
Bhavnagar transgender suicide: ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આવેલી નાન વાવડી રોડ પર આવેલા રોયની વાડી ખાતે કિન્નરનો ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. 19 વર્ષીય કિન્નરે આપઘાત કરી લેતા મૃતદેહ તેની સાથે રહેલો અતુલ ચૌહાણ પેહલા ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતો. પરિવારજનોને જાણ કરતા પરિવાર ગારીયાધાર ખાતે આવી પહોંચ્યા હતા. મૃતદેહને પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં પીએમ કરવા લઈ જવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કિન્નરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જોકે પરિવારે હત્યા થઈ હોવાના આરોપ લગાવ્યા છે.
પરિવારને આપઘાતની વાત ગળે ઉતરતી નથી
ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આવેલી નાન વાવડી રોડ પર આવેલા રોયની વાડી ખાતે કિન્નરનો ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો #Bhavanagar #Gariyadhar #thegujaratreport pic.twitter.com/yKxbDTy5Fx
— The Gujarat Report (@TGujarat_Report) July 9, 2025
આ ઘટનામાં પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારો પુત્ર આપઘાત કરે જ નહીં, તેની હત્યા કરવામાં આવી છે. આ ઇન્કવેસ્ટ ફોર્મ પોલીસ લઈને સરકારી દવાખાને લઈ ગયા હતા. સ્થળ પર હાજર ડોક્ટરે પીએમ કરી નાખ્યાનો પરિવારજનો દ્વાર આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવાર સવાલ કર્યા છે અમારી મંજરી વગર પીએમ કેમ કરી નાખ્યું. જેથી પરિવારે પેનલ પીએમ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારમાં ઈન્કાર કરી દીધો છે.
ગારીયાધારના નાનીવાડી રોડ એક વાડીના 19 વર્ષીય કિન્નરનો આપઘાત કરેલો મૃતદેહ તેની સાથે રહેલા વ્યકિત અતુલ ચૌહાણ પેહલા ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો, પરંતુ ડોક્ટર દ્વારા તેણે મૃત જાહેર કર્યા હતો.
પોલીસ તપાસ શરૂઆ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આપઘાતનું કારણ શું હતું કે હત્યા થઈ છે તે બાબત હજુ અકબંધ છે. ગારીયાધાર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અતુલ ચૌહાણ સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે અને ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના પરિણામો બાદ આ કેસની દિશા સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.
શોકનો માહોલ
આ ઘટનાએ મૃતકના પરિવાર અને સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કિન્નર સમુદાય સાથે જોડાયેલા આ યુવકના મૃત્યુએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે, અને ઘણા લોકો આ કેસના સત્ય સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર
Ghaziabad: લગ્નનું વચન આપી શારીરિક શોષણ, અનેક છોકરીઓને ફસાવી, ક્રિકેટર યશ દયાલનાનો મોટો પર્દાફાશ
સંજય રાઉતનો નિશિકાંત દુબે પર વાર, કહ્યું તેમને કોણ ઓળખે છે? CM ફડણવીસને આડે હાથ લીધા | Sanjay Raut
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?