 વર્ષ સુધી વીઝા આપ્યા ન હતા. છતાં મોદીએ અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત કરવા એક કરોડ માણસો ભેગા કર્યા હોવાનું ટ્રેમ્પે જાહેર કર્યું હતું.

Political spectatorship': Modi rolls out red carpet for Trump | Donald Trump  News | Al Jazeera

એપ્રિલ 2020માં નરેન્દ્ર મોદી પહેલા નેતા જેને White House ના ટ્વીટર એકાઉન્ટ પરથી Unfollow કરવામાં આવ્યા હતા. દુનિયા જૂએ એ રીતે મોદીનું અને ભારતનું નાક કાપ્યું હતું. અમેરિકાના વ્હાઇટ હાઉસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત છ ટ્વિટર હેન્ડલને ફોલ્લો કરવામાં આવ્યા હતા. અગાઉ વ્હાઈટ હાઉસ દ્વારા કુલ 19 એકાઉન્ટ ને ફોલો કરવામાં આવતા હતા. કદાચ પહેલીવાર કોઈ નેતાને આ રીતે અનફોલો કરાતા વિશ્વએ તેની નોંધ લીધી હતી.

કોરોનાની દવા મેળવવા ટ્રમ્પે ભારતને રીતસર ધમકી આપી હતી, કે જો દવા નહીં આપો તો જોવા જેવી થશે. તે પહેલા મોદીએ ના પાડી હતી. ટ્રમ્પની ધમકી પછી હા પાડી હતી.

ભારતે કોરોના વાયરસ સામે લડવા માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન આપવાનું નક્કી કર્યું ત્યારે 10 એપ્રિલના દિવસે વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ દ્વારા નરેદ્ર મોદી સહીત ભારતના ટ્વીટર એકાઉન્ટ ને ફોલો કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો:

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

 

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!