
Amreli: અમરેલી જિલ્લાના રાજકારણમાં ભળભળાટ મચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા સામે એક પરિણીત યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
બગસરા ભાજપ પ્રમુખ અને ધારી ધારાસભ્યના પુત્ર સામે દુષ્કર્મ સહિત અનેક આક્ષેપ
ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા પીડિતા યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ મૂક્યો હતો. યુવતીનો દાવો છે કે તેને મોડેલિંગના ક્ષેત્રમાં કામની લાલચ આપીને ફસાવવામાં આવી હતી. તેના આરોપો અનુસાર, પ્રદીપ ભાખર અને આનંદ કાકડિયાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેના ફોટો તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ એમ પણ આક્ષેપ કર્યો છે કે તેને સ્મગલિંગ રેકેટમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પીડિતા યુવતીએ સોશિયલ મીડિયા પર પ્રદીપ ભાખરની કથિત ચેટ અને ફોટો-વિડીયો જાહેર કરીને ન્યાયની માગણી કરી છે. તેણે મીડિયાની મદદથી પોતાની વ્યથા લોકો સમક્ષ મૂકી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
વિડીયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે.આ ઘટનાએ ભાજપના સ્થાનિક નેતૃત્વને સવાલોના કટઘરે લાવી દીધું છે. અમરેલીના રાજકીય વાતાવરણમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને વિપક્ષી પક્ષો આ મામલે સરકાર પર દબાણ વધારી શકે છે. હજુ સુધી આરોપીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે.
પડીતાના પતિએ શું કહ્યું ?
પીડિતાના પતિએ વીડિયો જાહેર કરી કહ્યું કે, પ્રદિપ ભાખર મારા નાનપણના મિત્ર છે મારી પ્તની પત્ની જેલમાંથી બહાર આવ્યા બાદ તેના મમ્મી સાથે મળીને ષડયંત્ર રચી રહ્યા છે. પ્રદિપભાઈનો કોઈ વાંક ન હોવાનું પણ પીડિતાના પતિએ જણાવ્યું હતું.
પીડિતા તલાલા પોલીસ સ્ટેશને પહોંચી
પીડિતા ગઈ કાલે સાંજે તલાલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પીડિતાએ જણાવ્યું કે, બગસરા ભાજપ પ્રમુખ પ્રદિપ ભાખરે જ્યારે હુ અને મારા પતિ રિસોર્ટમાં જાહેરાત માટે આવ્યા હતા ત્યારે તેણે મને થમસઅપમાં કંઈક નાખીને પીવડાવી દીધું અને મને બેભાન કરીને તેને મારી પર દુષ્કર્મ કર્યું. મારા ફોટો બનાવી લીધા અને તેન મને કહ્યું કે, જો તુ તારા પતિને કે કોઈને કઈ કહીશ તો હું તારા ફોટા વાયરલ કરી દઈશ અને તારુ ઘર બરબાદ કરી દઈશ એટલા માટે હું ચુપ થઈ ગઈ. આમ તેને મને બ્લેકમેલ કરીને મને ચુપ કરવી દીધી. તે બાબતે મે ટપાલ મારફતે અરજી મોકલી હતી પરંતુ મને કોઈ જવાબ ન મળ્યો જેથી મારે અહીં આવવું પડ્યું. આ લોકોની આખી ગેંગ છે. તેમને મને ફસાવીને બે મહિના જેલમાં મોકલી લીધી.
પતિના વાયરલ વીડિયો મામલે શું કહ્યું?
વધુમાં પીડિતાના પતિનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતાની પત્ની પર સ્મગલિંગના આક્ષેપ કરે છે. આ મામલે પીડિતાએ કહ્યું કે, આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે તેમના પર પ્રેસર નાખીને તેમની પાસે વીડિયો બનાવવામાં આવ્યો છે.
વધુમાં પીડિતાએ એમ પણ કહ્યું કે, પ્રદિપે મારા જેવી અનેક છોકરીને ફસાવી છે. એટલા માટે પીડિતાએ આ મામલે ઉંડી તપાસની માંગણી કરી છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડની પુષ્ટિ થઈ નથી. આ મુદ્દો આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં વધુ ગરમાવો લાવી શકે છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી








