Bengaluru Central Jail: જેલમાં ઉમેશ રેડ્ડી અને ISI આતંકવાદીઓ સહિત અનેક કેદીઓને VIP ટ્રીટમેન્ટ; વીડિયોએ મચાવ્યો હોબાળો

  • India
  • November 9, 2025
  • 0 Comments

Bengaluru Central Jail: બેંગલુરુની પરપ્પાના અગ્રાહારા સેન્ટ્રલ જેલ ફરી એકવાર તપાસના ઘેરામાં છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા છે જેમાં જેલની અંદર કુખ્યાત કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા અને ટેલિવિઝન જોતા દેખાય છે. આ વીડિયોને કારણે જેલ પ્રશાસનમાં રોષ ફેલાયો છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કુખ્યાત કેદીઓને જેલમાં જલસા

વાયરલ વીડિયોમાં ISIS ભરતી કરનાર જુહાદ હામિદ શકીલ મન્ના અને સીરીયલ રેપિસ્ટ અને કિલર ઉમેશ રેડ્ડી દેખાય છે. વીડિયોમાં ઉમેશ રેડ્ડી પોતાના સેલમાં આરામથી ટીવી જોતો જોવા મળે છે, જ્યારે શકીલ મન્ના મોબાઇલ ફોન પર વાત કરતો જોવા મળે છે. એવો આરોપ છે કે જેલમાં હોવા છતાં પણ મન્ના તેના સાથીદારો સાથે સંપર્કમાં હતો.

વીડિયો વાયરલ થતા તપાસ શરુ

આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યા તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમના દેખાવથી સુરક્ષામાં મોટી ખામી હોવાની શંકા ઉભી થઈ છે. જેલ પ્રશાસને કહ્યું છે કે વીડિયોની સત્યતા નક્કી કરવા અને સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. જેલના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “તપાસ પૂર્ણ થયા પછી, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

કુખ્યાત ગુનેગારે જેલમાં જન્મદિવસ ઉજવ્યો

આ પહેલી વાર નથી જ્યારે પરપ્પાના અગ્રહારા જેલમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા હોય. આ વર્ષે ઓક્ટોબરમાં, ગુમ્બાચી સેના નામના એક કુખ્યાત ગુનેગારનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે જેલની અંદર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. વીડિયોમાં, તે કેક કાપતો, સફરજનનો માળા પહેરતો અને અન્ય કેદીઓથી ઘેરાયેલો જોવા મળ્યો હતો જે ઉજવણી કરી રહ્યા હતા.

જેલમાં VIP ટ્રીટમેન્ટના  પહેલા પણ વાયરલ થયા છે વીડિયો

ગયા વર્ષે, આ જ જેલમાંથી બીજો એક વિવાદાસ્પદ ફોટો બહાર આવ્યો હતો, જેમાં રેણુકાસ્વામી હત્યા કેસમાં કેદ કન્નડ અભિનેતા દર્શન થુગુદીપાને “VIP ટ્રીટમેન્ટ” મળી રહી હતી. ફોટામાં તે ખુરશી પર બેઠો હતો, તેના હાથમાં સિગારેટ અને કોફીનો મગ હતો, અને તે અન્ય કેદીઓ સાથે વાત કરતો હતો.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ
  • November 10, 2026

Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મણિપુર હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યમાં વસ્તી ગણતરીની કામગીરી 30 એપ્રિલ 2027…

Continue reading
Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા
  • November 10, 2026

Siang Anti Dam Protest: અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 11,000 મેગાવોટની સિયાંગ અપર બહુહેતુક યોજના (SUMP) સામે સ્થાનિક લોકોનો વિરોધ વધી રહ્યો છે. આ વિરોધને સમર્થન આપતાં 544 વૈજ્ઞાનિકો, સંશોધકો, પર્યાવરણ અને સંરક્ષણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

  • November 10, 2026
  • 7 views
Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

  • November 10, 2026
  • 7 views
Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

  • November 10, 2026
  • 6 views
Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

  • November 10, 2026
  • 10 views
E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ

  • November 10, 2026
  • 10 views
Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ

UP Election 2027 BJP Strategy: 2024ની હાર પછી BJP સતર્ક, યોગી સહિત બંને નાયબ મુખ્યમંત્રીઓની ઉમેદવારી પર વિચાર

  • November 10, 2026
  • 10 views
UP Election 2027 BJP Strategy: 2024ની હાર પછી BJP સતર્ક, યોગી સહિત બંને નાયબ મુખ્યમંત્રીઓની ઉમેદવારી પર વિચાર