
Banaskantha: ગુજરાત સરકાર ચારે કોરથી ઘરાઈ છે. કારણ કે દાદાના બુલડોઝરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. યાત્રાધામ દ્વારકા બાદ અંબાજીમાં પણ દબાણ હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીમાં યોજાયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવાના છે. ત્યારે કોઈ વિરોધ ન થાય માટે દાંતાના ધારાસભ્યને નજરકેદ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને આજે નિવાસસ્થાન અમીરગઢ તાલુકાના ઘાંઘુ ખાતે પોલીસે નજરકેદ કર્યા છે. અંબાજીમાં યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંભવિત વિરોધ પ્રદર્શનને ટાળવા માટે તેમને નજરકેદ કરાયા હોવાની માહિતી મળી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સવારથી જ ધારાસભ્યના નિવાસ સ્થાને તૈનાત કરાયા છે.
જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં ગત 29 જાન્યુઆરીએ રાત્રે રબારીવાસમાં બુલડોઝરી ફેરવી દઈ લોકોને ઘરવિહોણા કરી દીધા છે. 89 પરિવારોના ઘરોને તોડી પાડવામાં આવ્યા છે. સરકારે બાંહેધરી આપી છે કે આ લોકોને આવાસ યોજના હેઠળ ઘર આપવાાં આવશે. જો કે તમ છતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીને અંબાજીમાં કાર્યક્રમ યોજવો ભારે પડી શકે છે. કારણે લોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે.
ધારાસભ્ય અને પોલીસ વચ્ચે થઈ હતી બોલાચાલી
ગઈકાલે 89 પરિવારોને વળતર આપવાના મુદ્દે એસપી સાથે ધારાસભ્યની બોલાચાલી થઈ હતી. આજે મુખ્યમંત્રીના 51 શક્તિપીઠના કાર્યક્રમમાં કાંતિ ખરાડીને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય મુખ્યમંત્રીને કેટલાક મુદ્દે રજૂઆત કરવાના હતા. જો કે હવે નજરકેદ કરતાં શું થશે તે આવનારો સમય બતાવશે.