
Delhi: રામલીલા મેદાનમાં SSC ઉમેદવારોના વિરોધ પ્રદર્શનને લઈને રાજકારણ ગરમાયું છે.કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે લાકડીઓના સહારે યુવાનોના અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા,અને આરોપ લગાવ્યો કે મોદી સરકાર યુવાનોના ભવિષ્યની પરવા કરતી નથી અને “ચૂંટણી ચોરી” કરીને સત્તામાં આવી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા SSC ઉમેદવારો અને શિક્ષકો પર ક્રૂર લાઠીચાર્જ માત્ર શરમજનક જ નથી પણ કાયર સરકારની નિશાની પણ છે. યુવાનોએ ફક્ત તેમના અધિકારો (રોજગાર અને ન્યાય) માંગ્યા હતા, બદલામાં તેમને લાઠીઓ મળી.”
આ સરકારને યુવાનો અને તેમના ભવિષ્યની બિલકુલ પરવા નથી. પહેલા મત ચોરી, પછી પરીક્ષા ચોરી, પછી નોકરી ચોરી અને અંતે અધિકારો અને અવાજ બંનેને કચડી નાખવું – આ તેમની ઓળખ છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોનું ભવિષ્ય ચોરી લેવું એ મોદી સરકારની આદત બની ગઈ છે. SSC પરીક્ષામાં ગેરરીતિનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલો ક્રૂર લાઠીચાર્જ ખૂબ જ નિંદનીય છે.”
તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 11 વર્ષમાં,ભાજપે ભરતી પરીક્ષાઓથી લઈને નોકરીઓ સુધીની સફર “પેપર લીક માફિયા”ને સોંપી દીધી છે, જેના કારણે શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી કહ્યું કે રામલીલા મેદાનમાં વિરોધ કરી રહેલા SSC વિદ્યાર્થીઓ પર પોલીસ બળનો ઉપયોગ અમાનવીય અને શરમજનક છે. દેશભરના યુવાનો દરેક પરીક્ષામાં ગોટાળા,દરેક ભરતીમાં કૌભાંડ અને પેપર લીકથી પરેશાન છે.સરકારે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો જોઈએ અને તેમના પર લાઠીચાર્જ ન કરવો જોઈએ.
દિલ્હી પોલીસે વિપક્ષના આરોપોને ફગાવી દીધા
દિલ્હી પોલીસે વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર,રામલીલા મેદાનમાં લગભગ 1,500 વિરોધીઓ એકઠા થયા હતા.પરવાનગી આપેલ સમય પૂરો થયા પછી પણ,લગભગ 100 લોકો ત્યાં રોકાયા હતા,જેમાંથી 44 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે કોઈપણ પ્રકારનો લાઠીચાર્જ થયો નથી.
આ પણ વાંચો:
BJP Leader Corruption: ભાજપ નેતા જે.જે. મેવાડાનો ભ્રષ્ટાચાર, તમામ મિલકતો જપ્ત કરવા કોર્ટનો આદેશ, જુઓ
Viral video: મુંબઈમાં 30 રુપિયાના ભાડા માટે રિક્ષાચાલકે કિશોરને લાફા માર્યા, જુઓ
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!