Plane crash: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન ક્રેશ! અજિત પવાર સહીત કુલ 5 ના કરુણ મોત

  • India
  • January 28, 2026
  • 0 Comments

બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન ક્રેશ થતા અજિત પવાર સહિત કુલ 5 ના કરુંણ મોત

Plane crash: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશ થયું છે,પ્રાથમિક વિગતો મુજબ બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો જેમાં અજિત પવારનું નિધન થયું છે.નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.

અકસ્માત રનવે પર લેન્ડિંગ પહેલા સવારે 8:45 વાગ્યે થયો હતો.

અજિત પવાર મુંબઈથી એક પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી જઈ રહ્યા હતા. ત્યાં પંચાયત ચૂંટણીને લઈને તેમની 4 જનસભાઓ હતી,આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફના 5 લોકોના કરુણ મોત થયા છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર 5 લોકોના નામ નીચે મુજબ છે.

1. અજિત પવાર: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી

2.એચસી વિદિત જાધવ: અજિત પવારના અંગત સુરક્ષા અધિકારી (PSO)

3. કેપ્ટન સુમિત કપૂર: પાઇલટ

4.કેપ્ટન શાંભવી પાઠક: પાઇલટ

5.પિંકી માલી: ફ્લાઇટ એટેન્ડન્ટ

દરમ્યાન અકસ્માતમાં જીવ ગુમાવનાર અજિત પવાર સહિત તમામ 6 લોકોના મૃતદેહોને બારામતીની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો અને સ્થાનિક લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી,લોકોના જણાવ્યા અનુસાર વિમાન ક્રેશ થતાં જ ત્રણ બ્લાસ્ટ થયા અને વિમાન આગના ગોળામાં લપેટાઈ ગયું લોકો સ્થળ પર દોડ્યા પણ વિકરાળ આગને કારણે કઈ કરી ન શક્યાં.

મહારાષ્ટ્રના બારામતીમાં NCP નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું વિમાન ક્રેશ થયું

પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની સામાન્ય ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, 28 જાન્યુઆરી, 2026, બુધવારના રોજ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતી તાલુકામાં વિવિધ રેલીઓને સંબોધવાના હતા. તેમનો કાર્યક્રમ સવારે 10 વાગ્યે નિરવગજમાં શરૂ થવાનો હતો, ત્યારબાદ બપોરે 12 વાગ્યે પાંઢરેમાં રેલી થવાનો હતો. બપોરે 3 વાગ્યે કરંજેપુલમાં રેલીને સંબોધ્યા પછી, તેમની અંતિમ રેલી સાંજે 5:30 વાગ્યે સુપામાં યોજાવાની હતી.

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીઓ સંદર્ભે આજે બારામતીમાં એક સભામાં હાજરી આપવા આજે સવારે પ્લેન દ્વારા બારામતી પહોંચ્યા હતા.

જોકે, લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું જતા અકસ્માત સર્જાતા તેઓને આવકારવા ઉભેલા કાર્યકરોમા ભાગદોડ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5 લોકોના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

યોગાનુયોગ આ કમનસીબ દુર્ઘટના તેઓના જ મતવિસ્તાર બારામતીમાં થઈ કે જ્યાંથી અજિત પવાર સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

2025ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓએ આ જ બેઠક પર પોતાનાજ ભત્રીજા યુગેન્દ્ર પવારને હરાવીને વિજેતા બન્યા હતા.

22 જુલાઈ 1959ના રોજ જન્મેલા અજિત પવારને રાજકારણ વારસામાં મળ્યું હતું અને માત્ર 23 વર્ષની વયે તેઓ સહકારી સુગર ફેક્ટરીના બોર્ડમાં જોડાઈને સક્રિય થયા હતા.

મહારાષ્ટ્રના રાજકારણમાં કદાવર નેતા મનાતા અજિત પવારે લાંબા સમયથી રાજ્યના રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

કમનસીબે, આજે સવારે બારામતીમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં 66 વર્ષની વયે અવસાન થયું છે.

મહારાષ્ટ્રના રાજકારણના અનુભવી અજિત પવાર છેલ્લા ૧૩ વર્ષમાં પાંચમી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા
તેઓ સતત એક પણ કાર્યકાળ ચુક્યા વિના સૌથી લાંબા સમય સુધી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળી રહ્યા હતા.

અજિત પવારનો નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ આ મુજબ રહ્યો

◆ ૧૦ નવેમ્બર, ૨૦૧૦ – ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૨ (મુખ્યમંત્રી: પૃથ્વીરાજ ચવ્હાણ)

◆ ૨૫ ઓક્ટોબર, ૨૦૧૨ – ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૪ (મુખ્યમંત્રી: પૃથ્વીરાજ ચવ્હાણ)

◆ ૨૩ નવેમ્બર, ૨૦૧૯ – ૨૬ નવેમ્બર, ૨૦૧૯ (મુખ્યમંત્રી: દેવેન્દ્ર ફડણવીસ)

◆ ૩૦ ડિસેમ્બર, ૨૦૧૯ – ૨૯ જૂન, ૨૦૨૨ (મુખ્યમંત્રી: ઉદ્ધવ ઠાકરે)

◆ ૨ જુલાઈ, ૨૦૨૩ – હાલ (મુખ્યમંત્રી: એકનાથ શિંદે/દેવેન્દ્ર ફડણવીસ સરકાર)

◆ તેમણે ડિસેમ્બર ૨૦૨૪ થી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્રના ૮મા નાયબ મુખ્યમંત્રી તરીકે પણ પદ પર હતા.

અજિત પવાર કોણ છે?

અજિત અનંતરાવ પવારનો જન્મ 22 જુલાઈ, 1959 ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો. તેઓ NCP વડા શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે. તેમના પિતા વી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. અજિત પવાર તેમના કાકા શરદ પવારના પગલે ચાલ્યા અને રાજકારણમાં પ્રવેશ્યા. તેઓ જનતા અને સમર્થકોમાં “દાદા” તરીકે જાણીતા છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ દેવલી પ્રવરમાંથી અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડમાંથી મેળવ્યું. તેમનું શિક્ષણ માધ્યમિક સ્તરે રહ્યું.

● તેમની રાજકીય સફર કેવી રહી?

◆અજિત પવાર 1982 માં રાજકારણમાં પ્રવેશ્યા, જ્યારે તેઓ માત્ર 20 વર્ષના હતા. તેમણે પહેલી વાર ખાંડ સહકારી માટે ચૂંટણી લડી.

◆1991: પુણે જિલ્લા સહકારી બેંકના પ્રમુખ બન્યા, આ પદ તેમણે 16 વર્ષ સુધી સંભાળ્યું.

◆1991: બારામતીથી લોકસભામાં ચૂંટાયા, પરંતુ તેમના કાકા શરદ પવાર માટે બેઠક ખાલી કરી.

● તે જ વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા.

◆૧૯૯૨-૧૯૯૩: કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી.

◆તેઓ ૧૯૯૫, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં બારામતી મતવિસ્તારમાંથી સતત જીત્યા.

◆તેમણે કૃષિ, બાગાયત, ઉર્જા અને જળ સંસાધન મંત્રી જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓની જવાબદારી સંભાળી હતી.

સત્તાની સફર

મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારને મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. 2009 ની વિધાનસભા ચૂંટણી પછી, તેમણે નાયબ મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ પદ છગન ભુજબળને મળ્યું. જોકે, તેઓ ડિસેમ્બર 2010 માં પહેલીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા. 2013 માં, તેમનું નામ સિંચાઈ કૌભાંડ સંબંધિત વિવાદમાં આવ્યું, જેના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી. બાદમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને પદ પર પાછા ફર્યા.

અજિત પવારની રાજકીય કારકિર્દી પણ વિવાદોથી ભરેલી રહી છે.

◆2013: “જો ડેમમાં પાણી ન હોય, તો શું આપણે તેને પેશાબ કરીને ભરીએ?” તેમના આ નિવેદન કે જેની વ્યાપક ટીકા થઈ. તેમણે પાછળથી માફી માંગી.

◆ 2014: લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોને ડરાવવાના આરોપો.

◆ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આરોપો પણ સમયાંતરે સામે આવ્યા છે.

◆લવાસા લેક સિટી પ્રોજેક્ટ અને અન્ય બાબતોમાં કથિત સહાય અંગે વિવાદ.

◆જોકે, આ વિવાદો છતાં, અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં NCPના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક રહ્યા.

રાજકીય ઓળખ

અજિત પવારને એક મજબૂત સંગઠક અને વહીવટી અનુભવ ધરાવતા નેતા તરીકે જોવામાં આવતા હતા. જ્યારે તેમના અને તેમના કાકા શરદ પવાર વચ્ચે રાજકીય મતભેદો અંગે ચર્ચાઓ થઈ છે, ત્યારે તેમણે હંમેશા પોતાને શરદ પવારના અનુયાયી તરીકે વર્ણવ્યા છે. આજે, અજિત પવાર મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક છે, અને રાજ્યના રાજકારણમાં તેમની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવે છે.

અજિત પવારના લગ્ન સુનેત્રા પવાર સાથે થયા હતા, જેમનાથી તેમને બે પુત્રો જય અને પાર્થ પવાર છે આ ઘટનાથી પરિવારમાં આક્રંદ છવાયું છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ
  • August 1, 2026

Chandranath Rath Murder Case: પશ્ચિમ બંગાળના ચર્ચિત ચંદ્રનાથ રથ હત્યા કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. એજન્સીએ આ હત્યાના કથિત મુખ્ય ષડયંત્રકાર ગણાતા બે આરોપીઓની ધરપકડ કરી…

Continue reading
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા
  • August 1, 2026

Food Adulteration India: ભારતમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશભરના ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ કુલ 8.86 લાખથી વધુ ખાદ્ય નમૂનાઓની તપાસ કરી હતી. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 2 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 2 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 7 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 11 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 12 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ