
-દિલીપ પટેલ
Botad News: બોટાદમાં કપાસને લઈ આંદોલન કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ સ્થિતિ તંગ છે. ખેડૂતોએ કડદા પ્રથા સામે મોરચો માડ્યો છે. હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. આરોપ છે કે ભાજપના મળતિયાઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે. જેની સામે ખેડૂતોએ બાંયો ચઢાવી છે.
કપાસનો પાક ખેડૂત દ્વારા માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લાવવામાં આવે છે, જેનું સંચાલન એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) દ્વારા કરવામાં આવે છે. ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કડદો કરી ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ છના કેરાળીયા ભાજપના નેતાઓ છે.
મનહર માતરીયાએ ભાજપને છોડતી વખતે જાહેર કર્યું હતું કે ઉર્જા પ્રધાન રહેલાં સૌરભ દલાદના કારણે તેઓ પક્ષ છોડે છે. બોટાદ ભાજપના મહનર પોતે મહામંત્રી હતા. પછી દલાલની ટીકીટ કપાઈ અને તેઓ ફરી ભાજપમાં આવ્યા અને તેમને ખેત બજાર સમિતિના અધ્યક્ષ બનાવી દેવાયા હતા. આવું માનવામાં આવે છે કે આંદોલનને છૂપો ટેકો દલાલનો પણ રહ્યો હતો.
બન્નેને ભાજપે પસંદ કર્યા ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે ખેડૂતોને અન્યાય નહીં થવા દઉં. પણ તેમના સમાયમાં જ ખેડૂતોએ અન્યાય સામે સૌથી મોટું આંદોલન કર્યું હતું.
કપાસના વેપારીના માલની હરાજી થાય છે અને નિર્ધારિત કિંમતે માલનું વેચાણ કરે છે. માલ વેચી દીધા પછી ખેડૂતે તેનો કપાસ જીંનીંગ મિલમાં પહોંચાડવાની ખોટી રીતે જવાબદારી નિભાવવામાં આવે છે. હવે ખેડૂતો જિનીંગ મિલમાં જાય છે ત્યારે ત્યાં જીનીંગ મિલના માલીકો ફરીથી 20 કિલોએ રૂ. 50થી 100 સુધીનો કડદો કરે છે. કડદો એટલે કે કપાસમાં ભેજ હોવાનું જણાવીને ઓછી ચૂકવણી કરીને લૂંટ ચલાવવામાં આવે છે.
વર્ષે રૂ.80 કરોડથી રૂ. 100 કરોડની ખેડૂતોની લૂંટ કડદામાં થાય છે. વેપારીઓ અને જિનના માલિકો સમૃદ્ધ થાય છે. જેના રૂપિયા વિદેશ જતાં હોવાનો આરોપ છે.
એપીએમસીમાં હરાજી દરમિયાન ભાવ નક્કી થાય છે. એ પછી ખેડૂત જ્યારે 15-16 કિલોમીટર દૂર આવેલી જિનિંગમાં કપાસ આપવા જવો પડે છે. માલભાડું પણ તેને ભોગવવાનું આવે છે. જે કાયદા વિરરદ્ધ છે. જિનિંગ મિલમાં ખેડૂત કપાસ ઉતારી ત્યારે અલગ-અલગ જાતના વાંધાવચકા કાઢીને ભાવ કાપવામાં આવે છે અને ‘કળદો’ કરવામાં આવે છે.
ટેકાના ભાવો જેટલી રકમ પણ નથી મળતી અને બીજી વધારાની રકમ કાપવામાં આવે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં હતા. 20 કિલો કપાસના ટેકાના ભાવ રૂ. 1625 છે. પરંતુ વેપારી દ્વારા માંડ રૂ. 1000 આપે છે. એ પછી તેમાં પણ મિલરો 100-200 રૂપિયા સુધીની રકમ કાપે છે.
ખેડૂત લગભગ બે હજાર રૂપિયાનું ભાડાનું વાહન કરીને કપાસ આપવા જાય છે. કડદામાં 100 મણ કપાસ વેચીએ તો એમને સીધા જ રૂ. 10 હજાર ખેડૂતોને નુકસાન થાય છે. ખેડૂત માલ ન આપે અને માલ લઈને પરત આવે તો ફરી વખત બે હજાર રૂપિયા વાહનભાડાના આપવા પડે છે.
બોટાદ એપીએમસીમાં કપાસની ગુણવત્તા અંગે વેપારી અને ખેડૂત વચ્ચેની રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ પછી આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો હતો. આમ ખેડૂતોની લૂંટ સરકાર, એપીએમસી, વેપારી અને જિનીંગ મિલ દ્વારા કરવામાં આવે છે.
જેનો વિરોધ એક ખેડૂતે કર્યો અને તેનો વિડિયો વાયરલ કર્યો હતો. ખેડૂતોએ માંગણી કરી હતી કે, એપીએમસી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. ખેડૂતોએ હરાજીમાં જે ભાવે કપાસ વેચ્યો હોય તે ભાવે જ ખરીદી કરવામાં આવે એવી માંગણી કરી હતી. કળદો કરવાનું બંધ કરવામાં આવે. મિલમાં કપાસ ઠાલવવા બંધ કરવામાં આવે. તેની એપીએમસી દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવે. આી માંગણી ખેડૂતોની હતી.
રોજની 32થી 50 લાખની લૂંટ
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘણી વખત કપાસની 32થી 50 હજાર મણ આવક થાય છે. તે હિસાબે એક મણે રૂ.100નો સરેરાશ કડદો ગણવામાં આવે તો 32 લાખ રૂપિયા જિનીંગ મિલો ખેડૂતોને ખિસ્સા કાતરી લેતા આવ્યા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં રોજના સરેરાશ 1 હજાર ક્વિન્ટલ રૂની આપક થતી હોય છે. બોટાદ શહેરની વસતી 1 લાખ 50 હજાર આસપાસ છે.
ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદકતા
ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદકતા બોટાદના ખેડૂતોના નામે છે. ત્યાં જ ખેડૂતોનું શોષણ થાય છે. ગુજરાતમાં સરેરાશ કપાસનું વાવેતર 25 લાખ 34 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. ઓગસ્ટ 2025માં જેમાં 1 લાખ 53 હજાર 100 હેક્ટરમાં સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં કપાસનું વાવેતર થયું હતું. તમામ પ્રકારના કૃષિ પાકમાં બોટાદમાં 90 ટકા કપાસ ઉગાડાય છે. મગફળી પણ માંડ 12 હજાર હેક્ટર વાવેલી હતી. બોટાદ જિલ્લો 1 લાખ 56 હજાર 400 હેક્ટરમાં છે. જેમાં 1 લાખ 93 હજાર 320 હેક્ટરમાં ખેતી થાય છે.
આખા ગુજરાતનો 6 ટકા કપાસ બોટાદ વાવે છે. ગુજરાતના કુલ ઉત્પાદનમાં 7.63 ટકા હિસ્સો છે. અને 7 લાખ 5 હજાર ગાંસડી પેદા કરે છે. કુલ 6800 ગાંસડી પકવે છે. હેક્ટરે સરેરાશ 780 ગાંસડી કપાસ પકવે છે. આમ ઉત્પાદકતામાં બૌટાદ આખા ગુજરાતમાં સૌથી આગળ છે. ગુજરાતની હેક્ટરે સરેરાશ 605 ગાંસડી છે.
ગુજરાતમાં 2015માં 11 લાખ 50 હજાર ખેડૂતો કપાસ ઉગાડતાં હતા. હવે 9 લાખ ખેડૂતો કપાસ પકવે છે. જેમાં બે હેક્ટર સુધી કપાસ વાવતા હોય એવા 7 લાખ ખેડૂતો છે. જેના વિરોધમાં પહેલાં કિસાન કોંગ્રેસે અને પછી આમ આદમી પક્ષ દ્વારા આંદોલન કરાયું હતું.
રવિવારે સાંજે ચાર વાગ્યે બોટાદ એપીએમસી ખાતે આપની ખેડૂત મહાપંચાયત યોજાવાની હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. તેથી બોટાડ નજીકના ખેડૂતોના ગામ હડદડમાં સભા યોજવાનું નક્કી કરાયું હતું. આમ આદમી પક્ષના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવી ‘કિસાન પંચાયત’માં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને બગોદરા પાસે અટકાવ્યા હતા અને તેમની અટકાયત થઈ હતી. બોટાદના હડદડ ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
કેટલાક લોકોએ પોલીસની ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીને ઉથલાવીને નુકસાન કર્યું હતું. જેના કારણે તંગદીલી ફેલાઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ભાજપના કહેવાથી પોલીસે ખેડૂતો પર ક્રૂર અને બર્બરતાપૂર્વક લાઠચાર્જ કર્યો હતો. એસપી ધર્મેન્દ્ર શર્મા છે અને બોટાદ એપીએમસીના અધ્યક્ષ મનહર માતરિયા છે.
લડત પછી ડહાપણ
12 ઓક્ટોબર 2025ના રોજ બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)એ નિર્ણય લેવો પડ્યો હતો કે, કડદો પ્રથાને સંપુર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બે ઇન્સ્પેક્ટરોની દેખરેખ રાખવામાં આવશે. મિલરો સામે કડક કાર્યવાહી કરવા અને લાઈસન્સ પણ રદ કરવા નિર્ણ લેવો પડ્યો હતો. માર્કેટિંગ યાર્ડના બંધારણ પ્રમાણે યાર્ડની સ્થાપના સમયથી જ 6 કિલોમીટરના વિસ્તારમાં કપાસ ખેડૂતોને લઈને જવાનો રહેશે. તેનાથી વધારે હોય તો કપાસ ખરીદનાર વેપારીએ ભાડું ચૂકવવાનું રહેશે.
ભાજપના નેતા ચેરમેન બન્યા
5 ઓગસ્ટ 2023માં ચેરમેન તરીકે મનહર માતરીયા અને ડેપ્યુટી ચેરમેન તરીકે છના કેરાળીયાની બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. 4 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પરીવર્તન પેનલનો વિજય થયો હતો.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોટાદ ભાજપના પ્રભારી ભરત આર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના ભાજપના હોદ્દેદારો હાજર હતા.
મનહરે જાહેર કર્યું હતું કે, ચેરમેન તરીકે ભાજપ પક્ષે મારી પસંદગી કરી છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને હમેશાં વાચા આપવાનું કામ અમારું પ્રથમ રહેશે. તેમજ ક્યારેય બોટાદના ખેડૂતોને અન્યાય નહીં થાય. તેઓ ભાજપના મહામંત્રી હતા. મનહર માતરિયાને ભાજપમાંથી સ્સપેન્ડ કરાયા હતા. તેઓ ભાજપ સામે ચૂંટણી લડ્યા હતા. તેઓ ફરીથી ભાજપમાં જોડાયા અને માર્કેટીંગ યાર્ડમાં અધ્યક્ષ બનાવાયા હતા.
સૌરભ દલાદ જવાબદાર
ફેબ્રુઆરી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનહર માતરિયાને સ્થાનિક સ્વરાજ 2021ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા હતા. ભીખુભાઈ વાઘેલાએ પ્રમુખના હોદ્દાની રૂએ સસ્પેડ કર્યા હતા. મનહર માતરિયાએ રાજીનામાનો પત્ર પાટીલને મોકલ્યો હતો. મનહર માતરિયા તુરખા ગામના સરપંચ તેમજ બોટાદ જિલ્લા સરપંચ પરિષદના જિલ્લા પ્રમુખ હતા. ધારાસભ્ય સૌરભ પટેલના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જાહેર કર્યું હતું. સૌરભ પટેલ દ્વારા કાર્યકર્તા પર જોહુકમી અને મનમાની કરવાના કારણે કંટાળી રાજીનામુ આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો:
Botad: ‘ભાજપના ઈશારે ખેડૂતો પર લાઠીચાર્જ કરાયો’, AAP પાર્ટીનો ગંભીર આરોપ
Botad: ‘100 ટીમ બનાવી 400 APMCમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું’, AAP પાર્ટીની જાહેરાત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR
Bhavnagar: આનંદનગરમાં મોડી રાત્રે ત્રણ માળિયાનું મકાન ધરાશાયી, 1 યુવાનનો જીવ ગયો









