BZ Group Scam: BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં કેમ લાગ્યા હોર્ડિંગ્સ?

  • Gujarat
  • February 2, 2025
  • 1 Comments

BZ Group Scam: ગુજરાતમાં મોટી ચર્ચા જાગાવનાર BZ ગૃપ (BZ Group Scam) કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં છે.  જોકે   6 હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થન સાથે અરવલ્લીમાં (Aravalli) પોસ્ટર  લાગતા ખળભળાટ મચી ગયો છે. મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર ઠેર ઠેર ‘WE SUPPORT BZ’ લખાણ સાથેનાં 50 થી વધુ મસમોટા હોર્ડિંગ લગાવાયા છે. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

મસમોટા લાગ્યા હોર્ડિંગ્સ

ગુજરાતભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી હજારો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ (Bhupendrasinh Zala) કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીને કોર્ટે ફગાવી હતી આથી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં છે. દરમિયાન, અરવલ્લીમાં કેટલાક ઇસમો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં ઠેર ઠેર ‘WE SUPPORT BZ’ નાં લખાણ સાથે મસમોટા હોર્ડિંગ્સ લગાવાયા છે.

શું છે સમગ્ર ઘટના?

BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ DANG: સાપુતારામાં ભયંકર અકસ્માત, 5નાં મોત, 35 ઈજાગ્રસ્ત, જાણો યાત્રાળુઓ ક્યાના છે?

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

  • March 3, 2026
  • 4 views
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 3, 2026
  • 8 views
Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

  • March 3, 2026
  • 12 views
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

  • March 3, 2026
  • 8 views
Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો

  • March 3, 2026
  • 7 views

  • 15 views
Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!