
દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આજે સવારે હવામાન બદલાયું છે. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સવારે વરસાદથી દિલ્હી-એનસીઆરમાં ભીષણ ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે આવેલા વાવાઝોડાને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા છે.
દિલ્હી-NCRમાં વહેલી સવારે ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી હતી. સતત ભારે વરસાદને કારણે દિલ્હીના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.

દિલ્હીમાં સવારે 3 વાગ્યા પછી ઝરમર વરસાદ શરૂ થયો. જે બાદ ITO, મંડી હાઉસ અને મધ્ય દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ પછી, પવનની તીવ્રતા વધી ગઈ અને અંધકાર વચ્ચે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરુ થઈ ગયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 મે થી 7 મે દરમિયાન તોફાન અને વરસાદની સંભાવના છે. આ કારણે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
રસ્તા પર પાણી ભરાઈ ગયા

શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર વાવાઝોડા અને ભારે પવનને કારણે કામગીરી ખોરવાઈ ગઈ હોવાથી ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે, એક ફ્લાઇટ અમદાવાદ અને બે ફ્લાઇટ જયપુર તરફ વાળવામાં આવી હતી અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલા એક સૂત્રએ આ માહિતી આપી છે.
આજે વહેલી સવારે ગાઝિયાબાદમાં પણ હવામાન બદલાયું હતુ. પહેલા એક જોરદાર તોફાન આવ્યું. આ પછી વાદળો ગર્જના કરવા લાગ્યા અને પાંચ વાગ્યે વરસાદ શરૂ થઈ ગયો હતો. અહીં તાપમાન 4 ડીગ્રી નીચું ગયું છે. હવામાનશાસ્ત્રી ડૉ. યુપી શાહીએ જણાવ્યું હતું કે ભારે પવનને કારણે પશ્ચિમી વિક્ષેપની પ્રવૃત્તિ અચાનક વધી ગઈ હતી. આગામી ચાર-પાંચ દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે. જ્યાં મહત્તમ તાપમાન 40 ને પાર કરી રહ્યું હતું. હવે તે 30૦-32 ની આસપાસ રહેશે. રવિવાર અને સોમવારે પણ વરસાદની શક્યતા છે. પવનની ગતિ વધવાને કારણે, સૂર્ય નીકળશે ત્યારે પણ ગરમીથી રાહત મળશે.
આ પણ વાંચોઃ
Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે
Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!
Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ
KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત
Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!








