AI Effect: લાખ્ખો રૂપિયા ખર્ચીને મેળવેલી ડીગ્રી AI સામે ફેઈલ થઈ જશે? હજ્જારો નોકરીઓ જોખમમાં! જાણો, વાસ્તવિકતા શુ છે?

  • India
  • February 23, 2026
  • 0 Comments

AI Effect: નવા જમાનામાં હવે AI ના આગમનને લઈ માનવ નોકરીઓ સામે ખતરો ઉભો થયો છે અને તેની અસરો હવે વ્યાપક બની રહી છે, એઆઈની અસર હેઠળ વર્ષ 2025માં વૈશ્વિક ધોરણે 55000થી વધુ કર્મચારીઓને નોકરીથી હાથ ધોવા પડ્યા છે અને તેમાં એમેઝોન, માઈક્રોસોફ્ટ, યુપીએસ, પિન્ટરેસ્ટ, આઈબીએમ, મેટા, ઈન્ટેલ જેવી કંપનીઓએ મોટાપાયે કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી દીધા છે. ત્યારે હવે ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસએ પણ AI અપનાવી 1000 જેટલા કર્મચારીઓને છુટા કરી દીધા છે. કંપનીના કો-ફાઉન્ડર સૌરભ જૈનને પણ ઘરભેગા કરી દેવાયા છે કારણ કે હવે કંપનીને તેમની જરૂર નથી.

મહત્વનું છે કે લિવસ્પેસમાં છેલ્લા છ મહિનાથી તબક્કાવાર રીતે કર્મચારીઓને છુટા કરવામાં આવી રહયા હતા,જેમાં, ડિઝાઇન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના અનેક વિભાગોમાં AI કાર્યરત કરી દેવાતા અને તેના સકારાત્મક પરિણામો મળતા કર્મચારીઓની જરૂર રહી નથી,નોંધનીય છે કે લિવસ્પેસમાં AIની એન્ટ્રી પહેલા લગભગ 8000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.

કંપનીના જણાવ્યા મુજબ કંપનીમાં કર્મચારીઓ ઘટાડવાનું મુખ્ય કારણ ખર્ચ ઘટાડા માટે નહીં પરંતુ કંપનીના લાંબા ગાળાના વિકાસ અને કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યું છે. લિવસ્પેસમાં અનેક કામ ઓટોમેશન અને એઆઈ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરિણામે માણસોની જરૂર નથી મશીન બધુજ મેનેજ કરે છે તેથી પગાર આપવાનો રહેતો નથી અને મોટો ખર્ચ બચી જાય છે.

એઆઈના ઉપયોગથી કંપનીમાં ડિઝાઈન આધારિત ૩-ડી વિઝયુલાઈઝેશનનો સમય બચી રહ્યો છે, સેલ્સમાં વોઈસ બોટની સાથે ઓટોમેટેડ લીડ મેનેજમેન્ટનો ઉપયોગ, ઓપરેશન્સમાં પ્રોજેક્ટ ટ્રેકિંગ અને સપ્લાય ચેઇન માટે પ્રિડિક્ટિવ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીનું કહેવું છે કે નવા મોડલથી ગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ મળે છે.

લિવસ્પેસમાં વર્કરોની છટણી વચ્ચે તેના નાણાકીય પરિણામોએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2025ના નાણાકીય વર્ષમાં કંપનીની આવક રૂપિયા 1460 કરોડ હતી જે એઆઈ લગાવ્યા બાદ આવકમાં વધારો થયો છે.

જાણકારોના મતે, લિવસ્પેસનો નિર્ણય વૈશ્વિક સ્તરે વધી રહેલા ટ્રેન્ડનો એક ભાગ છે. જેમાં, કંપનીઓ કાર્યક્ષમતા વધારવા માટે એઆઈ અને ઓટોમેશનનો ઉપયોગ કરી રહી છે પરિણામે તેનું બીજું પાસું એ પણ છે કે ટેલેન્ટ હોવાછતાં યુવાનો મોટાપાયે નોકરી ગુમાવી રહયા છે અને લાખ્ખો રૂપિયા ખર્ચીને મેળવેલું શિક્ષણ હવે બદલાયેલા યુગમાં ‘જીરો’ સાબિત થઈ રહ્યું છે જો તમામ ક્ષેત્રે AI આવી જશે તો મોટા પાયે રોજગારીનું સંકટ ઉભું થશે અને ખૂબજ મોંઘા થઈ ગયેલા ખર્ચાળ શિક્ષણ અને ડીગ્રી માત્ર ફાઈલોમાં રહી જશે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mumbai: મહારાષ્ટ્રમાં ટેક્સી-રીક્ષા ચાલકોએ મરાઠીમાંજ વાત કરવાનો ‘ફતવો’ જાહેર!
  • April 9, 2026

Mumbai: આપણો દેશ વિવિધ પ્રાદેશિક ભાષાઓ,પહેરવેશ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિથી ભરેલો છે પણ ક્યાંય સાંભળવામાં આવ્યુ નથી કે જે તે પ્રદેશની ભાષા બોલવા ફરજ પાડી શકાય,પણ મહારાષ્ટ્ર માં આ વાત…

Continue reading
Election: આસામ, કેરળ અને પુડુચેરીમાં કુલ 296 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ
  • April 9, 2026

Election: દેશમાં આજે એટલે કે તા. 9 એપ્રિલ, 2026 ના રોજ દેશના બે રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 296 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે આજે સવારે 7 વાગ્યાથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Social media: મોદી સરકારની ટીકા થતાં ગુજરાતમાં બે મહિનામાં જ 6 હજાર એકાઉન્ટ બંધ!!?

  • April 10, 2026
  • 3 views
Social media: મોદી સરકારની ટીકા થતાં ગુજરાતમાં બે મહિનામાં જ 6 હજાર એકાઉન્ટ બંધ!!?

Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!

  • April 10, 2026
  • 4 views
Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!

RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા

  • April 10, 2026
  • 11 views
RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા

ECI: બંગાળમાં ચુંટણીઓ પહેલા સિનિયર IAS અને CEC બાખડી પડ્યા! ખરેખર મામલો શુ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • April 10, 2026
  • 13 views
ECI: બંગાળમાં ચુંટણીઓ પહેલા સિનિયર IAS અને CEC બાખડી પડ્યા! ખરેખર મામલો શુ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Ceasefire Violation: ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો! ટ્રમ્પની વિનાશક હુમલાની ફરી ધમકી! આજની શાંતિ મંત્રણામાં શુ થશે? વાંચો

  • April 10, 2026
  • 19 views
Ceasefire Violation: ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો! ટ્રમ્પની વિનાશક હુમલાની ફરી ધમકી! આજની શાંતિ મંત્રણામાં શુ થશે? વાંચો

Dirty politics: દેશની આત્મનિર્ભરતા તેલ લેવા ગઈ! સરકાર પાડી દેવાના ખેલમાં આપણા નેતાઓ આત્મનિર્ભર જરૂર બની ગયા છે!

  • April 9, 2026
  • 11 views
Dirty politics: દેશની આત્મનિર્ભરતા તેલ લેવા ગઈ! સરકાર પાડી દેવાના ખેલમાં આપણા નેતાઓ આત્મનિર્ભર જરૂર બની ગયા છે!