
Ahmedabad Demolitions: અમદવાદ શહેરમાં ઘણા સમયથી દબાણો હટાવવની કામગીરી ચાલી રહી છે. જેથી વર્ષોથી એક જ જગ્યાએ રહેતાં લોકોના પાકા ઘર તોડી પાડવામાં આવ્યા છે. પરસેવો પાડીને બનાવેલા ઘર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તોડી પડતાં રોષ ફેલાયો છે.
સંડાસરુમ અને બાધરુમ રહેવા દીધા નથી
ગત 20 જાન્યુઆરીના રોજ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવતા માલધારી સમાજ બેઘર બન્યો છે. ત્યારે હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. AAP પાર્ટી બાદ કોંગ્રેસ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે, અને AMC અને સરકારની દબાણ હટાવવાની નિતિ સખક વિરોધ કર્યો છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. તેમણે કહ્યું કોઈ પણ પથ્થર દિલ માણસ હોય તો પણ તેનું હૃદય ધ્રવી ઉઠે તેવી સ્થિતિ સર્જાઈ છે. માતા, સભર્ગાઓ માટે રહેવાની જગ્યા નથી. એક પણ સંડાસરુમ અને બાધરુમ રહેવા દીધા નથી. ત્રણેય તરફ રસ્તા હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી? તેવો સવાલ પણ કર્યો છે.
અહીં રહેતાં રબારી સમાજના લોકોમાં આઘાત સાથે તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. સરકારને ધિક્કારી રહ્યા છે. છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએપોતાના મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળતા રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએ. અમે ગેરકાયદે વસવાટ નથી કરતા. અમે વર્ષોથી અહીં રહેવાનો ટેક્સ ભરીએ છીએ અને લાઈટ બિલ ભરીએ છીએ.
યુથ કોંગ્રેસ પ્રવક્તા કપિલ દેસાઈનું પણ તોડી પડાયું ઘર
શક્તિસિંહ ગોહિલ ડિમોલિશનમાં ઘર વિહોણા થયેલા લોકોને મળ્યા. જ્યા તેમણે હટાવાયા તેમાં યુથ કોંગ્રેસના પ્રવક્તાનું ઘર તૂટ્યું તે જગ્યાની પણ મુલાકાત લીધી હતી. આ દબાણ હટાવવની કામગીરીને યુથ કોંગ્રેસ પ્રવક્તા કપિલ દેસાઈએ રાજકીય કિન્નાખોરીના આક્ષેપ કર્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, રબારી વસાહતમાં અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ વિસ્તારમાં રહેતો યુવક લોકો માટે લડતો હોવાથી એનું મકાન તોડવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન દ્વારકા પહોંચીઃ ભગવાન શ્રીકૃષ્ણના કર્યા દર્શન