
BJP leader Ramchandra Jangra: ભાજપા નેતાઓ વારંવાર દેશની સેના અને પહેલગામ હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. જો કે પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી કરાતી નથી. હવે વધુ એક ભાજપા નેતાએ પહેલગામ હુમલામાં પતિ ગુમાવનાર મહિલાઓ પર અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી છે. હરિયાણાના ભાજપા રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં જે મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તેમનામાં બહાદુર મહિલાઓ જેવી હિંમત નહોતી, અને જેથી 26 લોકો ગોળીઓનો ભોગ બન્યા.
ભાજપા સાંસદે આજે શનિવારે ભિવાનીના પંચાયત ભવનમાં આયોજિત અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી સ્મૃતિ અભિયાન જિલ્લા સેમિનાર કાર્યક્રમમાં આ ટીપ્પણી કરી છે. અહીં તેમણે કહ્યું કે પ્રવાસીઓને હાથ જોડીને મારવામાં આવ્યા હતા. જો આપણે પ્રધાનમંત્રીની યોજના મુજબ તાલીમ લીધી હોત અને પરિસ્થિતિનો સામનો કર્યો હોત તો આટલા બધા મૃત્યુ ન થયા હોત.
સાંસદે અગ્નિવીરની પ્રશંસા કરી
ભાજપના સાંસદ જાંગરાએ કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોમાં બહાદુરીની ભાવના કેળવવા માટે ખૂબ મોટી યોજના (અગ્નિવીર) શરૂ કરી. પહેલગામ હુમલા પછી સમગ્ર દેશ એવું અનુભવી રહ્યો છે કે જો યાત્રાળુઓને એવી તાલીમ મળી હોત જે નરેન્દ્ર મોદી દેશના યુવાનોને આપવા માંગે છે, તો 3 આતંકવાદીઓ 26 લોકોને મારી શક્યા ન હોત. જો કે તેમણે કાયમી ભરતી કરવા અંગે કંઈ ન કહ્યું.
સ્ત્રીઓ હિંમત બતાવી શકી નહીં
સાંસદે કહ્યું – જો મુસાફરોના હાથમાં લાકડીઓ, ડંડા કે કંઈપણ હોત અને તેઓ ચારે બાજુથી આતંકવાદીઓ તરફ દોડ્યા હોત, તો મારો દાવો છે કે કદાચ ફક્ત 5 કે 6 લોકો જ મૃત્યુ પામ્યા હોત, પરંતુ ત્રણેય આતંકવાદીઓ પણ માર્યા ગયા હોત.
પહેલગામ આતંકી હુમલાની ઘટના 22 મેના રોજ બની હતી
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. બદલામાં, 7 મેના રોજ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. ત્યારથી ભાજપા નેતાઓના એક પછી એક બેફામ નિવેદનો બહાર આવી રહ્યા છે.
કર્નલ સોફિયા કુરેશી અંગે વાધાંજનક ટીપ્પણી
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા અને મંત્રી વિજય શાહ પહેલાથી જ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તેમના નિવેદનોથી દેશમાં ઘણો હોબાળો મચી ગયો છે. વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. કેસ નોંધવામાં આવ્યો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, પરંતુ મંત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. વિજય શાહએ આર્મી કર્નલ સોફિયા કુરેશી પર ખોટી ટિપ્પણી કરી હતી. વિજય શાહે કર્નલ સોફિયાને આતંકીઓની બહેન ગણાવી હતી.
આ પણ વાંચો:
Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?
Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?
Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA
Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી
ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?
Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!
UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!