Delhi: એક બાજુ પૂરની સ્થિતિ, બીજી બાજુ પાણીની તંગી ! રેખા ગુપ્તાના શાસનમાં દિલ્હીવાસીઓની કેવી છે હાલત?

Delhi:દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી, ભાજપ અને તેના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અજાયબીઓ કરી રહ્યા છે. રેખાજીને જોઈને એવું લાગે છે કે જો કોઈ મુખ્યમંત્રી હોય તો તે રેખાજી જેવી હોવી જોઈએ નહીં તો નહીં! આજે આપણે દિલ્હીના નાગરિકોની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરીશું. આપ પાર્ટીના નેતા અંગેશ સિંહે કે જેમની આપ પાર્ટીને હટાવવામાં ભુમિકા હોવાનું કહેવાય છે. તેઓએ રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ હાલત કેવી છે તેના વિશે જણાવ્યું હતું.

દિલ્હીમાં પાણીની તીવ્ર અછત જોવા મળી રહી છે, ઘણા વિસ્તારોમાં નળમાંથી પાણી નથી આવતું અથવા ગંદુ પાણી આવે છે, જેના કારણે લોકો ટેન્કરો પર નિર્ભર છે તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાજેતરમાં પાણીની સમસ્યા અને વોટરલોગિંગને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેની ટીકા થઈ હતી.

રેખા ગુપ્તાએ વોટરલોગિંગ વિશે બોલતાં કહ્યું હતું કે, “જ્યારે વરસાદ પડે છે, ત્યારે મોટા પ્રમાણમાં પાણી આવે છે, અને નાળાઓ ઘણીવાર આ અચાનક પ્રવાહને સંભાળી શકતા નથી. વરસાદ એ કુદરતી ઘટના છે, એવું નથી કે નીચે તવો રાખ્યો હોય કે પાણી બાષ્પીભવન થઈ જાય.” આ નિવેદનમાં તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જો વરસાદનું પાણી 30 મિનિટથી એક કલાકમાં ઉતરી જાય, તો તે સામાન્ય ગણાય, પરંતુ જો ન ઉતરે, તો તે વિસ્તારમાં સમસ્યા સૂચવે છે.

આમ આદમી પાર્ટી (AAP) એ આ નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે રેખા ગુપ્તા તેમની સરકારની નિષ્ફળતા અને ખોટા વચનોને છુપાવવા માટે આવા “નબળા બહાના” રજૂ કરી રહ્યા છે. રેખા ગુપ્તાની સરકાર વોટરલોગિંગની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ રહી છે, અને આ નિવેદન તેમની અક્ષમતાને દર્શાવે છે.

દિલ્હીમાં વોટરલોગિંગની સમસ્યા હળવા વરસાદને કારણે મજનું કા ટિલ્લા, ITO, અને મિન્ટો બ્રિજ જેવા વિસ્તારોમાં જળભરાવ થાય છે, જે દર્શાવે છે કે ડ્રેનેજ સિસ્ટમ અપૂરતી છે.

ગંદા પાણીની સમસ્યા

પીરગઢી જેવા વિસ્તારોમાં નળમાંથી નીલું પાણી આવવાની ફરિયાદો ઉઠી છે, જે પીવા, નાહવા કે રસોઈ માટે અયોગ્ય છે.

યમુનામાં પ્રદૂષણ

યમુના નદીમાં અમોનિયાનું સ્તર 5 ppm સુધી પહોંચી ગયું છે, જેના કારણે વઝીરાબાદ, સોનિયા વિહાર, અને ભગીરથી જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉત્પાદન 15-50% ઘટી ગયું છે. આની અસર મજનું કા ટિલ્લા, કાશ્મીરી ગેટ, ડિફેન્સ કોલોની, અને ગ્રેટર કૈલાશ જેવા વિસ્તારોમાં જોવા મળે છે.યમુનામાં હરિયાણા અને ઉત્તર પ્રદેશથી આવતા ઔદ્યોગિક અને ઘરેલું ગંદા પાણીને કારણે અમોનિયા અને ઝેરી ફીણનું સ્તર વધ્યું છે

દિલ્હી જળ બોર્ડ (DJB)ની પાઈપલાઈનો જૂની છે, જેમાં 40% પાણી લીકેજને કારણે વેડફાય છે.ગેરકાયદેસર વસાહતોમાં પાઈપડ પાણીની સુવિધા નથી, જેના કારણે ટેન્કરો પર નિર્ભરતા વધે છે

ત્યારે AAP અને BJP વચ્ચે પાણીની સમસ્યા પર આરોપ-પ્રત્યારોપ ચાલે છે, જેના કારણે ઉકેલ શોધવાને બદલે રાજકારણ વધુ ગરમાય છે. તેવામાં દિલ્હીના નાગરિકોની હાલત કેવી છે તે જાણવા માટે જુઓ આ વીડિયો…

આ પણ વાંચો:

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન

Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

ચૂંટણી સંબંધિ વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોન મરાવી રહ્યું છે તરાપ?

  • Related Posts

    MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
    • October 16, 2025

    MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

    Continue reading
    Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
    • October 13, 2025

    Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

    • October 26, 2025
    • 1 views
    UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

    UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

    • October 26, 2025
    • 1 views
    UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

    • October 26, 2025
    • 2 views
    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    • October 26, 2025
    • 2 views
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    • October 26, 2025
    • 2 views
    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

    • October 26, 2025
    • 11 views
    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!