Bhavnagar News | મહિલાના ઓનલાઇન 15 લાખ પડાવનાર ઝડપાયો | બિસ્માર માર્ગોથી રાહદારીઓ હેરાન પરેશાન

  • Gujarat
  • September 27, 2025
  • 0 Comments

જૂના ઝગડામાં સમાધાન કરવાના નામે બોલાવી હાર્દિક કુકડીયાને રહેંસી નાંખનાર શખ્સો ઝડપાયા

Bhavnagar News by Nitin Gohil । આશરે એક વર્ષ પહેલા બોર તળાવ ગાર્ડનમાં દિનેશ ગોહિલ, યોગેશ વેગડ, હરેશ પરમાર અને સંજયની સાથે અન્ય કેટલાંક યુવાનોને નજીવી બાબતે ઝગડો થયો હતો. આ મામલે સમાધાન કરવાના નામે ગત તા. 21 સપ્ટેમ્બરના રોજ આરોપીઓએ હાર્દિક કુકડીયા સહિતના યુવાનોને કુંભારવાડા દસ નાળા પાસે બોલાવ્યો હતો. હાર્દિક તેના અન્ય છ મિત્રો સાથે સમાધાન માટે આવી રહ્યો હતો. તેઓ બાઈક પર નારી ચોકડી તરફ જઇ રહ્યા હતાં. ત્યારે બે કારમાં આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતાં.

https://twitter.com/TGujarat_Report/status/1971907486384083271

દિનેશ ગોહિલ, યોગેશ વેગડ, હરેશ પરમાર અને સંજય દ્વારા કારની ટક્કર મારી હાર્દિકને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈકને કારની ટક્કર વાગતાં રોડ પર ફંગોળાયેલા હાર્દિક કુકડીયાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હાર્દિકનું મોત નિપજ્યું હતું.

વરતેજ પોલીસે 302 અંતર્ગત ગુનો નોંધી દિનેશ ગોહિલ, યોગેશ વેગડ અને સંજયની ધરપકડ કરી હતી. જ્યારે હરેશ પરમારની ધરપકડ કરાઈ શકી નથી. આજે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ભત્રીજાના પ્રેમલગ્નને કારણે થતાં ઝગડાઓથી ત્રાસીને કાકાએ ઝેરી દવા ગટગટાવી લીધી

Bhavnagar News by Nitin Gohil । બોટાદનાં બરવાળા તાલુકાના રામપરા ગામમાં એક શખ્સે ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

રામપરા ગામના હિંમતભાઈ કાળોદરાના ભત્રીજાએ પ્રેમ લગ્ન કર્યા હતાં. આ મામલે અવાર નવાર ઝગડાઓ થતાં હતાં. લોકો તેમના ઘરે ધાકધમકી આપવા માટે આવતાં હતાં. આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ નજરે પડે છે કે, તેમના ઘરે આવી ચડેલાં લોકોના ત્રાસથી હિંમતભાઈ ઝેરી દવા પીવાની ધમકી ઉચ્ચારે છે.

https://twitter.com/TGujarat_Report/status/1971908090028253515

પરિવારજનોના આરોપ અનુસાર, હરેશભાઈ સાકરીયા સહિતના લોકોના ત્રાસથી કંટાળીને હિંમતભાઈ કાળોદરાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.

બીજી તરફ, ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બરવાળા પોલીસ દ્વારા ફરિયાદ લખવામાં આવતી ના હોવાની રાવ સાથે મૃતકના પરિવારજનોએ બાળકને પોસ્ટમોર્ટમ રૂમ પાસેના રોડ પર સૂવડાવી ન્યાયની માંગણી કરતાં ભારે હોબાળો મચ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, બરવાળા પોલીસના પીએસઆઈએ ધક્કા મારી ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. બનાવને પગલે કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યાં હતાં.

મહિલાને ઓનલાઇન ટાસ્ક આપી 15 લાખનો ચૂનો ચોપડવાના મામલે મોરબીથી વધુ એક શખ્સ ઝડપાયો

Bhavnagar News by Nitin Gohil । ઓનલાઈન સાઇબર ફ્રોડની સંખ્યા ધરખમ વધી રહી છે. તે અંગેના સમાચારો છાશવારે સમાચાર માધ્યમોમાં છવાતાં હોય છે તેમ છતાં ઘણાં અબૂધ લોભિયાઓ આ માયાજાળમાં ફસાઈ જતાં હોય છે.

ગત 12 ઓગષ્ટના રોજ એક મહિલાએ ભાવનગર સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે રેટીંગ ઓર્ડરના ટાસ્ક પુરા કરવાના નામે તેમનો ઓનલાઈન સંપર્ક કર્યા બાદ ભેજાબાજોએ વિવિધ ટાસ્ક પૂરા કર્યા હોવાના નાણાં આપવાની લોભામણી વાતો કરી હતી. બાદમાં અલગ – અલગ ચાર્જીસ પેટે 15,16,922 વિવિધ બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.

https://twitter.com/TGujarat_Report/status/1971909004759912672

નાણાં પડાવ્યા બાદ ગઠિયાઓએ મહિલાનાં ફોન – મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દેતાં તેને છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું. અને તેણે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાઈબર ક્રાઈમ વિભાગે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં મોરબીના નાસીરઅલી અમીરઅલી ધારાણીનું નામ સાપાટી પર આવ્યું હતું.

ભાવનગર સાઇબર ક્રાઈમ પોલીસે મોરબીના નાસીરઅલી ધારાણીની ધરપકડ કરી કોર્ટેમાં રજૂ કરતાં અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

વલ્લભીપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં “વિકાસ ઝંખતા” રસ્તાઓ

Bhavnagar News by Nitin Gohil । ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના અંતરિયાળ ગામોના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. મેલાણાથી રાજપરા સુધીનો આશરે 8 km ના રોડ પર રોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે તેમ છતાં નીભર તંત્ર આંખ આડા કાન કરતુ હોવાના ગામ લોકો આક્ષેપો કરી રહ્યાં છે.

https://twitter.com/TGujarat_Report/status/1971909367617524120

મેલાણા ગામના લોકો દ્વારા આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અનેકવાર લેખિત તથા મોખીક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ બાબતે ધારાસભ્યને પણ અનેક રજૂઆત કરી છતાં લોકોના પ્રશ્ન સાંભળતા ન હોવાનું પણ ગામ લોકોએ જણાવ્યું હતું. ટુંક સમયમાં આ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ગટના પાણીમાં બેઠાં

Bhavnagar News by Nitin Gohil । ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ ગટરના પાણીમાં બેસી નગરપાલિકાની કામગરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં ગટરનાં ગંદા પાણી વહિ રહ્યાં છે.  જેની અનેકવાર રજુવાત કરવાં છતાં નગરપાલિકા દ્વારા ચોક્કસ પ્રમાણે નિરાકરણ નહિ લાવવામાં આવતા આખરે આજે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. શાકમાર્કેટનો આ જાહેર રોડ છે જ્યાં ગટરનું પાણી વહેતું હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે.

https://twitter.com/TGujarat_Report/status/1971909548161319250

ઘનશ્યામ પટેલ અને તેમના મિત્રો તેમજ શાકભાજી વહેચતા નાના વેપારીઓ ગટરના પાણીમાં બેસી નગરપાલિકાની કામગીરી સામે વિરોધ દર્શાવી કામગીરી સામે રોષ વ્યક્તિ કર્યો

https://youtu.be/J3EgkRErRsU

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!