Bihar Election: JDUને મોટો ફટકો, મોકામાના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ, ભારે તણાવનો માહોલ

  • India
  • November 2, 2025
  • 0 Comments

Bihar Election: બિહારમાં શાસક જનતા દળ યુનાઇટેડ (JDU) ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ પર, મોકામાથી JDU ઉમેદવાર અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ એ શાસક જનતા દળ યુનાઇટેડ માટે એક મોટો ફટકો છે, કારણ કે અનંત સિંહ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ દ્વારા સમર્થિત JDU ઉમેદવાર તરીકે મોકામા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

અગાઉ એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અનંત સિંહે ગત વખતે ધારાસભ્ય પદ ગુમાવ્યું હતું. ધારાસભ્ય પદ ગુમાવ્યા બાદ, અનંત સિંહે તેમની પત્ની નીલમ દેવીને ચૂંટણીમાં મેદાનમાં ઉતારી હતી. તે પેટાચૂંટણીમાં ધારાસભ્ય બની હતી. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પટના હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ, અનંત સિંહ આ વખતે ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ ગુરુવારે, દુલારચંદ યાદવની હત્યા કેસમાં તેમની વિરુદ્ધ નામાંકિત FIR દાખલ થયા બાદ, ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ પર તેમની ધરપકડ કરવામાં આવી છે.

દાયકાઓથી મોકામા તાલમાં રાષ્ટ્રીય જનતા દળનો મજબૂત ચહેરો રહેલા દુલારચંદ યાદવ ગુરુવારે પ્રિયદર્શીના પ્રચાર કાફલામાં ગયા હતા તે સમયે તેમનો સામનો JDU ઉમેદવાર અનંત સિંહના કાફલા સાથે થઈ જતા ભારે તંગદિલી સર્જાઈ હતી અને બંને કાફલામાં રહેલા લોકો વચ્ચે તણાવ વધી જતા સામસામે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ અનંત સિંહ અને તેમના સમર્થકોએ દુલારચંદ યાદવને પગમાં ગોળી મારી અને પછી વાહનથી કચડી નાખ્યાનો આરોપ લાગ્યો છે.

આ કેસમાં દુલારચંદ યાદવના પૌત્ર દ્વારા દાખલ કરાયેલી FIRમાં અનંત સિંહનું પણ નામ છે. અનંત સિંહના સમર્થકોએ પણ પથ્થરમારો અને હુમલાનો આરોપ લગાવીને FIR દાખલ કરી હતી. આ ઉપરાંત, ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે બીજી FIR દાખલ કરી હતી. FIRમાં તેમના નામ અને ઘટનાસ્થળે તેમની હાજરીના આધારે, બિહાર પોલીસે ચૂંટણી પંચની સૂચના પર, ગુરુવાર-શુક્રવાર મધ્યરાત્રિએ બારહના કારગિલ માર્કેટમાંથી અનંત સિંહની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પટણાના SSP કાર્તિકેય શર્મા પણ પોલીસ ટીમ સાથે હાજર હતા.

દુલારચંદ યાદવ હત્યા કેસ બાદ મોકામામાં ઘણો તણાવ છે. શુક્રવારે દુલારચંદ યાદવના મૃતદેહની અંતિમયાત્રા દરમિયાન પણ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ અનંત સિંહની ધરપકડની માંગ સતત વધી રહી હતી.

દરમિયાન ગતરોજ શનિવારે સાંજે, અનંત સિંહે 48 કલાકમાં ફરીથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને પ્રચાર શરૂ કર્યાના થોડા કલાકોમાં ભારે તણાવ વચ્ચે પટનાથી પોલીસ અનંત સિંહની ધરપકડ કરવા પહોંચી હતી. ધરપકડ બાદ, વિસ્તારમાં વધુ તણાવ વધવાની આશંકા છે. આને ધ્યાનમાં રાખીને, સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ

Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!

Andhra Pradesh: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ,10 લોકોના મોત, અનેક ઘાયલ

Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 3 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 4 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 5 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 6 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 5 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?