
Bihar: બિહારમાં મતગણના દરમિયાન આમતો એકંદરે બધે શાંતિ રહી પણ રામગઢ વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લે છેલ્લે હિંસક બબાલ થયાની વાતો સામે આવી છે.અહીં મત ગણતરી દરમિયાન, મોહનિયામાં મતગણતરી કેન્દ્રની બહાર અચાનક હંગામો મચી ગયો, જ્યાં બસપા ઉમેદવારના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં સમર્થકોએ પોલીસ ઉપર ઇંટો અને પથ્થરોનો મારો ચલાવતા ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
કેટલાકને માથા અને ચહેરા પર ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યુ હતું પરિસ્થિતિ વધુ વણસી જતાં, તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી આ બધી અંધાધૂંધી વચ્ચે ટોળાએ નગર આવાસ અને વિકાસ કાર્યપાલક અધિકારીની સ્કોર્પિયો ગાડીને પણ આગ ચાંપી દીધી હતી.
એવું કહેવાય છે કે 24 રાઉન્ડની મતગણતરી પછી, બસપા અને ભાજપના ઉમેદવારો વચ્ચે ફક્ત 175 મતોનો તફાવત હતો અને અંતિમ રાઉન્ડના પરિણામો હજુ બાકી હતા તે વખતે બસપાના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે ગણતરી જાણી જોઈને ધીમી કરવામાં આવી રહી છે અને પરિણામો અટકાવવામાં આવી રહ્યા છે બાદમાં વાત વધી પડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને મત ગણના કેન્દ્રમાં ઘુસી જતા પોલીસે તેમને શાંત કરવા માટે દરમિયાનગીરી કરી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને મામલો કાબુમાં લેવા પોલીસે લાઠી ચાર્જ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો આ સમયે કેટલાક લોકો કેન્દ્રમાં ઘુસી જતા અફરા તફરી મચી હતી
સમગ્ર બિહારમાં ક્યાંયથી કોઈ અશાંતિના અહેવાલ નહોતા પરંતુ કૈમૂરમાં બનેલી આ ઘટનાએ તણાવ વધારી દીધો છે.અહીં તણાવ વધતા પોલીસ ફોર્સનો વધુ કાફલો ઉતારી દેવાયો છે.
મહત્વનું છે કે રામગઢ બેઠક પર, બસપાના સતીશ યાદવે ભાજપના અશોક સિંહને માત્ર 30 મતોના માર્જિનથી હરાવ્યા છે.જ્યારે આરજેડીના અજિત કુમાર ત્રીજા સ્થાને રહ્યા હતા.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






