KDMC: ઉદ્ધવ ઠાકરેના ચાર કાઉન્સિલરો અચાનક લાપત્તા! પોલીસ ધંધે લાગી! ‘ગુમસુદા’ કાઉન્સિલરોના પોસ્ટર લાગ્યા!

  • India
  • January 27, 2026
  • 0 Comments

KDMC:મુંબઈના કલ્યાણ-ડોંબિવલીમાં શિવસેના (UBT) ના ચાર નવા ચૂંટાયેલા કોર્પોરેટરો લાપત્તા થતાં કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ગુમ કાઉન્સિલર અંગે ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.ગુમ થયેલા કાઉન્સિલરોમાં મધુર મ્હાત્રે, કીર્તિ ધોને, રાહુલ કોટ અને સ્વપ્નિલ કાનેનો સમાવેશ થાય છે.પ્રાપ્ત વિગતો અનુસાર શિવસેના (UBT) કલ્યાણ જિલ્લાના વડા શરદ પાટીલે કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધાવી છે.પાર્ટીએ માંગ કરી છે કે પોલીસ CCTV ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડ (CDR) ની તપાસ કરે.

ઉલ્લેખનીય છે કે KDMCમાં મેયર પદ માટે ખેંચતાણ ચાલુ છે. ૧૨૨ બેઠકોવાળા સદનમાં બહુમતી માટે ૬૨ બેઠકોની જરૂર છે, જેમાં શિંદે જૂથ (૫૩ બેઠકો) અને ભાજપ (૫૦ બેઠકો) મુખ્ય દાવેદાર છે ત્યારે ઉદ્ધવ જૂથની ૧૧ બેઠકોમાંથી ચાર કાઉન્સિલરોની ગેરહાજરી રાજકીય સમીકરણો બદલી શકે છે.

જોકે, ભારે પ્રયાસો છતાં કાઉન્સિલરોનો કોઈ પત્તો ન લાગતા, ઉદ્ધવ ઠાકરે જૂથે કલ્યાણ શહેરમાં “ગુમસુદા” કાઉન્સિલરોના પોસ્ટરો લગાવ્યા છે. સંજય રાઉતે તેને “વિશ્વાસઘાત” ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે પાર્ટી તેમની સામે કડક કાર્યવાહી કરશે.આ ઘટનાએ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવી છે અને પાર્ટીને શંકા છે કે આ કાઉન્સિલરોને શિવસેનાના એકનાથ શિંદે જૂથ અથવા અન્ય પક્ષો દ્વારા લલચાવવામાં આવ્યા હોય શકે છે.

અહેવાલો અનુસાર,લાપતા થયેલા ચારમાંથી બે કાઉન્સિલરો શિંદે જૂથના સંપર્કમાં હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય બે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માં જોડાઈ રહ્યા હોવાની અટકળો વહેતી થઈ છે.દરમિયાન ફરિયાદના આધારે પોલીસ હાલમાં લાપતા કોર્પોરેટર ને શોધી કાઢવા ટેકનિકલ તપાસ દ્વારા કાઉન્સિલરોના લોકેશનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ
  • June 25, 2026

Muzaffarnagar Bonded Labor: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી સામે આવેલી બંધુઆ મજૂરીની ઘટનાએ એક એવા કાળા સત્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જે ૨૧મી સદીના સભ્ય સમાજ માટે શરમજનક છે. તિતાવી પોલીસ…

Continue reading
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’
  • June 25, 2026

Passport Citizenship Controversy: ભારતનું પાસપોર્ટ ધારક હોવું એટલે કે તમે ગૌરવ સાથે કહી શકો કે તમે ભારતીય નાગરિક છો. પરંતુ, શું આ દસ્તાવેજ ખરેખર તમારી નાગરિકતાની કાયમી અને અંતિમ ગેરંટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 4 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 6 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 9 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 8 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 10 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 10 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની