
Bhavnagar: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વરગામે લોજમાં જમવા આવેલ બે શખ્સો લોજમાં ગાળો બોલતા હતા જેથી લોજ ધારકે ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ઉશ્કેરાયેલ બંન્ને શખ્સોએ લોજ ધારક યુવાન પર છરી ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન લોજ ધારકે દમ તોડયો હતો.
મહિલાઓ સામે ગાળો બોલવાની ના પાડતા લોજ ધારક પર હુમલો
મળતી માહિતી મુજબ ઘોઘાના ભૂતેશ્વરગામે “બિચ્છુ” નામની નોનવેજ લોજ ધરાવતા અને લોજની બાજુમાં જ રહેતા પિયુષ મંગાભાઈ કંટારીયા ઉં.વ. 34 ની લોજ પર ગત રાત્રે આજ ગામના સુનિલ ઘેલા કંટારીયા અને હાર્દિક બટુક કંટારીયા ભોજન કરવા આવ્યા હતા આ દરમ્યાન આ બંન્ને શખ્સો ભોજન કરતી વખતે બિભત્સ ગાળો બોલતા હતા અને લોજમાં પીયુષના પત્ની મધુબેન અને બાજુમાં ઘરમાં તેની પુત્રી પરીતા હાજર હતા જેથી પીયુષે બંન્ને શખ્સોને એમ કહ્યું કે, મહિલાઓની હાજરીમાં ગાળો ન બોલો ત્યારે આ વાતને લઈને ઉશ્કેરાયેલા સુનિલ તથા હાર્દિકે પીયુષ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને બંને શખ્સોએ પીયૂષ પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હતો આ બંને શખ્સોએ પીયુષને છરીના આડેધડ છ થઈ સાત ઘા ઝીંકી દેતા લોહીથી લથપથ પીયૂષ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો આ દરમ્યાન લોકો એકઠા થતાં બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ઘોઘા સીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આથી ઘોઘા પોલીસે લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મોકલી હતી અને મૃતક પીયુષની પુત્રી પરીતાએ યુવાન પિયુષની હત્યા કરનાર સુનિલ ઘેલા કંટારીયા અને હાર્દિક બટુક કંટારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ: નિતીન ગોહેલ
આ પણ વાંચો:
