
Bhopal Loot And Scoot Bride: રાજસ્થાન પોલીસે ભોપાલથી 23 વર્ષીય અનુરાધા પાસવાનની ધરપકડ કરી છે, જેના પર સાત મહિનામાં 25 પુરુષો સાથે લગ્ન કરીને છેતરપિંડી કરવાનો આરોપ છે. અનુરાધા, જેને પોલીસે “લૂંટેરી દુલ્હન”નું નામ આપ્યું છે, તે એક મોટા છેતરપિંડી રેકેટનો ભાગ હતી. આ ગેંગ લગ્નની ઇચ્છા રાખતા પુરુષોને નિશાન બનાવતી હતી. દર વખતે, તે એક નવું નામ, એક નવી ઓળખ અને એક નવું શહેર પસંદ કરતી અને લગ્નના થોડા દિવસો પછી, તે રોકડ, ઘરેણાં અને કિંમતી વસ્તુઓ લઈને ભાગી જતી હતી. જો કે કે 26 મા પુરુષને શિકાર બનાવે તે પહેલા સવાઈ માધોપુર પોલીસે ચાલાકીપૂર્વક છટકું ગોઠવીને તેને ભોપાલના છોલા વિસ્તારમાંથી પકડી લીધી હતી.
‘ઠગ ગેંગ’ કેવી રીતે પુરુષોને જાળવા ફસાવતી હતી ?
અનુરાધા પાસવાને એક સંગઠિત ગેંગ સાથે મળીને નકલી લગ્નો કરવાની ષડયંત્ર રચ્યું હતું. તેણીએ પોતાને એક ગરીબ, લાચાર અને નિરાધાર છોકરી તરીકે ઓળખાવી જેનો ભાઈ બેરોજગાર છે. તે પપ્પુ મીણા અને સુનિતા યાદવ જેવા વચેટિયાઓનો સંપર્ક કરીને તેની સાથે લગ્ન કરવા ઇચ્છુક પુરુષોને ફસાવતી હતી. આ દલાલો 2 થી 5 લાખ રૂપિયામાં સોદો નક્કી કરતા હતા અને નકલી દસ્તાવેજો સાથે લગ્ન ગોઠવતા હતા. આવો જ એક કિસ્સો સવાઈ માધોપુરના વિષ્ણુ શર્મા સાથે બન્યો હતો, જેમણે 20 એપ્રિલ 2025ના રોજ અનુરાધા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 12 દિવસ પછી 2 મેના રોજ, અનુરાધાએ વિષ્ણુ અને તેના પરિવારને તેમના ખોરાકમાં દવા ભેળવીને બેભાન કરી દીધા હતા અને 1.25 લાખ રૂપિયાના દાગીના, 30,000 રૂપિયાની રોકડ અને 30,000 રૂપિયાનો મોબાઇલ ફોન લઈને ભાગી ગઈ હતી.
આખરે કેવી રીતે ઝડપાઈ લૂંટેરી દુલ્હન
વિષ્ણુની ફરિયાદ પર, 3 મે, 2025 ના રોજ મેન્ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 420 (છેતરપિંડી) અને 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એસએચઓ સુનીલ કુમાર ગુપ્તાના નેતૃત્વમાં, એએસઆઈ મીઠાલાલ યાદવની ટીમે અનુરાધાની શોધ શરૂ કરી. એવું કહેવામાં આવ્યું હતું કે તેણીએ ગબ્બર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તે તેની સાથે ભોપાલના કાલા પીપલ પન્ના ખેડીમાં રહેતી હતી. પોલીસે એક કોન્સ્ટેબલને નકલી વરરાજા બનાવીને દલાલોનો સંપર્ક કર્યો. દલાલે અનુરાધાનો ફોટો બતાવ્યો, જે વિષ્ણુના કેસ સાથે મેળ ખાતો હતો અને પોલીસે તેની ભોપાલમાં ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે અનુરાધાએ લગ્ન કર્યા હતા અને 7 મહિનામાં સરેરાશ દર 8મા દિવસે છેતરપિંડી કરી હતી.
ગેંગનો પર્દાફાશ અને તપાસ
પોલીસને જાણવા મળ્યું કે અનુરાધા એક મોટી નકલી લગ્ન ગેંગની સક્રિય સભ્ય હતી. તે ભોપાલમાં રોશન, સુનીતા, રઘુવીર, ગોલુ અને મજબૂત સિંહ યાદવ જેવા એજન્ટો સાથે કામ કરતી હતી. આ લોકો લગ્ન કરવા માંગતા પુરુષોને ફોટા બતાવીને 2-5 લાખ રૂપિયા વસૂલતા હતા. અનુરાધાના મોબાઇલમાંથી એક મેસેજ મળ્યો જેમાં તેણે એક એજન્ટને ધમકી આપી હતી કે, “શું તમે મારા લગ્ન જલ્દી કરાવી રહ્યા છો કે મારે બીજા કોઈ સાથે વાત કરવી જોઈએ?” આનાથી સ્પષ્ટ થયું કે તે ગેંગના મુખ્ય કાવતરાખોરોમાંની એક હતી. પોલીસ હવે અન્ય સાથીઓની શોધમાં દરોડા પાડી રહી છે અને છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય પીડિતોનો સંપર્ક કરી રહી છે.
આ પણ વાંચોઃ
Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર
હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી
Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત
Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર








