
Bhavanagar: ભાવનગર શહેરમાં એલ.સી.બી ની પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી આધારે શહેરમાં આવેલ એસ.ટી. બસ સ્ટેશન નજીક આવેલ જહાંગીર મીલ પાસે ઇંગ્લિશ દારૂની ડિલિવરી આપવા આવેલા 3 બૂટલેગરોએ સાથે એલ.સી.બીના પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ ઊભી કરતા 4 શખ્સો વિરુદ્ધ શહેરનાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર એલ.સી.બી ની ટીમ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી આધારે શહેરમાં આવેલ જહાંગીર મિલ પાસે રેડ કરતા 3 શખ્સો કાર સાથે મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસની ટીમે અટક કરાયેલા શખ્સોની ઓળખ સાથે તપાસ હાથ ધરતા ત્રણેય શખ્સોએ ફરજમાં રૂકાવટ ઊભી કરી અન્ય મહિલાઓ તથા શખ્સોને બોલાવી એલ.સી.બી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં એક સામાન્ય કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી.
જાણવા મળ્યું છે કે ઘટના દરમિયાન એક શખ્સે ફિનાઇલ ગટગટાવી લીધું હતુ. જો કે તેની સ્થિતિ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. એલ.સી.બી પોલીસ જવાનોએ અન્ય પોલીસ જવાનોને સ્થળ પર બોલાવી દિનેશ રાજુ શાહ ઉ.વ.27, કિશન રાકેશ શાહ ઉ.વ.21, વિશાલ અજય યાદવ ઉ.વ.21ની ધોરણસરની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, વડવા ચાવડી ગેટ વિસ્તારમાં દેવીપૂજક વાસમાં રહેતા રાકેશ મનુ શાહને દારૂની ડિલિવરી આપવા આવ્યા હતા. એલ.સી.બીની ટીમે કાર, દારૂ તથા મોબાઈલ મળી કુલ રૂ. 1,10,147/- નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય શખ્સો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ફરજમા રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી. અને તેનું જાહેરમાં રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
Bhavanagar: ઉંચા કોટડના દરિયામાં રિક્ષા ફસાઈ, માંડ માંડ કાઢી બહાર, વીડિયો વાયરલ
Kutch: ગોપાલ ઈટાલિયાને જાહેર સભા સવાલ પૂછાયો, તો જાણો શું કહ્યું?
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?








