Bharuch: BJP ધારાસભ્યને કારણે ગામ લોકોએ કેમ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ?

Bharuch: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પીવાના પાણીની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 20 વર્ષથી આ ગામ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ગ્રામજનોનું ધૈર્ય ખૂટી ગયું છે. આક્રોશના ભાગરૂપે, ગામના કેટલાક લોકોએ શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમજ તેમણે અહીંના ભાજપના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ પણ પણ કર્યા છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો? ધારાસભ્ય અરુણસિંહ રાણા કેવી રીતે ગામને પાણી મળતું અટકાવી રહ્યા છે તેને લઈને વેંગણી ગામના ધર્મેન્દ્ર ગોહિલે ધ ગુજરાત રિપોર્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું.

GIDC ની પાઇપલાઇનમાં 85 જેટલા પંચર

કેન્દ્ર સરકારની ‘નલ સે જલ’ યોજના હોવા છતાં, વેંગણી ગામમાં પીવાના પાણીની સુવિધા હજુ સુધી પહોંચી નથી. ગ્રામજનોનું કહેવું છે કે, GIDC ની પાઇપલાઇનમાં 85 જેટલા પંચર હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરુણસિંહરાણા પર ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, તેમણે આ સમસ્યાને નજરઅંદાજ કરી છે. ગ્રામજનોની સતત રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જેના કારણે ગામનું વાતાવરણ તંગ બન્યું છે.

પાણી માટે ગ્રામજનોનો આત્મવિલોપનનો પ્રયાસ

વેંગણી ગામના રહેવાસીઓએ પાણીની સમસ્યાથી કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોએ શરીર પર ડીઝલ છાંટીને પોતાનો રોષ વ્યક્ત કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને રાજ્ય સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે, પાણી પુરવઠા વિભાગ અને હાઇડ્રોલોજીસ્ટ ગામની મુલાકાતે આવ્યા હોવા છતાં, સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

ધારાસભ્યએ આ સમસ્યાને લઈને શું કહ્યું ?

આ ઘટના અંગે ધારાસભ્ય અરુણ રણાએ જણાવ્યું હતું કે, પાઇપલાઇનમાં પંચર કરવું ગેરકાયદેસર છે, પરંતુ તેમણે પાણીની સમસ્યાના નિરાકરણ માટે કોઈ ચોક્કસ યોજના કે સમયમર્યાદા જણાવી નથી. આ નિવેદનથી ગ્રામજનોમાં વધુ નારાજગી ફેલાઈ છે, કેમ કે તેઓ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનોએ ધારાસભ્ય પર આક્ષેપ કરતા શું કહ્યું ? પાણી નહીં આપવામાં આવે તો  તેમણે શું ચીમકી આપી જાણવા માટે જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’

Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

PBKS vs MI: કેપ્ટન ઐયરની ‘શ્રેષ્ઠ’ ઇનિંગ્સે પંજાબને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યું, મુંબઈનું સપનું ચકનાચૂર

Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

  • August 9, 2026
  • 2 views
RSS BJP Strategy: અયોધ્યા વિવાદથી Gen Z આંદોલન સુધી… RSS-BJPની અંદરની રાજનીતિનો ખુલાસો

Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ

  • August 9, 2026
  • 5 views
Northeast India News: પૂર્વોત્તરમાં સરકાર સામે બળવો? બંધ, ભ્રષ્ટાચાર અને સરહદી વિવાદે મચાવી હલચલ

Tribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?

  • August 9, 2026
  • 6 views
Tribal dance at Govt events: સરકારી મંચો પર આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન, સન્માન કે તમાશો?

Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

  • August 9, 2026
  • 8 views
Indian Fishermen Pakistan Jail: સજા પૂરી છતાં વતન વાપસી નહીં! ભારતીય માછીમારોના પરિવારોએ સરકારો સામે ઉઠાવ્યો મોટો પ્રશ્ન

JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

  • August 9, 2026
  • 5 views
JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં

  • August 9, 2026
  • 7 views
Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં