CEC નિમણૂક પર ઉઠ્યા સવાલ, સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી, વિપક્ષનો હોબાળો

  • India
  • February 19, 2025
  • 2 Comments

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સહિત અનેક સંગઠનો દ્વારા દાખલ કરાયેલી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની નિમણૂક પ્રક્રિયાને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. તેઓ આજે(19 ફેબ્રુઆરી) ચાર્જ સંભાળે તે પહેલા અરજી પર કોર્ટમાં સુનાવણી થશે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરશે. અરજીમાં જણાવાયું છે કે બંધારણીય બેન્ચે 2023ના નિર્ણયમાં આપેલા નિર્દેશનું નિમણૂકમાં પાલન કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે બંધારણીય બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે CEC અને EC ની પસંદગી અને નિમણૂકો એક સમિતિ દ્વારા કરવામાં આવશે જેમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થશે.

જ્ઞાનેશ કુમારને નવા CEC બનાવવામાં આવ્યા

સોમવારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. કાયદા મંત્રાલયે આ માહિતી આપી હતી. ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે.

જ્ઞાનેશ કુમારની નિમણૂક અંગે વિવાદ

ચૂંટણી કમિશનરમાંથી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે બઢતી પામેલા જ્ઞાનેશ કુમારની નિમણૂક અંગે વિવાદ ચાલી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિમણૂક પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક મળી હતી. આમાં, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના અનુગામી તરીકે જ્ઞાનેશ કુમારને નવા CEC તરીકે ચૂંટવામાં આવ્યા હતા. નિમણૂક પછી, વિરોધ પક્ષ તરફથી ભારે વિરોધ થયો છે.

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 3 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 11 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 11 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 31 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 39 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 22 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે