Ahmdedabad Plane Crash: ભાઈને શોધવા આવેલ યુવકે કહ્યું- ‘મારા ભાઈનો ફોન ઓન, તે હજુ પણ જીવીત હશે’

  • India
  • June 13, 2025
  • 0 Comments

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે ત્યારે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમણે જે લોકોને થોડા કલાકોમાં સુરક્ષિત રીતે વિદાય આપી હતી તેઓ હવે આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. તેમાં જાવેદનો પરિવાર પણ હતો. જાવેદ તેના બે નાના માસૂમ બાળકો અને તેની પત્ની સાથે લંડન જઈ રહ્યો હતો અને આ અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં ચારેયના મોત થયા હતા.

વિમાન દુર્ઘટનામાં NRI નો આખો પરિવાર હોમાયો

મળતી માહિતી મુજબ, મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીના આખા પરિવારનું આ અકસ્માતમાં મોત થયું હતું. જાવેદ અલી લંડનથી મુંબઈ આવ્યો હતો અને તેની માતાની સારવાર કરાવીને લંડન જઈ રહ્યો હતો. ત્યારે વિમાન દુર્ઘટનામાં જાવેદ અલી (37 વર્ષ), તેમની પત્ની મરિયમ અલી (35વર્ષ) અને બે બાળકોનું મોત થયું હતું. જાવેદના આઠ વર્ષના પુત્ર ઝયાન અલી અને ચાર વર્ષની પુત્રી અમીન અલીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં શોકનો માહોલ છે.

ભાઈને શોધવા આવેલ યુવકે શું કહ્યું ? 

તેમના ભાઈ ઈમતિયાઝ અલીએ લલ્લન ટોપ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બધા એવું કહે છે કે, બોડી બધાની સળગી ગઈ છે. કોઈનો ચહેરો ઓળખાતો નથી પરંતુ બોડી જોઈ લઈશું તો દિલને ઠંડક મળી જશે, તે ભાઈ છે મારો, હું ડીએનએ ટેસ્ટ માટે આવ્યો છું પરંતુ મને હજુ પણ એવું થાય છે કે, બીજી કોઈ હોસ્પિટલ હોય તો તેમાં પણ જઈને જોઈ આવું કે હકીકતમા આવું થયું છે કેમકે મારા માન્યામાં નથી આવતું.

વધુમાં તેમણે કહયું કે, હું તેને મેસેજ કરી રહ્યો છું. આમ કહીને તેમને કેમેરાની સામે જ મેસેજ કરીને બતાવ્યો જે મેસેજ ડબલ ટીક થયો. ભાઈનું મન નથી માનતું. જો કે તેમના ભાઈના છેલ્લા સીસીટીવી ફોટા સમાચારમાં આવ્યા હતા તેમાં તેઓ દેખાતા હતા. બોડી મળી નથી એટલા માટે તેઓ જીવીત હોય તેવું લાગે છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

  • Related Posts

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
    • September 17, 2026

    Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

    Continue reading
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
    • September 17, 2026

    Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 1 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 3 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 3 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 7 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 5 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 10 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી