
1 જાન્યુઆરીથી બનસકાંઠામાંથી વાવ-થરાદ જીલ્લો અલગ કરાયો છે. ત્યારથી વિરોધ થઈ રહ્યો છે. દિયોદર તાલુકાના લોકોએ છેલ્લા 16 દિવસથી ધરણા પર બેઠાં હતા. ત્યારે આજે નવા પ્લાન સાથે તેમણે ધરણાં સમેટી લીધા છે. તેમની માગ છે કે ઓગડ જીલ્લો બનાવવામાં આવે અને તેનું વડું મથક દિયોદરને રાખવામાં આવે. જો કે 16 દિવસના ધરણા કર્યા છતાં દિયોદરના લોકોની વાત સરકારે સાંભળી નથી. દિયોદરનાં ભાજપનાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે પણ ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી હતી. તેમણે કેશાજી ચૌહાણે કહ્યું કે, મારા મત વિસ્તારના દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની સરકારને માગ છે. તેમણે કહ્યું કે હતુ કે ઓગડ જિલ્લા અંગે મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે.
ગામ લેવલથી થશે ધરણા
ત્યારે આજે દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા હાલ પૂરતા સમેટાયાં છે. નવી રણનીતિથી મજબૂતાઇ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગડ જિલ્લા સંકલન સમિતિએ નવા એક્શન પ્લાનની તૈયારી કરી છે. તે ફરી મેદાને ઉતરશે. તાલુકા મથકના બદલે હવે ગામ લેવલથી ધરણા કરાશે. ઓગડ જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરાશે.
દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણુંક કરવામાં આવશે.ગામ લેવલથી સ્થાનિકો સાથે નવી ટીમ તૈયાર કરશે. દિયોદર તાલુકાના 40થી વધુ ગામોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. દિયોદર તાલુકાના લોકોના નાણા અને સમય ન વેડફાઈ તે માટે ધરણા સમેટ્યા છે.
ઓગડ જિલ્લા સંકલન સમિતિની પ્રમુખ દર્શનભાઈ ઠક્કર શું કહ્યું?
આ પણ વાંચોઃ Saif Ali Khan Case: સૈફ પર હુમલો કરનાર શખ્સના 5 દિવસના રિમાન્ડ મંજૂર