
Anjana Om Kashyap posts viral: અભિનેતા ધર્મેન્દ્રના ખોટા સમાચાર શેર કર્યા બાદ, ‘આજ તક’ના પત્રકાર અંજના ઓમ કશ્યપ સોશિયલ મીડિયા યુઝર્સના ગુસ્સાનો ભોગ બન્યા છે.પ્રતિક્રિયા રૂપે, લોકો મજાકમાં અંજના ઓમ કશ્યપના નિધન થયાની પાયાવિહોણી પોસ્ટ્સ ટ્વીટર (X) પર ટ્રેન્ડ કરી રહ્યા છે. જોકે, અંજના ઓમ કશ્યપ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રની મૃત્યુની ખોટી ખબરો તાજેતરમાં સોશિયલ મીડિયા અને મુખ્યધારાના મીડિયામાં ફેલાઈ, જેમાં આજતક ન્યૂઝ ચેનલ અને તેની પ્રખ્યાત એન્કર અંજના ઓમ કશ્યપનું નામ પણ સામે આવ્યું છે. 11 નવેમ્બરના રોજ આજતક ચેનલ પર અંજના ઓમ કશ્યપે ધર્મેન્દ્રના મૃત્યુની અફવા વાંચી, જે સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ. આ ઘટનાએ ધર્મેન્દ્રના લાખો ફેન્સમાં ભારે રોષ ફેલાવ્યો છે અને પરિવારે તીવ્ર નિંદા કરી છે. ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અંજના ઓમ કશ્યપના ફોટો પર હાર લગાવેલો છે અને તેમાં કહેવામાં આવ્યુ્ છે કે, ગોદી મીડિયાની કઠપૂતળી અંજના ઓમ કશ્યપ હવે આપણી વચ્ચે નથી. હવેથી ખોટા સમાચાર કોણ લાવશે?
सुबह सुबह दुखद खबर 🚨😭
गोदी मीडिया की पत्तलकार अंजना ओम कश्यप अब हम लोगों के बीच नहीं रही.
अब आज के बाद हम लोगों तक झूठी खबरें कौन पहुंचाएगा!! pic.twitter.com/9SDQL7fowc
— AYODHYA WALE ❣️ (@WaleAyodhy70737) November 13, 2025
89 વર્ષીય ધર્મેન્દ્ર હાલમાં તંદુરસ્ત છે. તેમની પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલે તાત્કાલિક સોશિયલ મીડિયા પર આ ખોટી ખબરોને નકારી કાઢી હતી. હેમા માલિનીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, “ધર્મેન્દ્ર જી સુખી અને તંદુરસ્ત છે. આવી ખોટી અફવાઓ ફેલાવવી અત્યંત અનૈતિક છે.” ઈશા દેઓલે પણ કહ્યું કે, “મારા પિતા સારી રીતે પુનઃપ્રાપ્ત થઈ રહ્યા છે અને આ મીડિયા વાલાઓને શરમ આવવી જોઈએ.”
આજતક ચેનલ અને અંજના ઓમ કશ્યપને સોશિયલ મીડિયા પર તીવ્ર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ટ્વિટર (એક્સ) અને ઈન્સ્ટાગ્રામ પર હજારો યુઝર્સે #FakeNewsOnAajTak અને #DharmendraAlive જેવા હેશટેગ્સ સાથે તેમની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું, “જવાબદાર મીડિયા હોવું જોઈએ, ખોટી ખબરો ફેલાવીને લોકોના ભાવનાઓ સાથે રમતો કરો છો.” બીજા યુઝર્સે તુલસીદાસના દોહા “પ્રેમ કે નિહોરી નાહિં”નો ઉલ્લેખ કરીને મીડિયાની નિંદા કરી. આ ઘટના ફેક ન્યૂઝ સામે સોશિયલ મીડિયાના વળતા પ્રહારને દર્શાવે છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો







