
ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવાની છે. ત્યારે પરિક્ષામાં મુંઝવણ અનુભવતાં વિદ્યાર્થીઓ માટે ઉકેલ શોધાયો છે. જેથી વિદ્યાર્થીઓમાં રહેલો ડર દૂર થશે. વર્ષ 2022થી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સારથી પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે 9909922648 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. આ હેલ્પલાઈન નંબરથી કોલ કરી મદદ લઇ શકાય છે.
આ હેલ્પલાઇન નંબર ઉપર વ્હોટ્સએપ મેસેજ કરીને વિદ્યાર્થી, અને અન્ય કોઈપણ વ્યક્તિ શિક્ષણને લગતી માહિતી મેળવી શકે છે. કેટલાંક સંજોગોમાં તો વિદ્યાર્થીઓ તે હદ સુધી ડરી ગયા હોય છે કે તેમને મનોચિકિત્સકની પણ જરૂર પડે છે, જેથી સારથી પોર્ટલ પર શિક્ષકો સાથે મનોચિકિત્સકોને પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.
DEOએ શું કહ્યું?
અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સારથી પોર્ટલ વર્ષ 2022માં ફક્ત બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શરૂ કરાયું હતુ. હાલમાં સમગ્ર વર્ષ દરમિયાન તેની સેવાઓ ઉપલબ્ધ રહે છે. પણ બોર્ડની પરીક્ષા દરમિયાન ખાસ કરીને સારથી પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ BHAVANAGAR: બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથીની ઉત્સાહભેર ઉજવણી