
Bihar: બિહારમાં ચૂંટણીઓ દરમિયાન રાજ્કીય ગરમાંગરમી જોવા મળી રહી છે અને NDAની વાત કરવામાં આવેતો બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર થયા બાદ હવે ગઠબંધનમાં આંતરિક અસંતોષનો વિવાદ સપાટી પર આવ્યો છે.
રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા મહુઆ વિધાનસભા બેઠક ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ખાતામાં જવાથી નારાજ થઈ ગયા છે.બરાબર ચૂંટણી ટાણે કુશવાહા નારાજ થતાં આ નારાજગી દૂર કરવા ભાજપના ટોચના નેતાઓમાં દોડધામ મચી છે.
દરમિયાન મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત ભાજપના મોટા ગજાના નેતાઓ કુશવાહાને મનાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં એક બેઠકના રૂપમાં વહેલી સવારના ચાર વાગ્યા સુધી ચર્ચા વિચારણા ચાલી હતી અને ગઠબંધનના સહયોગી પક્ષોના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરીને બધું ઠીક કરવા પ્રયાસો થયા હતા.
જોકે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ લાંબી બેઠક બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. સવારે જ્યારે ઉપેન્દ્ર કુશવાહાના નિવાસસ્થાનેથી ભાજપના નેતાઓ નીકળ્યા ત્યારે પત્રકારોને કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું.કુશવાહાને જ્યારે પત્રકારોએ સવાલો કર્યા ત્યારે તેઓએ પોતાના જવાબમાં માત્ર એટલુંજ કહ્યું કે “નથિંગ ઈઝ વેલ ઇન NDA!” આ એક વાક્યથી બિહારનું રાજકારણ ગરમાયુ છે.
બીજી તરફ આખી રાત ચાલેલા રાજકીય ઘટનાક્રમ બાદ ઉપેન્દ્ર કુશવાહાએ આજે બુધવારે (15 ઓક્ટોબર)ના બપોરે 12:30 કલાકે પોતાની પાર્ટી RLMની તાત્કાલિક બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં RLMના ભવિષ્યની વ્યૂહનીતિ પર અંતિમ નિર્ણય લેવાશે. સૂત્રો અનુસાર, બેઠક બાદ કુશવાહા પત્રકાર પરિષદ યોજીને કોઈ મોટું એલાન કરી શકે છે, જે બિહારના ચૂંટણી સમીકરણોને અસર કરી શકે છે.
આ પણ વાંચો:
Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!
Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન








