Rajasthan: રાજસ્થાનમાંથી 10,000 કિલો વિસ્ફોટકો ઝડપાતા સનસનાટી! સુલેમાનના ફાર્મ હાઉસમાં આટલો મોટો જથ્થો કેવી રીતે પહોંચ્યો? વાંચો

  • India
  • January 27, 2026
  • 0 Comments

Rajasthan: દિલ્હીના લાલકિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં જે વિસ્ફોટક પદાર્થ વપરાયા હતા તેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો રાજસ્થાનમાંથી મોટી માત્રામાં મળી આવતા દેશભરમાં ભારે સનસનાટી મચી ગઇ છે સાથેજ આટલી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થની થઈ રહેલી હેરાફેરી છતાં ગુપ્તચર વિભાગના કેમ ધ્યાનમાં ન આવ્યું તે વાત પણ ખૂબજ ચિંતા જનક છે.

નાગૌર જિલ્લાના થાવલા પોલીસ હદ વિસ્તારમાં પોલીસની ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ (DST) અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હરસૌર ગામ ખાતેના સુલેમાન ખાન નામના ઇસમની માલિકીના ફાર્મ હાઉસ પર રેડ કરતા 10000 કિલોગ્રામ (9550 કિગ્રા) જેટલો ગેરકાયદે વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટનો મોટો જથ્થો મળી આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.

મહત્વનું છે કે એમોનિયમ નાઈટ્રેટ એ અત્યંત ઘાતક વિસ્ફોટક માનવામાં આવે છે, જેનો ઉપયોગ અગાઉ પણ અનેક આતંકી હુમલાઓમાં થયો છે,નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર ધમાકામાં પણ આજ પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ રાજસ્થાન પોલીસે કેન્દ્રીય તપાસ એજન્સીઓને વિસ્ફોટક પદાર્થ મળ્યાની જાણ કરી છે. હવે એજન્સીઓ એ દિશામાં તપાસ કરશે કે આ જથ્થો ક્યાંથી લવાયો તેનો ખરેખર શું ઈરાદો હતો વગરે તપાસ હાથ ધરશે.

સુલેમાન ખાને પોતાના ફાર્મ હાઉસમાં આવેલા એક મકાનમાં આ વિસ્ફોટક જથ્થો ગુપ્ત રીતે છુપાવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને 187 કટ્ટા (કોથળા) માં ભરેલું એમોનિયમ નાઈટ્રેટ ઉપરાંત, વિસ્ફોટ કરવા માટે વપરાતા અન્ય સાધનો પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે કુલ 10000 કિલોગ્રામ જેટલો વિસ્ફોટક પદાર્થ સહિત 9 કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ વાદળી ફ્યુઝ વાયર, 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયરનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી સુલેમાન અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદે વિસ્ફોટકો રાખવા બદલ પકડાઈ ચુક્યો છે તેનું કહેવું છે કે ખાણ કામ માટે તેની પાસે આવતા ગ્રાહકોને આ વિસ્ફોટક પદાર્થ વેચતો હતો.

જોકે,દેશમાં મોટા આતંકી હુમલાની મળી રહેલી ધમકીઓ વચ્ચે આટલી મોટી માત્રામાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વિસ્ફોટક મળી આવવાની ઘટનાએ તંત્રમાં દોડધામ મચી ગઇ છે અને આટલી મોટી માત્રામાં હેરફેર છતાં સુરક્ષા એજન્સીઓને ભણક પણ આવતી નથી તે બાબત ચિંતાજનક છે કારણકે આજ વિસ્ફોટક પદાર્થો આતંકીઓ ઉપયોગમાં લઇ રહ્યા છે અને મોટી વારદાતને અંજામ આપી રહયા છે ત્યારે આ ઘટનાએ તંત્રની ઢીલી નીતિની પોલ ખોલી નાખી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી
  • September 10, 2026

AICC Secretary Appointment: કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારોની દિશામાં આગળ વધતા નવા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સચિવોની નિમણૂકની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી…

Continue reading
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો
  • September 10, 2026

Red Fort Blast NIA Chargesheet: ગયા વર્ષે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ચાર્જશીટમાં ગંભીર આરોપો મૂક્યા છે. NIAના જણાવ્યા અનુસાર, કેસના બે મુખ્ય આરોપીઓએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

  • September 10, 2026
  • 2 views
AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 10 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?