
Protests against Trump in America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અનેક વિચિત્ર નિર્ણયો અને વિશ્વભરમાં વેપાર અને ટેરિફ યુદ્ધો શરૂ કરવાના કારણે પોતાના જ દેશમાં ઘેરાયેલા છે. છેલ્લા 2 દિવસથી અમેરિકાના વિવિધ શહેરોમાં ટ્રમ્પ વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ટ્રમ્પની ઘણી નીતિઓનો વિરોધ કરવા માટે અમેરિકન જનતા રસ્તાઓ પર ઉતરી આવી છે. દેશભરમાં પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ વહીવટ અને તેમની નીતિઓ વિરુદ્ધ પોસ્ટરો, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
‘ગુડ ટ્રબલ લિવ્સ ઓન’ નામના આંદોલન હેઠળ દેશના તમામ 50 રાજ્યોના લોકોએ ટ્રમ્પનો ભારે વિરોધ કરી રહ્યા છે. ન્યૂ યોર્કમાં વિરોધીઓ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) બિલ્ડિંગની નજીક ભારે વિરોધ સાથે પ્રદર્શન કરતાં લોકો જોવા મળ્યા. એક વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ‘ગુડ ટ્રબલ લિવ્સ ઓન’ રાષ્ટ્રીય વિરોધ દિવસના ભાગ રૂપે ઇમિગ્રેશન કોર્ટની બહાર વિરોધીઓ એકઠા થયા હતા.
ઇમિગ્રેશન બિલ્ડિંગની બહાર ધરણા
એક વીડિયોમાં ટ્રમ્પ વિરોધી અને ઇમિગ્રેશન વિરોધી (ICE) વિરોધીઓ ન્યુ યોર્ક શહેરના મેનહટનમાં ફેડરલ પ્લાઝા ખાતે ICE બિલ્ડિંગની બહાર ધરણા પર બેઠા હતા અને એક વોકવે બ્લોક કરતા જોવા મળ્યા હતા.
1600 સ્થળોએ દેખાવો
This is more than a protest; it’s a moral reckoning. We took to the streets in DC today to speak out against the Trump administration, because as Rep. John Lewis taught us, progress will come, but it will not come on its own! #GoodTroubleLivesOn pic.twitter.com/8ojV72HSNp
— SEIU (@SEIU) July 18, 2025
ટ્રમ્પ વિરુદ્ધ આ વિરોધ એટલાન્ટા (જ્યોર્જિયા), સેન્ટ લુઇસ (મિઝોરી), ઓકલેન્ડ (કેલિફોર્નિયા) અને અન્નાપોલિસ (મેરીલેન્ડ) સહિત લગભગ 1600 સ્થળોએ થયો છે. તે ટ્રમ્પ વહીવટીતંત્રના આરોગ્ય સંભાળ કાપ, ઇમિગ્રેશન નીતિઓ અને અન્ય નિર્ણયોનો વિરોધ હતો. તેનો હેતુ કોંગ્રેસના દિવંગત સભ્ય અને નાગરિક અધિકાર નેતા જોન લુઇસને શ્રદ્ધાંજલિ આપવાનો પણ હતો.
ટ્રમ્પના શાસન અંગે અમેરિકાના લોકો શું કહી રહ્યા છે?
પબ્લિક સિટીઝનના સહ-અધ્યક્ષ લિસા ગિલ્બર્ટે વિરોધ પ્રદર્શન પહેલા જણાવ્યું કે “આપણે આપણા દેશના ઇતિહાસની સૌથી ભયાનક ક્ષણોમાંથી એકમાંથી પસાર થઈ રહ્યા છીએ,” “આપણે બધા આ વહીવટની વધતી જતી સરમુખત્યારશાહી અને અરાજકતાનો સામનો કરી રહ્યા છીએ. આપણા લોકશાહીના અધિકારો, સ્વતંત્રતાઓ અને અપેક્ષાઓને પડકારવામાં આવી રહ્યા છે.” રાષ્ટ્રીય ચળવળનો હેતુ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ અને કાર્યો સામે અવાજ ઉઠાવવાનો છે જેને ઘણા નાગરિકો માનવ અધિકારોનું ઉલ્લંઘન અને લોકશાહી મૂલ્યો માટે ખતરા તરીકે જુએ છે.
‘ગુડ ટ્રબલ’ આંદોલન શું છે?
‘ગુડ ટ્રબલ’ (Good Trouble) આંદોલન એક સામાજિક અને રાજકીય ચળવળનો ખ્યાલ છે, જે મૂળરૂપે અમેરિકન સિવિલ રાઇટ્સ નેતા જોન લેવિસ (John Lewis) સાથે સંકળાયેલો છે. આ શબ્દ તેમણે નાગરિક અધિકારો, સમાનતા અને ન્યાય માટેની લડત દરમિયાન લોકપ્રિય બનાવ્યો હતો. ‘ગુડ ટ્રબલ’ એટલે અન્યાય, ભેદભાવ કે દમનકારી વ્યવસ્થાઓ સામે શાંતિપૂર્ણ અને નૈતિક રીતે પ્રતિકાર કરવો, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે. આ આંદોલનનો હેતુ અન્યાય સામે અવાજ ઉઠાવવો અને સમાજમાં સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા માટે “સારી મુશ્કેલી” ઊભી કરવાનો છે.“ગુડ ટ્રબલ”
જોન લેવિસે 1960ના દાયકામાં અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળ દરમિયાન આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે શાંતિપૂર્ણ પ્રદર્શનો, સત્યાગ્રહ અને નાગરિક અસહકાર (Civil Disobedience) દ્વારા જાતિગત ભેદભાવ અને અન્યાય સામે લડત આપી. તેમનું કહેવું હતું કે, “ક્યારેક ન્યાય માટે મુશ્કેલી ઊભી કરવી જરૂરી છે, પરંતુ તે ‘સારી મુશ્કેલી’ હોવી જોઈએ.”
આ આંદોલન શાંતિપૂર્ણ પ્રતિકાર, નૈતિક મૂલ્યો અને સામાજિક ન્યાય પર આધારિત છે. તેમાં વંચિત વર્ગો, લઘુમતીઓ અને દબાયેલા સમુદાયોના અધિકારો માટે લડવાનો સમાવેશ થાય છે. આ આંદોલનનો ઉદ્દેશ્ય અન્યાય, ભેદભાવ અને દમન સામે અવાજ ઉઠાવવાનો છે. સમાજમાં સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની સ્થાપના. શાંતિપૂર્ણ પ્રદર્શનો, રેલીઓ અને જાગૃતિ ઝુંબેશ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવવું.
આ પણ વાંચો:
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?
Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો, 2 ની ધરપકડ