
USA EDUCATION NEWS :જમાનો બદલાયો છે અને હવે AI જેવા એડવાન્સ ટેકનોલોજીના વર્તમાન સમયમાં ઝડપથી બદલાયેલા ઈકોનોમી ફેરફેરો વચ્ચે હવે જૂની ઢબે ચાલતી ચાર વર્ષની કોલેજ ડિગ્રી સામે અમેરિકામાં આજની જનરેશન સવાલ ઊઠાવી રહી છે.આજની પેઢીમાં 67% યુવાઓનું માનવું છે કે હવે ચાર વર્ષની કોલેજ ડીગ્રી ખર્ચ અને લાંબા સમયની બરબાદી છે,સમય મુજબ શિક્ષણમાં ફરફરો અને બદલાવ ઉપર ભાર મુકાઈ રહ્યો છે.
વિશ્વના એજ્યુકેશન સેક્ટરમાં એક સમયે જેની નામના હતી તેવી કોલેજોમાં ચાર વર્ષ સુધી ભણ્યા કરવાનું અમેરિકાના નાગરિકોમાં મન ઉઠી રહ્યું છે.એક સર્વેમાં સામે આવ્યું છે કે, અમેરિકનો ચાર વર્ષની કોલેજ ડિગ્રીની ઉપયોગિતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
મહત્વનું છે કે વિશ્વની ટોપ 100 કોલેજમાંથી 28 કોલેજ અમેરિકામાં આવેલી છે સાથેજ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પણ વિશ્વમાં સૌથી વધુ અમેરિકાની 171 યુનિવર્સિટીઓને સ્થાન પ્રાપ્ત થયેલું છે.જોકે,હવે અમેરિકન યુવાનોમાં કોલેજમાં ચાર વર્ષ ભણવા સામે મોહભંગ થઈ રહ્યો છે જેમાં 67 ટકા અમેરિકન યુવાનો માની રહ્યાં છે કે, ચાર વર્ષની કોલેજ ડિગ્રી પાછળ કરવામાં આવી રહેલો ખર્ચ યોગ્ય નથી.
જ્યારે,33 ટકા અમેરિકનો એવું માને છે કે કોલેજ કરીભણીગણીને ડીગ્રી મળતા સારી નોકરી અને વધુ ડોલર કમાવવા યોગ્ય ગણાવી રહ્યાં છે જોકે,આવું માનનારા ઘણા ઓછા છે અને મોટાભાગના સ્ટુડન્ટસ સમય અને પૈસાની બરબાદી ગણાવી રહયા છે કારણ કે એટલો ખર્ચ કર્યા બાદ પણ યોગ્ય જોબ મળતી નથી.
છેલ્લા 12 વર્ષમાં ચાર વર્ષની કોલેજ ડિગ્રી મહત્ત્વપૂર્ણ હોવાનું માનનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.2013ના વર્ષ દરમિયાન 53 ટકા રિપબ્લિકન્સ ડિગ્રીને મહત્વ આપતા હતા,તેમનો આંકડો ઘટીને 33 ટકા થયો છે.હાલમાં માત્ર 22 ટકા રિપબ્લિકન વોટર્સ ડિગ્રીને મૂલ્યવાન ગણાવી રહ્યાં છે જ્યારે, 74 ટકાના મતે, ડિગ્રીનું કોઈ મહત્ત્વ નથી. 2013માં 61 ટકા ડેમોક્રેટ્સ ડિગ્રીને મહત્વ આપતા હતા. તેમની પણ સંખ્યા ઘટતી જઈ રહી છે.
અગાઉ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના નેશનલ ડેટા મુજબ, એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા લોકો વધુ કમાણી કરે છે અને જેઓનું શિક્ષણનું સ્તર સારું હોય બેરોજગારીનો દર ઓછો હોય છે આ વાત અમેરિકામાં વર્ષોથી સાચી સાબિત થતી આવી છે પણ હવે સમય બદલાયો છે અને આ વાત અત્યારે વિપરીત ગણાય રહી છે,મોંઘી શિક્ષણ ફી ભરી કોલેજના ચાર વર્ષ કર્યા બાદ પણ સારી જોબ મળતી નથી તેવો સૂર ઉઠી રહ્યો છે અને હાલમાં AI ના જમાનામાં બધું મશીન આધારિત થતા સમય મુજબ શિક્ષણમાં ફેરફારની વાત પણ યુવાઓ કરી રહયા છે.
દરમિયાન,2017ના વર્ષમાં થયેલા સર્વેમાં કોલેજ ડીગ્રી માટે વિરોધ અને તરફેણમાં 50-50 ટકા નાગરિકો હતા.
તેની પહેલા 2013માં ઓલ અમેરિકન ઈકોનોમિક સર્વેના ભાગ રૂપે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે, 53 ટકાઅમેરિકનોએ કહ્યું હતું કે, કોલેજ ડિગ્રી પાછળ ખર્ચ યોગ્ય છે અને 40 ટકાએ કહ્યું હતું કે, ખર્ચ વધુ છે.
હવે,12 વર્ષ બાદ આજની તારીખમાં એઆઈના પ્રભાવ અને ઈકોનોમીમાં આવેલા ફેરફેરો પછી કોલેજ ડિગ્રી સામે આજની જનરેશન સવાલ ઉઠાવી રહી છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







