Bhavnagar: તમારું મોઢું ચાંદ જેવું છે નંબર આપો કહી મહિલાની કરી છેડતી, રંગીન મિજાજી ડ્રાઈવર સસ્પેન્ડ

Bhavnagar: રાજ્યમાં હવે મહિલાઓ ક્યાં સુરક્ષિત છે તે સવાલ થઈ રહ્યા છે. આજકાલ દુષ્કકર્મ અને છેડતીની ઘટનાઓ ખુબ વધી ગઈ છે ત્યારે રાજ્યમાંથી મહિલાની છેડતીની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે સલામત સવારીના ડ્રાઈવર દ્વારા મહિલાની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ભાવનગર ડિવિઝનના એક ST ડ્રાઈવરે બસમાં બેસેલી એક મહિલા પર નિયત બગાડી હતી અને તમારુ મોઢુંચાંદ જેવું છેતેવું કહીને મહિલાનો નંબર માંગવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે આ ડ્રાઈવરથી કંટાળીને મહિલાએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ચાલું બસે ST ડ્રાઈવરે મહિલા સાથે કર્યા ચેનચાળા

મળતી માહિતી મુજબ ભાવનગર ST ડિવિઝનનામાં મહુવા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અબ્દુલ રહેમાન ઉમરભાઈ ભટ્ટી નામના ડ્રાઈવરે મહુવાથી જામનગર રુટ પર ચાલુ બસમાં મહિલા સાથે છેડછાડ કર્યાના આરોપ લાગ્યા છે. જાણકારી મુજબ આ મહિલા ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠી હતી. ત્યારે તેને મહિલા સાથે વાતચીત કરવાનું શરુ કર્યું હતુ તેને મહિલાને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે ? જામનગરમાં ક્યાં રહો છો? પાછા જામનગર ક્યારે આવશો? કઈ બસમાં આવશો? તેવા સવાલો કરવા લાગ્યો હતો. આ વાતચીત દરમિયાન તેને મહિલા પાસે નંબર માંગ્યો હતો અને કહ્યું હતુ કે, મારી બાજુમાં ચાંદ બેસેલ છે તમારું મોઢું ચાંદ જેવું છે તેમજ રુટ લાંબો છે જેથી નંબર આપવાનું વિચારી લેવા માટે મહિલાને જણાવ્યું હતું. પરંતુ આ મહિલાએ નંબર આપ્યો ન હતો જેથી તેને મહિલાને કહ્યું કે,તમે બહુ એટીટ્યુંડ વાળા છો.

ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામા આવ્યો

એટલું જ નહીં આ મહિલાએ તેને ના પાડતા તેને દાઢ ભરી બસ ચલાવી હતી. અને વારંવાર મહિલાની સામે જોઈ ચેનચાળા કરતો હતો. જેથી આખરે આ ડ્રાઈવરથી કંટાળી મહિલાએ મહુવા ડેપોમાં તેની સામે ફરિયાદ કરી હતી. જે બાદ આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામા આવ્યો હતો.

મહિલાએ ડ્રાઈવરને ચપ્પલનો હાર પહેરાવ્યો

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ડેપોમા ફરિયાદ કરી રહેલ મહિલાએ ગુસ્સે થઈ ડ્રાઈવરને ચપ્પલનો હાર પહેરાવી બે લાફા લગાવી દેતા જોઈ શકાય છે.

આ પણ વાંચો:

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક

તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર

Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ! શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પાસે કરી તપાસની માંગ

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

Related Posts

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
  • March 26, 2026

■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

Continue reading
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka: પોલીસની દાદાગીરી સામે ખેડૂતો લાચાર! પોલીસનો દુરુપયોગ થતો હોવાની ઉઠી ફરિયાદો

  • March 29, 2026
  • 2 views
Dwarka: પોલીસની દાદાગીરી સામે ખેડૂતો લાચાર! પોલીસનો દુરુપયોગ થતો હોવાની ઉઠી ફરિયાદો

Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

  • March 28, 2026
  • 3 views
Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

  • March 28, 2026
  • 4 views
Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

  • March 28, 2026
  • 6 views
Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

  • March 28, 2026
  • 8 views
Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

  • March 27, 2026
  • 12 views
Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?