PM મોદીના રીલ્સથી કમાણી’ નિવેદન પર રાહુલનો સણસણતો જવાબ: ‘રીલ્સ 21મી સદીનું વ્યસન, યુવાનોને રોજગારની જરૂર છે!’

  • India
  • November 6, 2025
  • 0 Comments

તાજેતરમાં  PM નરેન્દ્ર મોદીએ બિહારમાં યોજાયેલી એક  જાહેર સભામાં યુવાનોને સંબોધતા આપેલા નિવેદનથી દેશના રાજકારણમાં એક નવો વિવાદ છેડાયો છે. PM મોદીએ તેમની સરકારની સિદ્ધિ ગણાવતા કહ્યું હતું કે, “અમે યુવાનોને સસ્તો ડેટા પૂરો પાડ્યો છે, જેના કારણે યુવાનો રીલ્સ બનાવીને પોતાની ક્રિએટિવિટી દર્શાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે.” જો કે આ નિવેદનને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી પર જબરજસ્ત નિશાન સાધ્યું છે. 

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર: ‘રીલ્સ એ 21મી સદીનું વ્યસન’

વડાપ્રધાનના આ નિવેદન પર કોંગ્રેસના નેતા  રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે.  રાહુલ ગાંધીએ વડાપ્રધાનના ઈરાદા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “રીલ્સ એ 21મી સદીનું વ્યસન છે.”

તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે યુવાનો રીલ્સ જુએ છે, ત્યારે તેના પૈસા ભારતના મોટા ઉદ્યોગપતિઓ, ખાસ કરીને અદાણી, અંબાણી અને જિયોના ખિસ્સામાં જાય છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “જે પહેલા દારૂ અને ડ્રગ્સ સાથે થતું હતું, તે હવે રીલ્સ સાથે થઈ રહ્યું છે. રીલ્સ માત્ર યુવાનોનો સમય બગાડી રહી છે અને તેમને વ્યસની બનાવી રહી છે.”

યુવાનોને રીલ્સ નહીં, રોજગારની જરૂર આપો

રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે, બિહારના યુવાનોને રીલ્સ (મનોરંજન) નહીં, પરંતુ  રોજગારની તાતી જરૂર છે. બેરોજગારીના મુદ્દાને ઉઠાવતા તેમણે સરકાર પર યુવાનોનું ધ્યાન વાસ્તવિક સમસ્યાઓથી ભટકાવવાનો આક્ષેપ કર્યો.

રીલ્સથી કમાણીનું વાસ્તવિક ચિત્ર શું છે?

વડાપ્રધાનના નિવેદનને ટેક્નોલોજીના સકારાત્મક ઉપયોગ અને આત્મનિર્ભરતાના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, જ્યારે રાહુલ ગાંધીના નિવેદનને બેરોજગારીના ગંભીર મુદ્દાને ઉજાગર કરવાના રાજકીય પ્રયાસ તરીકે જોવામાં આવે છે. બંને પક્ષો યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમના એજન્ડા અલગ-અલગ છે.

બિહાર જેવા રાજ્યમાં જ્યાં યુવાનોની વસ્તી ખૂબ મોટી છે અને બેરોજગારી એક મોટો પડકાર છે, ત્યાં આ ‘રીલ્સ vs રોજગાર’નો વિવાદ આગામી ચૂંટણીઓમાં એક મુખ્ય મુદ્દો બની શકે છે. સત્તાધારી પક્ષ જ્યાં ડિજિટલ માધ્યમોના ફાયદા ગણાવી રહ્યું છે, ત્યાં વિપક્ષ યુવાનોની વાસ્તવિક આર્થિક જરૂરિયાતો પર ભાર મૂકી રહ્યું છે.

આ પણ વાંચો:

Bihar: ડેપ્યુટી CM અને BJP ઉમેદવાર વિજયકુમાર સિંહા સામે ચપ્પલો ફેંકાયા, લોકો ઉશ્કેરાતા ભાગવું પડ્યું!

Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા

Related Posts

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા
  • July 26, 2026

Major Protest Movements India: ભારતનું લોકતંત્ર માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી. દેશના ઇતિહાસમાં અનેક વખત સામાન્ય લોકો રસ્તાઓ પર ઉતર્યા છે અને પોતાની માંગણીઓ, અધિકારો અને અસંતોષને અવાજ આપ્યો છે.…

Continue reading
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા
  • July 26, 2026

Jantar Mantar Student Protest: નવી દિલ્હીના જંતર-મંતર પર શરૂ થયેલું વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન થોડા જ દિવસોમાં દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ગયું. નીટ-યુજી પરીક્ષામાં ગેરરીતિ, પેપર લીક, વધતી બેરોજગારી અને શિક્ષણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

  • July 26, 2026
  • 2 views
Dwarka GSPL Gas Pipeline: દ્વારકામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ, 39 ગામોમાં ઉગ્ર આંદોલન

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

  • July 26, 2026
  • 8 views
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 4 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 10 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 8 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા