Bihar: ડેપ્યુટી CM અને BJP ઉમેદવાર વિજયકુમાર સિંહા સામે ચપ્પલો ફેંકાયા, લોકો ઉશ્કેરાતા ભાગવું પડ્યું!

  • India
  • November 6, 2025
  • 0 Comments

Bihar: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આજે લખીસરાયમાં રાષ્ટ્રીય જનતા દળના સમર્થકોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહાના વાહનને ઘેરી લીધું હતું. સમર્થકોએ “મોતની સજા” ના નારા લગાવ્યા અને તેમની ગાડી પર ચપ્પલ ફેંક્યા. લોકોનો ગુસ્સો ફાટી નીકળતાં તેમને ભાગવું પડ્યું હતુ

વિજય કુમાર સિંહા તેમના મત વિસ્તારમાં મતદાન મથકોનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે આ ઘટના બની છે. તેમનો કાફલો મુખ્ય બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક કેટલાક યુવાનોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે હાજર ભીડમાં હોબાળો મચી ગયો હતો. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક ભીડને પાછળ ધકેલી દીધી અને નાયબ મુખ્યમંત્રીના કાફલાને સુરક્ષિત રીતે લઈ ગયા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તપાસ શરૂ કરવામાં આવી છે અને સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે.

આરજેડીના ગુંડાઓએ મારા કાફલા પર હુમલો કર્યો: વિજય સિંહા

વિજય કુમાર સિંહાએ તેમના કાફલા પર પથ્થરમારા અંગે ફોન પર એસપી સાથે વાત કરી અને કહ્યું, “હું ગામમાં છું. ભીડ વધી રહી છે. અહીં ખાસ દળો મોકલો. હું અહીં ધરણા પર બેસીશ. SP ખૂબ નબળા છે અને અહીં ગુંડા આવી પહોંચ્યા છે. તેઓ નાયબ મુખ્યમંત્રીને અંદર આવવા દેતા નથી. તેઓએ પથ્થર અને ગાયનું છાણ ફેંક્યું છે.” તેમણે ઉમેર્યું, “આ આરજેડીના ગુંડાઓ છે. તેમની ગુંડાગીરી જુઓ, જ્યારે તેઓ સત્તામાં આવ્યા નથી ત્યારે પણ. તેઓએ મારા પોલિંગ એજન્ટને ધમકી આપી અને સવારે 6:30 વાગ્યે તેને ભગાડી દીધો. તેઓ મતદારોને બહાર આવવા દેતા નથી.”

બિહારમાં પહેલા તબક્કાનું મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ તબક્કામાં રાઘોપુર (તેજશ્વી યાદવ), મહુઆ (તેજ પ્રતાપ યાદવ), તારાપુર (નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી) અને લખીસરાય (વિજય કુમાર સિંહા) સહિત અનેક હાઇ-પ્રોફાઇલ બેઠકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા

Bihar Viral Video: બિહારમાં એક મતદાન ભૈંસ પર સવાર થઈ મતદાન મથકે પહોંચ્યા, વીડિયો વાયરલ થતાં…

Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું 121 બેઠકો માટે મતદાન, 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો કરશે ફેંસલો

Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું 121 બેઠકો માટે મતદાન, 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો કરશે ફેંસલો

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત