
Delhi News: વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમતી ભાજપની દિલ્હી સરકારે પ્રદૂષણને અટકાવવા એક કડક પગલું ભર્યું છે. હવે 15 વર્ષથી જૂના પેટ્રોલ અને CNG વાહનો તથા 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને રાજધાની દિલ્હીના કોઈપણ પેટ્રોલ પંપ પર ઇંધણ મળશે નહીં. આ નિયમ આજ(1 જુલાઈ, 2025)થી સમગ્ર દિલ્હીમાં લાગુ થઈ ગયો છે.
નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. સરકારી આદેશ બાદ આજથી રાજધાનીના તમામ પેટ્રોલ પંપ પર આ આદેશનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. ચિરાગ દિલ્હી સ્થિત ઇન્ડિયન ઓઇલ ઢીંગરા પેટ્રોલ પંપ પર ટ્રાન્સપોર્ટ એન્ફોર્સમેન્ટ ટીમ, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સ્ટેશન પોલીસની હાજરી જોવા મળી હતી. સાથે સાથે સ્માર્ટ કેમેરા લગાવાવામાં આવ્યા છે.
વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે
ફરજ પરના એસઆઈ ધરમવીરે વધુમાં જણાવ્યું હતું કે, “જો કોઈ પ્રતિબંધિત વાહન જોવા મળે તો તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવે છે. પેટ્રોલ પંપ પર તૈનાત કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ આવું વાહન જોવા મળે તો તેઓ તાત્કાલિક ટ્રાફિક પોલીસ અથવા ટ્રાન્સપોર્ટ એન્ફોર્સમેન્ટ ટીમને જાણ કરે.”
કેમેરો આપી દેશે માહિતી
पेट्रोल पंप पर स्मार्ट कैमरे लग गए
जैसे ही आप पेट्रोल भराने जाएंगे, कैमरे बता देंगे गाड़ी सीज की जाए. अगर पेट्रोल गाड़ी 15 साल पुरानी है, डीजल के मामले में 10 साल हो गए हैं तो.
फिर पास में खड़ी, दिल्ली पुलिस आएगी, गाड़ी सीधे scrap dealer को दे देगी!pic.twitter.com/YcKxufdPXG— Abhishek Anand (@TweetAbhishekA) July 1, 2025
જો તમે દિલ્હીમાં પેટ્રોલ ભરાવવા જશો અને સરકારે નક્કી કરેલા વર્ષો કરતાં જૂની ગાડી હશે તો આ કેમેરાઓ તરત જ ગાડીને સીઝ કરવાનો સંકેત આપશે.આ નવી વ્યવસ્થા હેઠળ, પેટ્રોલ પંપ પર ઉભેલી દિલ્હી પોલીસની ટીમ તાત્કાલિક કાર્યવાહી કરશે. જો ગાડી આ નિયમોનું ઉલ્લંઘન કરતી હશે, તો તેને સીધી સ્ક્રેપ ડીલરને સોંપવામાં આવશે.
આ પગલું શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને જૂના વાહનોની સંખ્યા નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યું છે.નિષ્ણાતોનું માનવું છે કે આ નવી સિસ્ટમથી રસ્તાઓ પર જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જોકે, આ નિયમથી ઘણા વાહન ચાલકોને તેમની જૂની ગાડીઓ બદલવાની ફરજ પડી શકે છે. દિલ્હી પોલીસે નાગરિકોને આ નવા નિયમોનું પાલન કરવા અને પોતાની ગાડીની ઉંમર તપાસી લેવા અપીલ કરી છે.આ નવી પહેલ પ્રદૂષણ નિયંત્રણની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહી છે. શું આ નિયમથી દિલ્હીની હવા વધુ સ્વચ્છ થશે? આ સવાલનો જવાબ આવનારા દિવસોમાં જ મળશે.