
Bhavnagar:કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આર્થિક પીડા વ્યક્ત કરવા કોંગ્રેસે ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથથી ‘ખેડૂત આક્રોશ યાત્રા’નો આરંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા 6 નવેમ્બરથી શરૂ થઈને 13નવેમ્બરે દ્વારકા પહોંચશે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામે પહોંચેલી યાત્રામાં જનસભા યોજાઈ, જ્યાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા.
સભાને સંબોધતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, વર્ષ 2020 થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં તે ચાલુ છે. આનાથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે. તેમણે માંગ કરી કે, જેટલું વાવેતર તેટલું વળતર મળે અને સરકારી કંપનીઓ દ્વારા વીમા યોજના ફરી શરૂ થાય. વધુમાં, મોદી સરકારે ઉદ્યોગપતિઓના 24.75 લાખ કરોડના દેવા માફ કર્યા, જ્યારે મનમોહન સિંહ સરકારે ખેડૂતોના 72,000કરોડના દેવા માફ કર્યા હતા. તેથી, ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે.
પ્રતાપ દુધાએ જણાવ્યું કે, “સરકાર એક વાર ખેડૂતોના દેવા માફ કરે તો કોંગ્રેસ મુખ્યમંત્રીનું ભવ્યાતિભવ્ય સન્માન કરશે.” કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુમ્મરે સરકારના 10,000 કરોડના રાહત પેકેજને ‘આંકડાઓની માયાજાળ’ ગણાવી, કહ્યું કે ભાજપને આંકડાઓની માયાજાળ ફસાવી ગઈ છે.રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હોવા છતાં, કોંગ્રેસ માને છે કે તે અપૂરતું છે. આ યાત્રા દ્વારા ખેડૂતોના હક માટે મોટું આંદોલન ગોઠવાશે.
અહેવાલ:નીતિન ગીહેલ
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









