
Delhi: દિલ્હીમાં મોદી માટે બનાવેલા કૃત્રિમ ઘાટની પોલ ખૂલી જતાં યમૂના નદીમાં ડબૂકી લગાવવાનું ટાળ્યું હતુ. મોદી માટે યમુના નદીને કિનારે સ્વચ્છ પાણી ભરી અલગથી ઘાટ બનાવતાં વિવાદ થયો હતો. જે બાદ મોદી ત્યા ડૂબકી પણ લગાવવા ગયા નથી. કારણે કૃત્રિમ યમુના ઘાટ બનવતાં મોટો વિવાદ ઉભો થયો હતો. જેથી હવે મોદી ડૂબકી ના લગાવી શકતાં તમામ દોષનો ટોપલો વિપક્ષ પર ઠાલવ્યો છે. તેમણે પોતાનું અપમાન છઠ માતાનું ગાણાવી દીધુ. મતલબ ખુદની સરખાણી મોદીએ છઠ માતા સાથે કરી નાખી. પહેલા ખુદને નોન બાયોલિજિકલ ગણાવતા હતા. હવે પોતાને ભગવાન સાબિત કરી રહ્યા છે.
મોદી કૃત્રિમ યમુનામાં ડૂબકી ના લગાવી શકતાં કહ્યું આ કોંગ્રેસ અને આર.જે.ડીએ છઠ માતાનું અપમાન કરી રહ્યા છે. જો કે હકીકતમાં આ છઠ માતાનું અપમાન નથી. ખુદ વડાપ્રધાન મોદીનું અપમાન છે. કારણે મોદી માટે અલગથી સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરતાં વીડિયો વાયરલ થઈ ગયા હતા. જેથી ભાજપ સરકારની સ્વચ્છતાની બેદરકારી બહાર આવી હતી. મોદી યમુનાના ગંદા પાણીથી ના ન્હાવુ પડે તે માટે અલગથી પાણીની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે સામાન્ય માણસોને આ સરકાર યમુનાનું ગંદુ પાણી પીવા માટે આપી રહી છે. જેથી મોદી સરકાર બરાબર ઘેરાઈ છે.
આ મામલે કોંગ્રેસ નેતા પવન ખેડાએ મોદી પર સોશિયલ મિડિયા પર પ્રહાર કર્યા છે. તેમણે X પર લખ્યું 5 સ્ટાર બિસ્લેરી પૂલ નાટકનો પર્દાફાશ થયો ત્યારે વડા પ્રધાન ગુસ્સે ભરાયા હતા. પોતાની બદનામી છુપાવવા માટે તેઓ હવે તેને છઠી મૈયાનું અપમાન ગણાવી રહ્યા છે. શું તેઓ પોતાની સરખામણી છઠ માતા સાથે કરવાની શું જરુર? તેમણે પહેલેથી જ પોતાને નોન બાયોલોજિકલ જાહેર કરી દીધા છે, અને હવે તેઓ પોતાને ભગવાન જાહેર કરવાની મૂર્ખતા કરી રહ્યા છે.
5-स्टार बिसलेरी पूल का ड्रामा बेनक़ाब होते ही प्रधानमंत्री तिलमिला उठे।
अपनी बेइज़्ज़ती छिपाने के लिए अब इसे छठी मइया का अपमान बता रहे हैं – ख़ुद की तुलना छठी मइया से करने की जुर्रत?
पहले अपने आपको नॉन बायोलॉजिकल बता ही चुके हैं, अब अपने आपको भगवान बताने की मूर्खता भी कर रहे… pic.twitter.com/qqjIgfnPOH— Pawan Khera 🇮🇳 (@Pawankhera) October 30, 2025
શું છે મામલો?
દિલ્હીના યુમના ઘાટ પર યોજાનાર છઠ પૂૂજા કાર્યક્રમ(27 ઓક્ટોબરે) રદ કર્યો હતો. તેનું મુખ્ય કારણ દિલ્હીની યમુના નદીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા અને તેની આસપાસનો રાજકીય વિવાદ હતો. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની રેખા ગુપ્તા સરકારે મોદી ડૂબકી લગાવે તે માટે “નકલી યમુના” અથવા કૃત્રિમ ઘાટ બનાવ્યો હતો. જે ફોટોશૂટ માટે સ્વચ્છ પાણીનો દેખાવ બનાવવા માટે વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર કરેલા પાણીથી ભરેલું હતું.
मोई जी के लिए नई यमुना बना दी गई है।
भगीरथ रेखा गुप्ता को फिजिक्स का नोबल मिलना चाहिए।
नदी से कई फुट ऊपर घाट बनवा दी हैं।pic.twitter.com/JKcnYCONsv— Samar Raj (@SamarRaj_) October 27, 2025
AAP નેતા સૌરભ ભારદ્વાજે તેને “બિસ્લેરી તળાવ” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે વાસ્તવિક યમુના એટલી પ્રદૂષિત હતી કે તેમાં સ્નાન કરવું જોખમી હતું. આ ખુલાસા બાદ, વડા પ્રધાન કાર્યાલયે સ્નાન રદ કર્યું હતું, જેને AAP એ ભાજપની નિષ્ફળતાનો પુરાવો ગણાવ્યો હતો.
ભાજપે વળતો જવાબ આપતા કહ્યું હતું કે યમુનાનું પાણી ફક્ત સ્નાન માટે જ નહીં પરંતુ પીવા માટે પણ સ્વચ્છ હતું, અને પ્રદૂષણમાં 90% ઘટાડો થયો છે. જો કે, સત્તાવાર ડેટા દર્શાવે છે કે નદી હજુ પણ સંપૂર્ણપણે સ્વચ્છ નથી. બિહારની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન આ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો, જ્યાં પૂર્વાંચલના સ્થળાંતર કરનારાઓની લાગણીઓ એક મુદ્દો બની હતી. રાહુલ ગાંધીએ પણ તેને ‘તળાવ નાટક’ ગણાવીને તેના પર નિશાન સાધ્યું. એકંદરે, પ્રદૂષણના ખુલાસા અને રાજકીય દબાણને કારણે આ ડૂબકી રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી








