
Dahod Mgnrega Scam: દાહોદના મનરેગા કૌભાંડમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. તેમનો મોટો પુત્ર બળવંત ખાબડ હાલ પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે. આજે કિરણ ખાબડને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ બધાની વચ્ચે અત્યાર સુધી મૌન રહેલા મંત્રી બચુ ખાબડે પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે અને તેમણે પોતાના બંન્ને પુત્રોનો બચાવ કર્યો છે આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા છે.
પુત્રોના કૌભાંડ પર બચુ ખાબડે શું કહ્યું ?
બચુ ખાબડે કહ્યું કે, મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ છેલ્લા છ મહિનાથી આક્ષેપ કરે છે. મારા દીકરા મટિરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજુ કંઇ નથી કરતાં. અમે ઓપન માર્કેટમાં પણ માલ વેચીએ છીએ, વધુમાં તેમણે કહ્યુ કે, અમે વેપારી છીએ, અમે લેબર નથી. લેબર માટે અમને કોઇ ઓર્ડર પણ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યુ કે, અમને ન્યાયતંત્ર પર પુરો ભરોસો હું 25 વર્ષથી રાજકારણમાં છું મારા પર એક રુપિયાના ભ્ર્ષ્ટાચારનો આક્ષેપ નથી. તેમજ કોંગ્રેસ માત્ર વિરોધ કરવા માટે જ આક્ષેપ કરતા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
બચુ ખાબડે પુત્રોનો લુલ બચાવ કર્યો!
ત્યારે અહીં સવાલ તે થાય છે કે, મંત્રી કહે છે કે, છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરે છે પંરતુ આ કૌભાડ તો 2021 થી શરુ થયું હોવાનું કહેવાય છે. આ કૌભાંડમાં એજન્સીઓએ કામો કર્યા વિના બિલો ઉપાડી લીધા ત્યારે જેમાં મંત્રી બચુ ખાબડના પુત્રો દ્વારા ચલાવવામાં આવતી એજન્સીઓ રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર્સ નામની એજન્સીએ આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ત્યારે શું મંત્રી આ વાતથી અજાણ હતા ? આટલા ટાઈમથી આક્ષેપ કરવામા આવી રહ્યા હતા ત્યારે કેમ ચૂપ હતા ? જો મંત્રીના પુત્રોએ કોઈ ગુનો નથી કર્યો તો તેમને પહેલા જ આગોતરા જામીન અરજી કેમ કરી હતી? બચુ ખાબડ કૃષિ અને પંચાયત મંત્રી છે તો શું તેમને નહોતી ખબર કે કામો માત્ર કાગળ પર જ થયા છે ? પુત્રોના કારસ્તાનને પગલે મંત્રીએ સરકારી કાર્યક્રમમાં ય જવાનું બંધ કર્યું હતુ અને હવે પોતાના પર પણ કૌભાંડના છાંટા ઉડતા પોતે પણ સંપર્ક વિહોણા બની ગયા હતા અને હવે જ્યારે તેમનું રાજીનામુ લેવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં અચાનક તેઓ પ્રગટ થાય છે અને પોલીસે તેમના પુત્રો સામે કાર્યવાહી કરી છે. છતા પણ મંત્રી પોતાના પુત્રોનો લુલો બચાવ કરે છે.
આ પણ વાંચોઃ
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો
Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત
Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?
Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર
Operation Sindoor પર રાજકારણ, મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !
BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?