
GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ કરી દીધું છે અને
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવી રહયા છે તે જોતા આગામી ચૂંટણીઓનો અત્યારથીજ ચોકઠાં ગોઠવાઈ રહયા છે ત્યારે ભાજપના નવા જોગીઓની બરાબરની કસોટી થવાની છે.
ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે ચાર્જ સંભાળી લીધો ત્યારબાદ નવું મંત્રી મંડળ બની ગયું પણ ભાજપમાં જે પહેલા જુસ્સો હતો તે હવે દેખાતો નથી અને છૂપો જૂથવાદ-અસંતોષ આ વખતે ભાજપને ભારે પડે તેવા સંકેત છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલમાં પોતાનું સ્થાન બનાવી રહી છે જેમાં ગોપાલ ઇટાલિયા ઘણું ડેવલોપ કરી રહયા છે તેઓના બોલવામાં એક પ્રકારે વજન અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ હજુતો ભાજપના નવા નેતાઓ સંગઠનમાં હજુ સેટ થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવી દીધું છે.
બોટાદના હડદડની ઘટનાના ઊંડા પડઘા પડ્યા છે અને તે ઘટનાના પડઘા શાંત પડે તે પહેલાં ફરી લીંબડીના સુદામડામાં ખેડૂત મહાપંચાયત થવા જઈ રહ્યું છે જેનાથી તંત્રમાં પણ ચિંતા પ્રસરી છે.
રાજ્યમાં APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી હવે સરકાર સામે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં જણાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 12 ઓક્ટોબરના દિવસે બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું જે બાદમાં પોલીસે અને ખેડુતો વચ્ચે ઘર્ષણમાં ફેરવાઈ જતા અનેક પોલીસ કર્મચારીઓને વાગ્યુ તો પોલીસના લાઠીચાર્જમાં કેટલાક ગ્રામજનોને વાગ્યું જેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા અને લોકોમાં આક્રોશ ફેલાયો.
આ ઘટનામાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ થઈ આ વાતથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીએ ખુલ્લેઆમ સરકાર સામે બાયો ચડાવી દીધી છે.
હવે લીમડીના સુદામડા ગામે ગુજરાતમાં ખેડૂતો પર શોષણ થતું હોવાના આરોપ સાથે ન્યાય અપાવવા માટે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના ખેડૂતોને મોટી સંખ્યામાં આવવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું છે જે ભાજપ માટે ટેંશન વધારનારૂ છે કારણકે પોલીસ કાર્યવાહી પણ ભાજપના ઈશારે થતી હોવાના આક્ષેપ પણ લાગે છે.
ખાસ વાતતો એ છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે.
રાજ્યની APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે. આગામી 31 ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા કરવામાં આવી છે,સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે.
જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે. તેમજ આ ખેડૂત મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલે લગભગ છ વર્ષથી પ્રદેશ ભાજપનું પ્રમુખપદ સંભાળ્યું છે અને પાટીલની આગેવાનીમાં ભાજપ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024 લોકસભાની ચૂંટણી લડ્યો હતો. છેલ્લે લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 25 બેઠકો મળી હતી. હવે આગામી વર્ષમાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે.
ત્યાર પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે જગદીશ વિશ્વકર્મા ની કસોટી થશે કારણ કે હવે તેઓના માથા ઉપર કાંટાળો તાજ છે અને સીઆર પાટીલ એકદમ હળવા થઈ ગયા છે અને સંગઠન હોય કે નિર્ણય તેમને લેવાનો રહેતો નથી અને હવે ક્યાંય દેખાતા પણ નથી ત્યારે નવા પ્રમુખ સામે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ શતરંજના દાવ ખેલવાની શરૂઆત કરી દીધી છે,ત્યારે ભાજપનો જૂથવાદ અને અસંતોષ ક્યાં જશે તેતો સમયજ કહેશે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા








