
Bihar Viral Video : બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે 6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. જ્યારે લોકો અવનવી રીતે મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે એક મતદાર ભેંસ પર સવાર થઈ મતદાન કરવા પહોંચતાં કુતુહલ સર્જાયું હતુ. જેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Vaishali: गाड़ी नहीं, घोड़ा नहीं… भैंस पर चढ़े नेता जी… देखिए बिहार चुनाव का सबसे अनोखा अंदाज#ElectionCommission #BiharElection2025 pic.twitter.com/6mqLulmypS
— News18 Bihar (@News18Bihar) November 6, 2025
વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો સવારે 7 વાગ્યથી શરૂ થયો છે. 18 જિલ્લાઓમાં 121 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. વૈશાલી જિલ્લાના ભગવાનપુરમાં એક દ્રશ્યે સૌનું ધ્યાન ખેંચ્યું છે. નિવાસી કેદાર પ્રસાદ યાદવ મતદાન કરવા માટે ભેંસ પર સવાર થઈને મતદાન મથકે પહોંચ્યા હતો. આ દ્રશ્ય બતાવે છે કે જનતા કેટલા ઉત્સાહ અને ખંતથી પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહી છે.
મતદાનના આ રંગીન અને પ્રેરણાદાયક દ્રશ્યો આપણને યાદ અપાવે છે કે લોકશાહી આપણા બધાની છે અને મતદાનમાં ભાગ લેવો એ આપણી શક્તિ છે. વીડિયોમાં તે પુરુષ મતદાન કરવા માટે જરૂરી પ્રમાણપત્ર પકડીને ધીમે ધીમે ભેંસ પર આગળ વધતો જોઈ શકાય છે. મહિલાઓ પણ તેની સાથે ચાલી રહી છે અને ગીતો ગાતી જોવા મળી રહી છે.
વૈશાલી જિલ્લામાં આઠ બેઠકો છે. હાજીપુર, લાલગંજ, વૈશાલી, રાજાપાકર, પાતેપુર, મેહનાર, મહુઆ અને રાઘોપુર. આમાં સૌથી વધુ ચર્ચિત બેઠક રાઘોપુર છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડીના તેજસ્વી યાદવ રાઘોપુરથી ચૂંટણી લડી રહ્યા છે.
ભગવાનપુર વૈશાલી જિલ્લામાં એક મોટો વિસ્તાર અને પંચાયત છે. અહીંના મતદારો જાતિ અને કૌટુંબિક ગતિશીલતાથી પ્રભાવિત છે.
આ પણ વાંચો:
Bihar: સીતામઢીના ભાજપ ઉમેદવાર સુનીલ કુમારનો અશ્લીલતા કરતો વીડિયો વાયરલ!, પછી શું કર્યો ખૂલાસો?
Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?






