
- PM મોદીએ પ્રજાને મુરખ બનાવવા માટે નવો જુમલો ફેંક્યો!
- જીવનજરૂરીયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં કોઈ જ ઘટાડો થયો નથી.
- અંધભક્તો અને મોદીયા ગેંગને સહારે મોંઘવારીથી પિડાતી પ્રજાને ડામ આપવાનો ખેલ.
GST Bachat Utsav | દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને દરેક ચીજ વસ્તુઓ મોંઘી થતાં જનતા પરેશાન છે તેવો આક્ષેપ કરી આ મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસે એક ન્યૂઝ ચેનલમાં GST મુક્તિ બાદ પણ ભાવ ઘટાડો નહિ થયો હોવાના જનતાના રીવ્યુ સાથેના અહેવાલો X ઉપર પોસ્ટ કરી જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી દેશમાં “બચત ઉત્સવ” યોજવાનો ઢોંગ કરી રહ્યા છે કારણ કે લોકોને GST મુક્તિથી કોઈ રાહત મળી નથી.
હકીકતમાં રોજિંદા વસ્તુઓ વધુ મોંઘી થઈ ગઈ છે અને વધતી જતી મોંઘવારીથી લોકો વધુને વધુ પરેશાન થઈ રહ્યા છે વાસ્તવિકતા એ છે કે આ એક “ચંપત ઉત્સવ” છે. અથવા તો નરેન્દ્ર દામોદરદાસ મોદીના નવા એક જુમલાનો ઉત્સવ છે એવું કહેવામાં કંઈ જ ખોટું ગણાશે નહીં.
नरेंद्र मोदी देश में ‘बचत उत्सव’ के नाम पर ढोंग कर रहे हैं।
लेकिन 👇
• लोगों को GST छूट से कोई राहत नहीं मिली है
• रोजमर्रा के सामान पहले से और महंगे हो गए हैं
• लोग बढ़ती महंगाई से लगातार परेशान हैंअसलियत ये है कि यह ‘चपत उत्सव’ है। pic.twitter.com/lsZcVcZzG4
— Congress (@INCIndia) October 1, 2025
જોકે,દુકાનો અને ઓનલાઈન સ્ટોર્સ સામે ગ્રાહકોમાં ફરિયાદો ઉઠી છે કે GST દરમાં થયેલા ઘટાડા બાદ પણ જુના ભાવો યથાવત છે જેથી લોકોમાં માંગ ઉઠવા પામી છે કે જે પ્રકારે સરકાર દ્વારા રાહતની જાહેરાત કરવામાં આવી છે મુજબ તેનો અમલ કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવાનીજરૂર છે.
જોકે, ફરિયાદો ઉઠતા આખરે સરકારે ચેતવણી આપી છે કે જો કોઈપણ વેપારી દ્વારા ગ્રાહકો પાસેથી વધુ પડતો ચાર્જ વસૂલવામાં આવશે તો તેઓ સામે પગલાં ભરવામાં આવશે.
ગ્રાહકોને આવા વેપારીઓ સમર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. આ માટે વોટ્સએપ નંબર અને ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.
■ જાણો ફરિયાદ કેવી રીતે કરવી ?
ટોલ-ફ્રી નંબર: 1915
વોટ્સએપ નંબર: 8800001915
આપને જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર કૉલ કરીને અથવા WhatsApp સંદેશ મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે.
સરકારે ચાર સ્લેબને બે (5% અને 18%) સાથે બદલીને GST દરોને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. આ સુધારાઓએ 99% દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવ ઘટાડ્યા છે. સરકારે જણાવ્યું છે કે તે ભાવ પર સતત દેખરેખ રાખી રહી છે, અને ઘણી કંપનીઓએ ગ્રાહકોને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.
સરકારે એ પણ પુનરોચ્ચાર કર્યો છે કે GST સુધારાનો ખરો હેતુ ગ્રાહકોને રાહત આપવાનો છે, વેપારીઓનો નફો વધારવાનો નથી. તેથી, જો GST ઘટાડા છતાં કોઈપણ વેપારી કે પ્લેટફોર્મ જૂના ભાવ વસૂલવાનું ચાલુ રાખશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમને GST ઘટાડાનો લાભ મળી રહ્યો નથી તો ગ્રાહક તરીકે ફરિયાદ કરવાનો તમારો અધિકાર છે.
આ પણ વાંચો:
UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








