Aravalli: દલિત યુવકનું શંકાસ્પદ મોત, 9 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ

Aravalli News: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સવાપુર ગામમાં પાણી ભરવાના વિવાદે ગંભીર સ્વરૂપ લીધું છે. 29 વર્ષીય દલિત યુવક હર્ષદભાઈ મીઠાભાઈ ચમારનું શંકાસ્પદ મોત થયું છે, અને તેમનો મૃતદેહ 1 જૂન, 2025ના રોજ સવારે 11 વાગ્યે વાત્રક નદીના કિનારેથી, જૂના ગોપીઠપુર ગામની સીમમાં મળી આવ્યો. મૃતકની પત્ની મધુબેન હર્ષદભાઈ ચમાર, જે સવાપુરમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે, તેમણે એક જ પરિવારના 9 સભ્યો વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણ અને જાતિવિષયક ભેદભાવ (એટ્રોસિટી)ની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

 મધુબેન જણાવ્યું કે તેઓ 20 વર્ષથી સવાપુર ગામમાં રહે છે. તેમના પતિ હર્ષદભાઈ (ઉં.વ. 39) ખેતીકામ દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને બે દીકરા છે. 25 મે, 2025ના રોજ સાંજે 4 વાગ્યે હર્ષદભાઈ બાઇક લઈને ઘરેથી નીકળ્યા અને ત્યારબાદ ગુમ થયા. 1 જૂન, 2025ના રોજ મળેલા મૃતદેહને મધુબેનના જેઠ જગદીશભાઈ, બનેવી અમરતભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ હર્ષદભાઈ તરીકે ઓળખી બતાવ્યો.

વિવાદની શરૂઆત 10 ફેબ્રુઆરી, 2025ના રોજ થઈ, જ્યારે મધુબેન મોડાસાથી ટ્રેનિંગ પૂરી કરી સાંજે ઘરે પરત ફર્યા. ઘરમાં પીવાનું પાણી ન હોવાથી તેઓ અંદરભાઈ મકવાણાના ઘર આગળ પંચાયતના બોરમાં પાણી ભરવા ગયા. ત્યારે અંદરભાઈ અને તેમના પરિવારે મધુબેનને અપશબ્દો બોલી, પાણી ભરવાની મનાઈ કરી. આ ઘટના બાદ અંદરભાઈ, મંગુબેન અને પવન અંદરભાઈ મકવાણા સહિતના લોકોએ મધુબેન અને હર્ષદભાઈને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી, માનસિક ત્રાસ આપ્યો. હર્ષદભાઈને પાણીની તકલીફ અંગે વાત કરવા જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ મળી, જેનું રેકોર્ડિંગ મધુબેનના ફોનમાં છે.

21 મે, 2025ના રોજ હર્ષદભાઈ અને તેમના સસરા પાણીના મુદ્દે વાત કરવા અંદરભાઈ મકવાણાના ઘરે ગયા. ત્યારે નવ આરોપીઓ હાજર હતા. તેઓ ઉશ્કેરાઈ ગયા અને બોલ્યા, “અહીંયા મારા ઘરે તમારે આવવું નહીં, તારા દીકરાને અહીંયા રહેવું નહીં અને પાણી અહીંયા ભરવા આવતા જ નહીં.” આરોપીઓએ જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી, 22-23 મે, 2025ના રોજ લગ્ન પૂરા થાય પછી “તને મારી નાખવાનો છે” એવી ધમકી આપી અને બે દિવસમાં ભાગી જવા કહ્યું. વધુમાં, આરોપીઓએ હર્ષદભાઈ પર તેમની દીકરી સાથે આડા સંબંધનો વ્હેમ રાખી, 24 મે, 2025થી “નગ્ન કરી ગામમાં ઇજ્જત કાઢી જીવતો સળગાવી દેવાની” ધમકી આપી હતી.

આ ધમકીઓથી ડરી 25 મે, 2025ના રોજ સાંજે 4 વાગ્યે હર્ષદભાઈ ઘરેથી નીકળી ગયા હતા. મધુબેનની ફરિયાદ મુજબ, આરોપીઓએ સામાન્ય ઈરાદા સાથે હર્ષદભાઈને અવારનવાર હેરાન કર્યા, જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. આ ધમકીઓને કારણે હર્ષદભાઈએ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. મધુબેને નવ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માગ કરી છે. માલપુર પોલીસે દુષ્પ્રેરણ અને એટ્રોસિટીનો ગુનો નોંધી, તપાસ શરૂ કરી છે.

આરોપીઓના નામ:

અંદરભાઈ ચેહરાભાઈ મકવાણા

મંગુબેન અંદરભાઈ ચેહરાભાઈ મકવાણા

પવન અંદરભાઈ મકવાણા (ત્રણેય રહે. સવાપુર, તા. માલપુર)

શંકરભાઈ ચેહરાભાઈ મકવાણા (રહે. બોરના મુવાડા, તા. માલપુર)

લાલાભાઈ ફતાભાઈ મકવાણા

રાયમલભાઈ શંકરભાઈ મકવાણા

શંકરભાઈના જમાઈ – ગુલાબભાઈ

શંકરભાઈના જમાઈ – નરેશભાઈ (બંને રહે. વાકાનેડા, તા. માલપુર)

અંદરભાઈના જમાઈ – મિનેશભાઈ (રહે. મોતીપુરા, તા. ધનસુરા)

આ પણ વાંચો:

17 વર્ષિય TikTok સ્ટારની ગોળી મારી હત્યા, યુવક સાથે યુવતીની થઈ હતી આ વાત?

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

Related Posts

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 8 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 15 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 10 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો