
દિલીપ પટેલ
અમદાવાદ, 9 જૂલાઈ 2025
Gambhira Bridge Collapsed: કેન્દ્રની માર્ગ તપાસ સંસ્થાએ આણંદના આંકલાવ તાલુકામાં ગંભીરા પુલને અત્યંત જોખમી ગણાવ્યો હતો. છતાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઈ પગલાં લીધા ન હતા. માર્ગ અને મકાન બાંધકામ વિભાગમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે. તેમની સીધી જવાબદારી છે કે ગંભીરા પુલની સાથે 281 પુલ જોખમી છે. ગંભીર બેદરકારીને કારણે આજે 9 લોકોએ જીવ ગુમાવી દેતાં પરિવારો પર આભ ફાટ્યું છે. હજુ મોતનો આંકડો વધી શકે છે. વિકાસના બણગાં ફૂકતી ભાજપ સરકારે બ્રિજના કામોમાં આળસ ન મરડતાં આ સ્થિતિનો ભોગવવાનો વારો નિર્દોષ લોકોને આવ્યો છે.
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.@CMOGuj @dgpgujarat @Bhupendrapbjp @sanghaviharsh @CollectorAnd pic.twitter.com/Xn1vIB9QEs
— Amit Chavda (@AmitChavdaINC) July 9, 2025
રસ્તા અને પુલ એ દેશની ગતિના પાયા છે. પાયા પર જ વિકાસની ગાડી દોડતી રહે છે. રસ્તા અને પુલ એ આમ આદમીને વિકાસની મંજિલ સુધી દોરી જનારા માધ્યમો છે. પણ ભ્રષ્ટાચારીઓ માટે કમાણીનો ધોરી માર્ગ છે.
ગુજરાત વસતીમાં 10માં ક્રમે અને ગીચતામાં 14માં ક્રમે છે. ભારતના કૂલ વિસ્તારના 6 ટકા ધરાવે છે. ત્યારે ગુજરાત વેપાર અને આવક ઉત્પાદન, કારખાનું સ્થાપવામાં દેશમાં સૌથી ટોચ પર હોવાનો સરકાર દાવો કરે છે. એન્યુએલ સરવે ઓફ ઈન્ડિયા (ASI)એ જાહેર કર્યું હતું કે, 2019-20ના વર્ષમાં દેશમાં ગુજરાતમાં કૂલ ઉત્પાદન 18.20 ટકા, સ્થાયી મૂડીમાં 20.60 ટકા અને ચોખ્ખી મૂલ્ય વૃદ્ધિ 18.74 ટકા હતું.
ગામને જોડી રાખતાં પુલ ઓછા છે. શહેરોમાં વાહન વ્યવહારની સમસ્યા અને સમયના કારણે પુલ વધારે છે. 8 મોટા શહેરોમાં 400 મોટા પુલ છે. એટલાં જ રેલવે પુલ છે. તેના જેટલાં જ ગરનાળાં છે. ગામ કરતાં શહેરોમાં પુલો અને માર્ગો માટે સૌથી વધારે રોકાણ થઈ રહ્યું છે. શહેરોના કિંમતી પુલ સૌથી ખરાબ હાલત જોવા મળે છે. સરકાર અને સ્થાનિક સરકારો સૌથી વધારે ખર્ચ શહેરોના માર્ગો અને પુલો પાછળ ખર્ચે છે.
2018
કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના પુલની અવદશા છે. 18 નવેમ્બર 2019માં સરકારે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 75 ટકા પુલ જર્જરિત હાલતમાં હતા. જેની કોઈ ખાતરી નથી કે તે ક્યારે તૂટી પડે. ક્યારે ધરાસય થાય. હવે 2023માં આવા પુલ તૂટવા લાગ્યા છે.
2018માં દેશના 17 રાજ્યોના 425 પુલનું નિરીક્ષણ કરાયું હતું. જેમાંથી લગભગ 281 પુલનું માળખું; ઢાંચો, વગેરેમાં ખામી જોવા મળી હતી. સૌથી વધુ ગુજરાતના આશરે 75% પુલ ખરાબ નીકળ્યા હતા. સમગ્ર દેશમાં સૌથી ખરાબ પુલ વાળા રાજ્યમાં ગુજરાત મોખરે છે.
દેશના 425 પુલની તપાસમાં 281નું માળખું; ઢાંચો ખરાબ છે, જેમાંથી 2535 થી 7 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યા હતા. ગુજરાતના સૌથી વધુ 75% પુલ ખામીયુક્ત હતા. બીજા નંબરે ઝારખંડ અને ત્રીજા નંબરે પંજાબ હતું. મોટાભાગના પુલ તાજેતરના વર્ષોમાં બાંધવામાં આવ્યા હતા. સીઆરઆરઆઈએ કહ્યું હતું કે નવા પુલની આ હાલત બાંધ કામમાં બેદરકારીના કારણે થઈ હતી. જો તાત્કાલિક સમારકામ કરવામાં ન આવે તો મોટાભાગના પુલ 10 થી 12 વર્ષમાં તૂટી પડશે.
75 ટકા નબળાં પુલે નવી ચિંતા જન્માવી છે. દેશના વિકાસનો આધાર માર્ગો અને પુલ હોય છે. તેની અવદશા છે ત્યારે વિકાસ વિનાશ બની રહ્યો છે.તેના માટે ઠેકેદાર કરતાં સરકાર વધારે જવાબદાર છે. ભ્રષ્ટાચાર થયો હોય તો જ કામ નબળું થાય અને તો જ તેને મંજૂર કરીને નાણાં આપી દેવામાં આવે.
બગડેલા પુલ ક્યારે તૂટે તેનો કોઈ સમય નક્કી નથી. નદી પર પુલ બંધાઈ રહ્યા છે.
મહિનાઓની અંદર ઘણાં પુલ તૂટી જાય છે. સરકાર કામનું બોર્ડ તો મારે છે કે આટલા કરોડના ખર્ચે આ બન્યું પરંતુ તેઓ એ નથી કહેતા કે આટલા વર્ષો સુધી કઈ પણ થયા વગર આ પુલ અથવા તો રસ્તો ઠીક રહેશે.
આયુષ્ય 100 વર્ષ
NHAI, રાજ્ય NH, PWD અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 281 જર્જરિત પુલમાંથી 253 માત્ર 5 થી 7 વર્ષ જૂના છે. બાકીના 20 વર્ષ સુધીના છે. CRRI અનુસાર, સામાન્ય પુલનું આયુષ્ય 100 વર્ષ છે. ખરાબ પુલ સામગ્રી, ડિઝાઇન સારી ન હતી. નબળા સામાનના કારણે પુલનો નીચેનો ભાગ પહોળો બની ગયો હતો. કોંક્રીટ ક્ષીણ થવા લાગ્યું હતું. પુલના તળિયે ખાડાઓ હતા. પુલના પ્રારંભિક અને અંતિમ ભાગોમાં તિરાડો હતી. થાંભલા પણ નિયત ધોરણ કરતા નબળાં હતા. અનેક પુલના સાંધા ખુલવા લાગ્યા હતા.
રાજ્ય પુલની સંખ્યા
ગુજરાત 250
ઝારખંડ 50
પંજાબ 40
દિલ્હી 33
મધ્ય પ્રદેશ 07
રાજસ્થાન 06
બંગાળ, યુપી, ઓડિશા, બિહાર, કેરળ, ત્રિપુરા, આસામ, હિમાચલ, તમિલનાડુ, ઉત્તરાખંડમાં કુલ 33 પુલનું નિરીક્ષણ 4 વર્ષ પહેલા કહ્યું હતું. ત્યાર પછી 2023 સુધીમાં ઘણાં પુલ તૂટી ગયા હતા. સરકાર વડી અદાલતમાં અહેવાલ આપ્યો છે તેથી આ અહેવાલ વિપરીત સ્થિતી બતાવે છે.
ખાતરીનું પાલન નહીં
ઘણી સરકારી એજન્સીઓના પુલ હોય છે. એટલા માટે રાજ્યોને પૂછીને અને તેમની સાથે કામ કરીને તેમને સુધારવાનું નક્કી કરાયું હતું. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્ય પ્રધાન વીકે સિંહ કહ્યું હતું તેનું શું થયું. સરકારના આંકડા સાબિત કરે છે, ગુજરાતના 75%થી પણ વધારે પુલ જોખમી હતા, જે માત્ર એક વર્ષ પહેલા જ નિર્માણ થયેલા છે. તે એકજ વર્ષ ના અંતે ખખડી ગયાં હતા.
સીઆરઆરઆઈ અનુસાર સામાન્ય પુલનું આયુષ્ય 100 વર્ષ હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, 281માંથી 253પુલ ફક્ત 5થી 7 વર્ષ જ જૂનાં છે. છતાં એ પુલ નજીકના ભવિષ્યમાં જ ધરાશયી થઈ જવાની તૈયારી હતા. આંકડા આખા દેશ સમક્ષ જાહેર કરાયા ત્યારે ગુજરાત સૌથી પહેલા સ્થાને હોય તે ઘણી શરમજનક વાત હતી.
ખરાબ મટીરિયલને કારણે અનેક પુલના નીચેના તળિયાંનો ભાગ ખખડી ગયા હતા. કોક્રીટ પણ ખરવા લાગ્યું હતું. પુલમાં નીચે તરફ કાણાં પડી રહ્યાં હતા. પુલની શરૂઆતમાં અને છેડા પર તિરાડો પડી રહી હતી. થાંભલા કે પીલર્સ નક્કી માપદંડ કરતા નબળાં થઈ ગયા હતા. અનેક પુલના સાંધા ખૂલવા લાગ્યા હતા. 15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
1200 માર્ગો ખરાબ
23 ઓગસ્ટ 2022માં સરકારે જાહેર કર્યું હતું કે, વરસાદને કારણે 1225 રસ્તાને નુકસાન થયું છે. જેમાં 650 રાજ્ય, 175 રાષ્ટ્રીય ધોરીમાર્ગના સ્થાનો છે. 400 માર્ગ પંચાયત હસ્તકના અન્ય માર્ગ હતા. ઓગસ્ટ 7થી 20 સુધીના 13 દિવસમાં અકસ્માતના 5 હજાર 414 બનાવો નોંધાયા હતા. રોજના 415 અકસ્માતો થાય છે.
એસ. પી. સિંગલા કંપની
હરિયાણાની ઠેકેદાર પાર્ટી એસ.પી. સિંગલા કંન્સ્ટ્રક્શન કંપની બિહારમાં ભાગલપુર નજીક નદી પર અગુવાની સુલતાનગંજ ગંગા પુલ પુલ બે વર્ષમાં બે વખત તૂટી પડ્યો હતો. રૂ.1,716 કરોડનો આ યોજના બે વર્ષથી વિવાદમાં છે.
નર્મદા
નર્મદા નદી પર ડભોઇ-સિનોર-માલસર-એસ માર્ગ, નર્મદા નદી પુલ પણ બનાવે છે. રૂ. 165 કરોડની કિંમતે કામ આપ્યું છે. પુલની લંબાઈ 900મીટર, પહોળાઈ 15.65 મીટર, કેરેજવે 11 મીટર, એપ્રોચ માર્ગ છે. મહી નદી પર આ કંપની પુલ બનાવે છે.
SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લાં 27 વર્ષથી મોટા ભાગે બાંધકામ વ્યવસાયમાં છે. જેના વર્તમાન બોર્ડના સભ્યો અને ડિરેક્ટર્સ સત પૌલ સિંગલા, પ્રેમ લતા, દીપક સિંગલા, રોહિત સિંગલા અને નિકિતા ગાંધી છે. દિલ્હીમાં નોંધણી કચેરી અને હરિયાણામાં કોર્પોરેટ ઓફિસ છે. અનલિસ્ટેડ ખાનગી કંપની છે.
કંપની દ્વારા 8 પુલ બિહારના છે. જમ્મુ-કાશ્મીર 2, અરુણાચલ પ્રદેશ 1, ઓડિશાના 6, પંજાબ 3 , હિમાચલ પ્રદેશ 1 , પશ્ચિમ બંગાળ 2 , યુપી 1 , મહારાષ્ટ્ર 1, ગુજરાતમાં 2 પુલ બનાવે છે કાં બની બયા છે. હાલ 8 પુલ બની રહ્યાં છે.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું ઈનોવેશન, ડ્રોન પર લગાવવામાં આવેલા ડિવાઈસથી પુલોની મજબૂતાઈ તપાસવામાં સરળતા રહેશે. સ્ટીલ બનાવતાં કારખાનાના કચરામાંથી રોડ બનાવવા જોઈએ.
અમદાવાદનો વિશાલા બ્રિજ
ચિંતાજનક સ્થિતિઅમદાવાદના વિશાલાથી નારોલ વચ્ચે આવેલો શાસ્ત્રી બ્રિજ, જેને સ્થાનિક રીતે વિશાલા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, તેનું દિવ્ય ભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આ તપાસમાં બ્રિજની રેલિંગ પર લોખંડના સળિયા બહાર દેખાયા હતા, જ્યારે નીચેના ભાગમાં અનેક તિરાડો જોવા મળી હતી. આ બ્રિજ શહેરના મુખ્ય માર્ગોમાંનો એક છે, જેના પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આવી સ્થિતિમાં આ બ્રિજની મરામત અને નિરીક્ષણની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ છે.
ગોધરાનો સાતપુલ બ્રિજ: દુર્દશાનું ઉદાહરણ
ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી પર આવેલો સાતપુલ વિસ્તારનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજની રેલિંગ અને અન્ય ભાગોમાં લોખંડના સળિયા બહાર દેખાય છે, અને અનેક સ્થળોએ તિરાડો જોવા મળે છે. આ બ્રિજ વેજલપુર રોડ પર આવેલો હોવાથી, તેના પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે, અને તેઓએ તંત્રને વહેલી તકે બ્રિજની મરામતની માગ કરી છે. સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે, “આવી દુર્ઘટના ગંભીરા બ્રિજ જેવી અહીં પણ ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.”
કડીનો બોરીસણા-રંગપુરડા બ્રિજ
કડી તાલુકામાં નર્મદા કેનાલ પર આવેલો બોરીસણા-રંગપુરડા બ્રિજ પણ ચિંતાજનક સ્થિતિમાં છે. 30 વર્ષ પહેલાં નર્મદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજના નીચેના ભાગમાં લોખંડના સળિયા દેખાય છે, અને એક તરફનો ભાગ બેસી ગયો છે. બ્રિજની દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે. આ બ્રિજ કડીથી સાણંદ જતા હાઈવે પર આવેલો છે, જેના પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. સ્થાનિક રહેવાસી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું, “અમે અનેક વખત રજૂઆત કરી, પરંતુ નર્મદા કે માર્ગ અને મકાન વિભાગે કોઈ ધ્યાન આપ્યું નથી. ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અહીં ન થાય તે માટે તાત્કાલિક તપાસ જરૂરી છે.”
ઉનાનો મછુન્દ્રી નદીનો બ્રિજ: 60 વર્ષ જૂનું જોખમ
ઉના શહેરમાં મછુન્દ્રી નદી પર 1950-60ના દાયકામાં બનેલો 140 મીટર લાંબો બ્રિજ પણ જોખમી સ્થિતિમાં છે. આ બ્રિજ ભાવનગર-અમદાવાદના મુખ્ય માર્ગ પર આવેલો છે, અને તેના પરથી દરરોજ હજારો વાહનો, સ્કૂલ બસો, રિક્ષા અને એસ.ટી. બસો પસાર થાય છે. બ્રિજની રેલિંગમાં તિરાડો અને લોખંડના સળિયા બહાર દેખાય છે, જ્યારે નીચેના ભાગે પ્લાસ્ટરનો અભાવ છે. સ્થાનિક લોકો અને આગેવાનોએ અનેક રજૂઆતો કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. આ બ્રિજની સ્થિતિ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું જોખમ ઉભું કરે છે.
ગુજરાત-રાજસ્થાન સરહદે ગબ્બરવાળી બ્રિજ: વેપારની ધોરીમાં ખતરો
ગુજરાત-રાજસ્થાન સરહદે છાપરી નદી પર આવેલો ગબ્બરવાળી બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પરથી દરરોજ લક્ઝરી બસો, માર્બલ ભરેલા ટ્રકો અને એસ.ટી. બસો સહિત હજારો વાહનો પસાર થાય છે. બ્રિજના નીચેના ભાગમાં ઝાડ ઉગી નીકળ્યા છે, અને કેટલાક ભાગોમાં તૂટફૂટ જોવા મળે છે. ચોમાસામાં નદીનો પ્રવાહ વધે ત્યારે આ બ્રિજની મજબૂતાઈ અંગે ચિંતા વધે છે. સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક તપાસ અને મરામતની માગ કરી છે.
સાબરકાંઠા-મહેસાણાનો સાબરમતી બ્રિજ: સાંકડો અને જોખમી
સાબરકાંઠા-મહેસાણા સરહદે સાબરમતી નદી પર આવેલો 65 વર્ષ જૂનો બ્રિજ પણ જર્જરિત છે. 250 મીટર લાંબો આ બ્રિજ એટલો સાંકડો છે કે બે ભારે વાહનો એકસાથે પસાર થાય ત્યારે દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલી પડે છે. બ્રિજની બંને બાજુની પેરાપેટ તૂટેલી છે, અને તેની મજબૂતાઈ અંગે પ્રશ્નો ઉભા થયા છે.
રાજકોટનો 110 વર્ષ જૂનો બ્રિજ: રાજાશાહીનું જોખમ
રાજકોટ નજીક નવાગામ-આણંદપરને જોડતો 110 વર્ષ જૂનો બ્રિજ રાજાશાહીના સમયનો છે અને અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બ્રિજના બેલા દેખાવા માંડ્યા છે, અને વરસાદની ઋતુમાં નદીમાં પાણી આવે ત્યારે બ્રિજ હલવા માંડે છે. આના કારણે અવરજવર બંધ કરવી પડે છે, જેનાથી ગ્રામજનોને 2થી 4 કલાકની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો નવા બ્રિજની માગ કરી રહ્યા છે.
નવસારીમાં 70 બ્રિજની તપાસ શરૂ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જર્જરિત બ્રિજોની તપાસના આદેશ આપ્યા છે. નવસારી જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગો પર આવેલા 70 બ્રિજની તપાસ માટે છ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો બ્રિજની સ્ટેબિલિટી, વાઇબ્રેશન, રેલિંગની સ્થિતિ અને એપ્રોચ રોડના ધોવાણની ચકાસણી કરશે. આ તપાસનો વિગતવાર રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર