
Delhi: રાજ્યસભામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ની તૈનાતી પર વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે વેલમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે જે વિરોધને રોકવાનો પ્રયાસ છે. મહાસચિવને મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ સાંસદો પ્રમોદ તિવારી, જયરામ રમેશ અને રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે CISF કર્મચારીઓની હાજરી સંસદની ગરિમાની વિરુદ્ધ છે.
વિપક્ષનો આરોપ છે કે CISFનો ઉપયોગ વિપક્ષી સાંસદોના લોકશાહી વિરોધને દબાવવા અને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટે થઈ રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે મૌખિક અને લેખિત ફરિયાદો કરશે.
After the sudden and unprecedented resignation of the Chairman of the Rajya Sabha, we are now seeing the takeover of the chamber of the Council of States by the personnel of the CISF.
The Leader of the Opposition in the Rajya Sabha has just written to the Deputy Chairman, Rajya… pic.twitter.com/58cidFxp79
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 1, 2025
રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉપસભાપતિને ઉલ્લેખીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે “હું રાજ્યસભામાં વિરોધ પક્ષો વતી તમને લખી રહ્યો છું. જ્યારે સભ્યો વિરોધ કરવાના તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે CISF કર્મચારીઓને ગૃહના વેલમાં આવવાની ફરજ પાડવામાં આવે છે તે જોઈને અમને આઘાત લાગ્યો છે… અમે ગઈકાલે અને આજે પણ તે જોયું… શું આપણી સંસદ આ આટલો સ્તરે નચી ઉતરી ગઈ છે? આ અત્યંત વાંધાજનક છે, અમે તેની નિંદા કરીએ છીએ. અમને આશા છે કે ભવિષ્યમાં જ્યારે સભ્યો જાહેર હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવશે ત્યારે CISF કર્મચારીઓ ગૃહમાં નહીં આવે.”
કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં ઉપનેતા પ્રમોદ તિવારીએ CISF ની તૈનાતી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું, ‘ગૃહના વેલમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે જે વિપક્ષી સાંસદોને રોકવાનો પ્રયાસ છે. આ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યું છે.’
તિવારીએ કહ્યું કે આ મુદ્દે રાજ્યસભાના મહાસચિવને મૌખિક ફરિયાદ કરી છે અને ટૂંક સમયમાં લેખિત ફરિયાદ પણ નોંધાવશે.
જયરામ રમેશે પણ નિશાન સાધ્યું
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે રાજ્યસભામાં CISF કર્મચારીઓની તૈનાતી સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, ‘રાજ્યસભાના અધ્યક્ષના અચાનક અને અભૂતપૂર્વ રાજીનામા પછી, હવે આપણે રાજ્યસભા ગૃહને CISF કર્મચારીઓ દ્વારા કબજે કરવામાં આવી રહ્યું છે તે જોઈ રહ્યા છીએ. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ આ ચોંકાવનારા ઘટનાક્રમ પર રાજ્યસભાના ઉપાધ્યક્ષને પત્ર લખ્યો છે.’
આ પણ વાંચો:
Wankaner: લુણસરીયામાં હનુમાનજીનો મુગટ ચોરાયો, નવ મહિનામાં ત્રીજીવાર ચોરી, છતાં પોલીસ સદંતર નિષ્ક્રિય
Rajkot: હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી રીબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનારા બે શખ્સો ઝડપાયા, મોટા ખૂલાસા
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?