
ગુજરાતભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપી BZ પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ કરાઇ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત જપ્ત કરવામાં આવશે. વિગતો મુજબ CID ક્રાઈમે ગૃહવિભાગને રીપોર્ટ કર્યો છે. જે બાદમાં હવે આગામી દિવસોએ ગૃહ વિભાગ જપ્તીના આદેશ આપી શકે છે.
32 મિલકતો ભૂપેન્દ્ર ઝાલાની મળી
અત્યાર સુધી 32 મિલકતો ભૂપેન્દ્ર ઝાલાની મળી છે. જેમાં 3 કાર અને 18 બેન્ક એકાઉન્ટની માહીતી ગૃહ વિભાગને મોકલાઈ છે. આ તરફ હવે ગૃહ વિભાગ આ સંપત્તિ જપ્ત કરવાં કાર્યવાહી કરશે તો કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભૂપેન્દ્ર સિંહ ઝાલા છે માસ્ટરમાઈન્ડ
BZ પોંઝી સ્કીમ હેઠળ લોકોને છેતરપિંડીનો ભોગ બનાવનાર માસ્ટરમાઈન્ડ ભૂપેન્દ્ર સિંહ ઝાલા છે જેણે એજન્ટો રોકીને શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સાથે એકના ડબલની લાલચ આપીને કોરોડ઼ો રૂપિયાની ઠગાઈ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકારણીઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
આ પણ વાંચોઃ AAP પાર્ટી જૂનાગઢની તમામ સીટો પર ચૂંટણી લડવા તૈયાર, શું કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભાજપને હરાવશે?