
Aurangabad Murder Case: સોનમ રઘુવંશી હત્યા કેસ જેવો જ કેસ બિહારના ઔરંગાબાદમાંથી બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. એક પત્નીએ 55 વર્ષિય ફૂવાને પામવા જુવાન પતિને મરાવી નાખ્યો છે. પોલીસે પ્રિયાંશુ ઉર્ફે છોટુ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે મૃતકની પત્ની ગુંજા સહિત 4 ગુનેગારોની ધરપકડ કરી છે. હત્યાનો મુખ્ય સૂત્રધાર પત્ની ગુંજા હોવાનું બહાર આવ્યું છે. એસપી અંબરીશ રાહુલે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મૃતકની પત્ની ગુંજાનો તેના સગા ફૂવા સાથે જીવન સિંહ સાથે અનૈતિક સંબંધ હતો.
સગા ફૂવા સાથે પત્નીનું પ્રેમપ્રકણ હતુ
મળતી માહિતી મુજબ 25 વર્ષીય ગુંજાને તેના 55 વર્ષના સગા ફૂવા જીવન સિંહ સાથે 15 વર્ષથી અફેર હતું. ગુંજાને તેના સગા ફૂવા સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી પરંતુ તેનો પરિવાર તૈયાર ન હતો અને તેણે દોઢ મહિના પહેલા તેના લગ્ન એક યુવાન સાથે કરાવી દીધા. જેથી ફૂવાને પામવા ગુંજા આકૂળવ્યાકૂળ બની ગઈ હતી.
25 જૂનના રોજ પ્રિયાંશુ તેની બહેનને મળ્યા પછ ઘરે પરત ફરી રહ્યો હતો અને નવીન નગર સ્ટેશન પર ઉતર્યો. તેણે ગુંજાને બાઇક પર કોઈને મોકલવા કહ્યું. કારણ કે ઘરે જતી વખતે તેને ગોળી વાગી હતી. જોકે તેનો જીવ બચી શક્યો નહીં અને તેનું મોત થઈ ગયું.
લગ્નના 45 દિવસ પછી, પતિનો જીવ લીધો

એસપીએ જણાવ્યું કે ગુંજાના લગ્ન પછી પ્રિયાંશુ તેમના પ્રેમમાં અવરોધ બનવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં ગુંજાએ તેના પ્રેમી ફૂવા જીવન સાથે મળીને તેના પતિની હત્યાનું સડયંત્ર રચ્યું હતુ. જીવન સિંહે શૂટર્સ ભાડે રાખ્યા અને ગુંજાના લગ્નના 45 દિવસ પછી 24 જૂનની રાત્રે પ્રિયાંશુની હત્યા કરી નાખી.
કેવી રીતે હત્યાનો ભેદ ઉકેલાયો?
પ્રિયાંશુ 24 જૂનની રાત્રે નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેમ્બોછાપ વળાંક પાસે બાઇક પર પોતાના ગામ બડવાન પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
એસપીએ જણાવ્યું હતું કે ઘટના બાદ SITની રચના કરવામાં આવી હતી. CDR તપાસ, CCTV ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ અને સચોટ ગુપ્ત માહિતીના આધારે, ગુંજા, જીવન સિંહ અને 2 અન્ય ગુનેગારો જયશંકર અને મુકેશ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ગુંજાએ પણ આ લોહિયાળ કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. તેમણે કહ્યું કે અન્ય ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે. ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!